• સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલ પીળી સાડીવાળી મહિલાએ મતદાન સમયે તોડ્યા તમામ નિયમ

  • મતદાન કેન્દ્રમાં મોબાઇલ લઇને ગયા, અન્ય કોઇ અધિકારીએ અટકાવવાનો પ્રયાસ ન કર્યો

  • અનેક સરકારી કર્મચારીઓ અને મતદાન કરવા આવેલા લોકો સાથે સેલ્ફી લીધી


દેવરિયા : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન રવિવારે (19 મે) ના રોજ પુર્ણ થઇ ચુક્યું છે. આ ચૂંટણીમાં લોકસભાની 543માંથી 542 સીટો પર મતદાન બાદ ચૂંટણી પરિણામો 23 મેનાં રોજ આવશે. બીજી તરફ પરિણામો પહેલા એક્ઝિટ પોલ  (Exit Poll Results 2019)માં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર તસ્વીરો દ્વારા વાઇરલ થયેલ પીળી સાડીવાળા રીના દ્વિવેદીએ રવિવારે સાતમા તબક્કા માટે મતદાન કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZeeNewsMahaExitPoll:NDAને 300થી વધારે સીટ, દેશમાં ફરી નમો નમ:

ઉત્તરપ્રદેશના દેવરિયા જનપદમાં પીળી સાડીવાળી રીના દ્વિવેદીએ પોતાનો મત પોતાનાં સાસરીયાના ગામ પંસરહીમાં આપ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયાની સમાચારોમાં રહેલા રીના દ્વિવેદી લખનઉમાં પીડબલ્યુ ડીમાં છે. તેમણે રવિવારે પોતાનાં ગૃહનગર દેવરિયામાં મતદાન કર્યું. આ દરમિયાન તે લોકોના આકર્ષણનું કેન્દ્ર રહી હતી. મીડિયાએ તેમને સવાલ કર્યો કે તમે તમારા ગ્લેમરસ સ્ટાઇલનાં કારણે સોશિયલ મીડિયામાં છવાયેલા રહ્યા તો તેમનો જવાબ હતો કે પહેલી વાતમાં ગ્લેમરસ સ્ટાઇલની વાતને હટાવવા માંગીશ. તેમણે કહ્યું કે, તે સમયે મહિલા ભારતીય પરિધાનમાં પોતાની ડ્યૂટી પર જઇ રહ્યા હતા. 


Exit Poll બાદ અનેક નેતાઓનાં ચોંકાવનારા નિવેદન, જાણો કોણે શું કહ્યું ?
ઇન્ડિયા ટુડે-એક્સિસ એક્ઝિટ પોલ: ઓરિસ્સામાં ભાજપના પુરમાં બીજદનો કિલ્લો તણાય તેવી શક્યતા
દ્વિવેદીએ કહ્યું કે, લખનઉથી પોતાનું મતદાન કરવા માટે અહીં આવી છું. તેમણે કહ્યું કે, મતદાન આ દેશનાં દરેક નાગરિકની જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે રીના દ્વિવેદી મતદાન કરવા પહોંચ્યા તો બુધ પર હાજર તમામ લોકો, જેમાં સરકારી કર્મચારીઓ પણ હતા, તમામે રીના દ્વિવેદી સાથે સેલ્ફી લીધી હતી. પીળી સાડીવાળી રીના દ્વિવેદી જે પોતે ચૂંટણીમાં અધિકારી રહી ચુક્યા છે, તેમણે તમામ નિયમો અને કાયદા તોડતા પોતાની ગાડી મતદાન કેન્દ્રની અંદર લઇને ગયા. સાથે પોતાનો મોબાઇલ પણ લઇને ગયા અને કોઇ સરકારી કર્મચારીએ પણ તેમને અટકાવ્યા નહોતા.