ZeeNewsMahaExitPoll:NDAને 300થી વધારે સીટ, દેશમાં ફરી નમો નમ:

અત્યાર સુધી એક્ઝિટ પોલનું જે વલણ આવ્યું છે તેના અનુસાર 2019માં એકવાર ફરીથી મોદી સરકાર રચાવા જઇ રહી છે. અત્યાર સુધી જે ચેનલોએ 542 સીટોનું વલણ રજુ કર્યું છે, તેના આધાર પર Zee Newsના મહા એક્ઝિટ પોલ (ZeeMahaExitPoll) ના અનુસાર ભાજપનાં નેતૃત્વમાં એનડીએને 308 સીટો મળવાનું અનુમાન છે. યુપીએને 117 અને અન્યને 117 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 
ZeeNewsMahaExitPoll:NDAને 300થી વધારે સીટ, દેશમાં ફરી નમો નમ:

નવી દિલ્હી : અત્યાર સુધી એક્ઝિટ પોલનું જે વલણ આવ્યું છે તેના અનુસાર 2019માં એકવાર ફરીથી મોદી સરકાર રચાવા જઇ રહી છે. અત્યાર સુધી જે ચેનલોએ 542 સીટોનું વલણ રજુ કર્યું છે, તેના આધાર પર Zee Newsના મહા એક્ઝિટ પોલ (ZeeMahaExitPoll) ના અનુસાર ભાજપનાં નેતૃત્વમાં એનડીએને 308 સીટો મળવાનું અનુમાન છે. યુપીએને 117 અને અન્યને 117 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

તમામ Exit Polls ના પરિણામો
Exit Polls BJP+ NDA CONG+ UPA OTH+
ZeeMaha ExitPoll 300 128 114
Times Now - VMR 306 132 104
R.Bharat - Jan Ki Bat 305 124 113
R.Bharat - C Voters 287 128 127
NEWS Nation 286 122 134
News X - Neta 242 164 136
ઇન્ડિયા ન્યૂઝ - પોલ સ્ટ્રેટ 298 118 126
News 18- IPSOS 336 82 124

ટાઇમ્સ નાઉ-વીએમઆર
એક્ઝિટ પોલ (EXIT POLL 2019) ના પોલમાં ટાઉમ્સ નાઉ- વીએમઆર (TIMES NOW-VMR)એ ભાજપનાં નેતૃત્વમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેનાં અનુસાર એનડીએને 306 સીટો મળશે. યુપીએને 132 અને અન્યને 104 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેના અનુસાર યુપીમાં ભાજપને સપા - બસપા ગઠબંધન છતા મોટી સફળતા મળશે અને રાજ્યની 80 સીટોમાંથી 58 સીટો પર ભાજપને સફળતા મળશે. તેના અનુસાર ગઠબંધનને 20 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આજતક - એક્સિસ માઇ ઇન્ડિયા
જેના અનુસાર ભાજપને 339-365 સીટો, યુપીએને 77-108 સીટો અને અન્યને 69-95 સીટો મળવાનું અનુમાન છે. રાજ્યની દ્રષ્ટી જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ભાજપને 26-28 સીટો અને કોંગ્રેસને 1-3 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં બાજપ 7-8, કોંગ્રેસ 3-4 સીટો મળવાનું અનુમાન છે. રાજસ્થાનમાં ભાજપને 23-25 સીટો જ્યારે કોંગ્રેસને 0-2 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 

રિપબ્લિક ભારત- સી વોટર
રિપબ્લિક ભારત - સીવોટરમાં એનડીએને 287, યુપીએને 128 મહાગઠબંધનને 40 અને અન્યને 87 સીટો મળવાનું અનુમાન છે. રિપબ્લિક/જન કી બાતમાં એનડીએને 305 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ પ્રકારે તેમાં કોંગ્રેસને 124 અને અન્યને 113 સીટો મળવાનું અનુમાન છે. 

એબીપી -નીલસન
જેના અનુસાર એનડીએને 277 સીટો અને યુપીએને 130 સીટો મળવાનું અનુમાન છે તેના અનુસાર અન્યને 135 સીટો મળવાનું અનુમાન છે. 

ન્યૂઝ 18-આઇપીએઓએસ
જેના અનુસાર એનડીએને 336, યુપીએને 82 અને અન્યને 124 સીટો મળવાનું અનુમાન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news