નવી દિલ્હી: કોવિડ-19 (COVID-19)ના વધતા પ્રકોપથી જોબ સેક્ટર પર ઘણી અસર જોવા મળી રહી છે. હાલમાં જ કોલેજની અભ્યાસ પૂરી કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષે નોકરી શોધવું ઘણું મુશ્કેલ સાબિત થઇ રહ્યું છે. કોઇપણ કંપનીમાં હવે પુસ્તકના જ્ઞાન સાથે જ વ્યાવહારિક (Practical) જ્ઞાનને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. તમે ભલે એક ફ્રેશર (Fresher) જ કેમ ના હોવ, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તમારાથી આશા લગાવવામાં આવે છે કે તમારા રિઝ્યુમ (Resume)માં વર્ક એક્સપીરિયન્સ (Work Experience)ના નામ પર કંઇને કંઇ જરૂર હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- RBI Recruitment 2020: રિઝર્વ બેન્કમાં નોકરીની શાનદાર તક, જાણો કઈ રીતે કરશો અરજી


રિઝ્યુમમાં પોતાનો અનુભવ જોડવા માટે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ (Internship) કરે છે, કોઇ જગ્યાએ નાની-મોટી નોકરી કરે છે અથવા વોલેન્ટિયર (Volunteer) બની જાય છે. આજના સમયની ગંભીરતા અને જોબ માર્કેટને ધ્યાનમાં રાખતા ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓની શિક્ષાનો મુખ્ય ભાગ બની ગયો છે. એડુ બ્રેન ગ્રુપ (Edu Brain Group)ના સંસ્થાપક સોમ શર્માથી જાણો આંતરરાષ્ટ્રીય ઇન્ટર્નશિપ (International Internship)ના ફાયદા.


આ પણ વાંચો:- Shehnaaz Gillએ કર્યું ગજબનું ટ્રાન્સફોર્મેશન, Pics જોઇને થઇ જશો હેરાન


બદલાઇ રહ્યો છે ઇન્ટર્નશિપનો દોર
જ્યાં પહેલા વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન અથવા કોલેજના છેલ્લા વર્ષમાં તેમના સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરતા હતા, ત્યારે હાલ કોરોના વાયરસ (Coronavirus) મહામારીના કારણે ઇન્ટર્નશિપ કરવું મુશ્કેલ બન્યું છે. એવામાં દરેક સેક્ટરમાં ઓનલાઇન ઇન્ટર્નશિપ (Online Internship)નો નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. અત્યારે શીખવા અને કરિયર (Career)માં આગળ વધવા માટે સૌથી સારો વિકલ્પ છે. તેમાં પણ જો તમે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઇન્ટર્નશિપ કરો છો તો તે તમારા રિઝ્યુમ માટે તદ્દન સુવર્ણ તક સાબિત થઈ શકે છે. વર્ચ્યુઅલ ઇન્ટરનેશનલ ઇન્ટર્નશિપ (Virtual International Internship) શીખવાનો નવો સ્કોપ વિકસિત કર્યો છે. તમે કોઈપણ જગ્યાએ યાત્રા કર્યા વિગર અથવા 9થી 5ના મુશ્કેલ શેડ્યૂલમાં કામ કર્યા વિગર આંતર સાંસ્કૃતિક (Inter-Cultural) અનુભવ મેળવી શકો છો.


આ પણ વાંચો:- Goldમાં રોકાણ કરતા સમયે આ વાતનું રાખો ખાસ ધ્યાન, મળશે સારું વળતર


વર્ચ્યુઅલ ઇન્ટરનેશનલ ઇન્ટર્નશિપના ફાયદા
ઓનલાઇન ઇન્ટરનેશનલ ઇન્ટર્નશિપના ઘણા ફાયદા છે, આવો જાણીએ તેના વિશે...


1. બજેટમાં શીખો
અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરની ઇન્ટર્નશિપ માટે વિદેશ જવું પડતું હતું, જેના માટે ત્યાં મુસાફરી કરવી અને રહેવું ખૂબ ખર્ચાળ હતું. ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ બજેટના અભાવે સુવર્ણ તકોથી વંચિત રહ્યા હતા. જો કે, હવે આંતરરાષ્ટ્રીય ઇન્ટર્નશિપ માટે તમારે સારા ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. આ દિવસોમાં, મોટાભાગની કંપનીઓ ઘરેથી કામ (Work From Home) કરે છે. હવે તમે પણ મર્યાદિત સંસાધનો સાથે ઘરે બેઠેલી આંતરરાષ્ટ્રીય કંપનીમાં ઇન્ટર્નશિપ કરી શકો છો.


આ પણ વાંચો:- Petrol Diesel Price: સસ્તુ થયું ડીઝલ, જાણો ગુજરાતમાં શું છે આજે પેટ્રોલનો ભાવ


2. વધશે વૈશ્વિક નેટવર્ક
વર્ચ્યુઅલ ઇન્ટર્નશિપથી તમને નવી વસ્તુઓ શીખવામાં અને તમારા નેટવર્કને વિસ્તૃત કરવામાં સહાય કરે છે. તમે તમારા ઘરે બેઠા હોય ત્યારે પણ તમે વૈશ્વિક (Global) સ્તરે તમારા નેટવર્કને મજબૂત કરી શકો છો. વૈશ્વિક સ્તરે કામ કરતી વખતે, તમે તમારા જેવા અન્ય ઇન્ટર્ન (Interns), મેન્ટર્સ (Mentors) અને સુપરવાઇઝર (Supervisors) સાથે નેટવર્કને વિસ્તૃત કરી શકો છો. વિદેશી કંપનીમાં કામ કરીને, તમે તમારી ઓળખાણનો અવકાશ વધારી શકો છો અને જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે તમે તમારી વિદેશી કલીગ્સ (Colleagues) અને માર્ગદર્શકોની મદદ માંગી શકો છો.


આ પણ વાંચો:- 'રિયા ડ્રગ્સ રેકેટ' પર NCBનું મોટું નિવેદન, Rhea Chakrabortyના સમન્સ પર કરી આ વાત


3. આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ
તમારા પોતાના સમયમાં ઘરે રહીને ગ્લોબલ સ્ટાન્ડર્ડનું (Standard) જ્ઞાન મેળવવાથી સારું શું છે? વર્ચ્યુઅલ ઇન્ટર્નશિપની મદદથી વિદ્યાર્થીઓ લેટેસ્ટ અને અસરકારક માર્કેટ સ્કિલ્સ (Market Skills) અને તકનીકો શીખી શકે છે. તમે તમારા રિઝ્યુમમાં આ માહિતી લખીને તમારા ભવિષ્યને સરળ અને વધુ સારું બનાવી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર