Weight Loss કરવામાં ખૂબ કારગર સાબિત થશે આ 5 કોરિયન ડ્રિંક્સ, તમે અજમાવ્યા કે નહી
Korean herbal Tea: સ્લિમ અને ફિટ કોણ રહેવા માંગતું નથી? પરંતુ વ્યસ્ત દિનચર્યામાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે ખૂબ ઓછા લોકો સમય કાઢી શકે છે. જો તમે પણ વજન ઘટાડવાની યાત્રામાં છે તો અહીં અમે તમને કેટલાક એવા કોરિયન ડ્રિંક વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમારી આ સફરના સાથે બની શકે છે.
Weight Loss Korean Drink: આજકાલ ભાગદોડ ભરી જીંદગીમાં ઘણા લોકો મોટાપાની સમસ્યાથી પરેશાન રહે છે. વધતી જતી ઉંમર સાથે વજન વધવું સામાન્ય બાબત છે, પરંતુ હવે આ નાની ઉંમરના લોકોને પ્રભાવિત કરી રહ્યું છે. વેટ લોસ માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાય કરે છે. કેટલાક લોકો પોતાના ખાવા પર કંટ્રોલ કરે છે તો બીજી તરફ કેટલાક લોકો જીમ જોઇન કરી લે છે. તેમછતાં પણ ઇચ્છા અનુસાર વજન ઓછું થતું નથી.
આ દિશામાં ભૂલથી પણ ન રાખો સાવરણી, જાણો સાવરણીના રાખવાના નિયમો
ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી
અહીં અમે તમને કેટલાક એવા કોરિયન ડ્રિંક વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને તમે તમારી રૂટિન લાઇફમાં સામેલ કરશો તો વજનમાં ઘટાડો અનુભવશો. ખાસ વાત એ છે કે કે આ ડ્રિંક ન ફક્ત સ્વાદિષ્ટ હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. એક્સપર્ટના અનુસાર વજન ઘટાડવા માટે સૌથી સરળ ઉપાયોમાંથી એક છે. તો ચાલો જાણીએ.
અદાણીને ધારાવી બાદ મુંબઇમાં મળશે વધુ એક મોટો Project,પ્રાઇમ લોકેશન પર આવેલો છે પ્લોટ
અંબાણી પરિવારમાં લગ્નની ધૂમ, પ્રી-વેડિંગ ફંક્શનમાં ફ્લોરલ લેંઘામાં ચમકી રાધિકા
1. જવની ચા (Barley Tea): કોરિયાની સૌથી પ્રખ્યાત ચામાંની એક, જવની ચા તેના સ્વાદ અને ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતી છે. સારી વાત એ છે કે આ ચામાં કેફીન નથી. તે ગરમ પાણીમાં શેકેલા જવના દાણામાંથી બનાવવામાં આવે છે. દરરોજ સવારે ખાલી પેટ આ ચાનું સેવન કરવાથી શરીરની ચયાપચયની ક્રિયા ઝડપી બને છે, જેના દૈનિક સેવનથી તમે થોડા દિવસોમાં જ વજનમાં તફાવત અનુભવી શકો છો. આ ચા થોડી કડવી છે પરંતુ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
દ્રાક્ષની ખેતી ગુજરાતના ખેડૂતો બનાવી શકે છે માલામાલ, જાણો ક્યારે અને કેવી રીતે કરવી?
Grapes Cultivation: માર્કેટમાં છે ડીમાન્ડ, દ્રાક્ષની ખેતી કરી બનો માલામાલ, ફોલો કરો આ રીત
2. ગ્રીન ટી (Green Tea): ગ્રીન ટી માત્ર કોરિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો પસંદ કરે છે. આ ચા તેના ઔષધીય ગુણો માટે જાણીતી છે. એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર, આ ચા તમારા ચયાપચયને વધારે છે અને શરીરની ચરબીને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. આ ચા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે.
Grapes Benefits: દ્રાક્ષના છે જબરદસ્ત ફાયદા, ખરતા વાળ અને વજન ઘટાડવામાં કરે છે મદદ
શનિદેવના ક્રોધને શાંત કરવા માટે આ પાંચ દેવી-દેવતાઓની કરો પૂજા , નહીં નડે શનિદેવ
3. યુજા ચા (Yuja Tea) : આ કોરિયાની પરંપરાગત ચા છે. આ ચા બનાવવા માટે કોરિયન સિટ્રોન અથવા યુજા ફ્રુટની જરૂર પડે છે. આ ફળ તેના ખાટા સ્વાદ માટે પ્રખ્યાત છે. જો કે તેનો સીધો સંબંધ વજન ઘટાડવા સાથે નથી, સંતુલિત આહારમાં ઉજ્જાની ચાનો સમાવેશ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.
ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો બિંદાસ આ દેશોમાં પણ ચલાવી શકો છો ગાડી, નહી પકડે પોલીસ
Visa મેળવવા દેશ-વિદેશના લોકો ગુજરાતના આ મંદિરમાં માને છે માનતા, 800 વર્ષ જૂનું છે દાંલા માતાજીનું મંદિર
4. રોઝ ટી (Rose Tea): રોઝ ટી જેને ગુલચા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સ્વાદિષ્ટ કોરિયન ચા છે જે વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. કેસર અને ગુલાબની પાંખડીઓમાંથી બનેલી આ ચા ફ્લેવોનોઈડ્સ અને વિટામિન સીથી ભરપૂર હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
ઈન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર કમલનાથનો કોંગ્રેસથી મોહભંગ કેમ, આ છે અંદરની વાત
ગુજરાતમાં બોલરોએ કર્યો ચમત્કાર : 20 રનમાં ઈંગ્લેન્ડની અડધી ટીમને કરી દીધી ઘરભેગી
5. ઓમિજા ચા (Omija Tea): ચિનારુ ફૂલોમાંથી બનેલી ઓમિજા ચા (Schisandra chinensis), જેને પાંચ-સ્વાદવાળી બેરી ચા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેના અનન્ય સ્વાદ માટે પ્રખ્યાત છે. મીઠી, ખાટી, ખારી, કડવી અને મસાલેદાર – આ પાંચ સ્વાદથી ભરપૂર આ ચા પાચનમાં સુધારો કરે છે, ઉર્જા વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
વિદેશમાં અભ્યાસ બન્યો મુશ્કેલ, બદલાયા વિઝાના નિયમ, જાણો ભારતીયો પર શું પડશે અસર
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો
(Disclaimer: આ આર્ટિકલમાં આપેલી માહિતી માન્યતાઓ અને ચર્ચાઓને આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટી કરતું નથી, વધુ માહિતી માટે એક્સપર્ટની સલાહ લેવી યોગ્ય છે.)