દ્રાક્ષની ખેતી કરી ગુજરાતના ખેડૂતો બની શકે છે માલામાલ, જાણો ક્યારે અને કેવી રીતે કરવી?
Grapes Farming: આપણા દેશમાં દ્રાક્ષ એક અગત્યનો ફળપાક ગણાય છે. વિશ્વભરમાં દ્રાક્ષ એ લીબું તેમજ કેળા પછી ત્રીજા ક્રમે સૌથી વધુ ઉગાડાતો ફળ પાક છે. વિશ્વમાં સૌથી વધુ દ્રાક્ષ ઉત્પાદન કરતાં દેશોમાં પ્રથમ ક્રમે ચીન (13 ટકા), બીજા ક્રમે ઈટાલી (12 ટકા) અને ત્રીજા ક્રમે અમેરિકા(9 ટકા) આવે છે. દ્વાક્ષમાં દુનિયાના કુલ ઉત્પાદનમાં ભારત 2 (બે ) ટકા હિસ્સો ધરાવે છે.
Trending Photos
Grapes Farming: ગુજરાત સહિત ભારતમાં દ્રાક્ષની ખેતી સૌથી લાભપ્રદ ખેતી સાહસોમાનું એક સાહસ છે. આદીકાળના વિખ્યાત ભારતીય આયુર્વેદિકના વિધ્વાનો ચરક અને સુશ્રુતાએ પણ દ્રાક્ષના તબીબી ગુણધર્મો વિશે ઉલ્લેખ કર્યો છે. આશરે 13 મી સદીમાં ઈરાન તથા અફધાનિસ્તાનમાંથી મુસ્લિમો ધ્વારા દ્રાક્ષ ભારતમાં દાખલ કરવામાં આવેલ હતી. આમ તો દેશમાં દ્રાક્ષની જાણકારી આદીકાળથી હતી, પરંતુ વ્યાપારિક ધોરણે ખેતી દેશમાં અંગ્રેજો આવ્યા પછી થવા લાગી હતી.
Grapes Cultivation: માર્કેટમાં છે ડીમાન્ડ, દ્રાક્ષની ખેતી કરી બનો માલામાલ, ફોલો કરો આ રીત
ઈન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર કમલનાથનો કોંગ્રેસથી મોહભંગ કેમ, આ છે અંદરની વાત
આપણા દેશમાં દ્રાક્ષ એક અગત્યનો ફળપાક ગણાય છે. વિશ્વભરમાં દ્રાક્ષ એ લીબું તેમજ કેળા પછી ત્રીજા ક્રમે સૌથી વધુ ઉગાડાતો ફળ પાક છે. વિશ્વમાં સૌથી વધુ દ્રાક્ષ ઉત્પાદન કરતાં દેશોમાં પ્રથમ ક્રમે ચીન (13 ટકા), બીજા ક્રમે ઈટાલી (12 ટકા) અને ત્રીજા ક્રમે અમેરિકા(9 ટકા) આવે છે. દ્વાક્ષમાં દુનિયાના કુલ ઉત્પાદનમાં ભારત 2 (બે ) ટકા હિસ્સો ધરાવે છે. દેશમાં દ્રાક્ષનો કુલ વિસ્તાર આશરે 1.11 લાખ હેકટર છે. જયારે તેનું કુલ ઉત્પાદન 12.35 લાખ મે.ટન તેમજ તેની ઉત્પાદકતા 11.1 મે.ટન છે. દેશમાં સૌથી વધુ દ્રાક્ષ પકવતા રાજયમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તાલીમનાડુ અને આંધ્રપ્રદેશ મુખ્ય છે. ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વાવેતર થયેલ છે. પરંતુ ખેડુતો કયાંક કયાંક સફળ થયા છે ખાસ કરીને રાજયમાં કચ્છ અને સાબરકાંઠા જિલ્લામાં વાવેતર થયેલ છે.
દ્રાક્ષએ અગત્યનો રોકડીયો પાક છે. દ્રાક્ષને વાવ્યા પછી ત્રણ વર્ષે ફળ બેસે છે. ભારતમાં લીલી, કાળી અને સફેદ એમ ત્રણ પ્રકારની દ્રાક્ષ જોવા મળે છે. સફેદ દ્રાક્ષ મધુર હોવાથી મોંધી છે. આમ, દ્વાક્ષ એ ઘણુંજ પૌષ્ટિક, સુપાચ્ય ફળ તેમજ ફળાહારમાં, સુકવણી કરીને, દારૂ બનાવવા જેવા ઘણા ઉપયોગ હોવાથી તેની આધુનિક ખેતી પધ્ધતિ વિશે જાણકારી હોવી ખુબજ જરૂરી છે.
અદાણીને ધારાવી બાદ મુંબઇમાં મળશે વધુ એક મોટો Project,પ્રાઇમ લોકેશન પર આવેલો છે પ્લોટ
અંબાણી પરિવારમાં લગ્નની ધૂમ, પ્રી-વેડિંગ ફંક્શનમાં ફ્લોરલ લેંઘામાં ચમકી રાધિકા
હવામાન :
દ્રાક્ષને વૃધ્ધિ અને ફળ ધારણ કરવાના સમયગાળા દરમ્યાન ગરમ અને સુકુ વાતાવરણ માફક આવે છે. ભેજવાળું વાતાવરણ આ પાકને માફક આવતું નથી. જે વિસ્તારમાં ઉષ્ણાતમાન 15 થી 40 ડીગ્રી સેલ્સિયસની વચ્ચે હોય ત્યાં દ્રાક્ષ સફળ રીતે થઈ શકે છે. ફળના વૃધ્ધિ અને વિકાસ દરમ્યાન તાપમાન 40 ડીગ્રી સેલ્સિયસ કરતાં વધે તો ફળના કદમાં ઘટાડો તેમજ ફળ ઓછા બેસે છે, તેમજ ફળની છાલ જાડી થઈ જાય છે. ભેજવાળા કે વાદળછાયા વાતાવરણથી રોગ–જીવાતનો ઉપદ્રવ વધે છે. ફુલ આવવાના સમયે અને ફળોના વિકાસ દરમ્યાન વરસાદ નુકશાનકર્તા છે.
જમીન :
દ્રાક્ષનો પાક વિવિધ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. ખાસ કરીને ગોરાડુ, મધ્યમ કાળી અને લાલ જમીન આ પાકને વધુ અનુકુળ છે. જમીન સારા નિતારવાળી અને ફળદ્રુપ હોવી જોઈએ. જમીન ઉપરનું 90 સે.મી. પડ સખત ન હોવું જોઈએ. જમીનનો પી.એચ. આંક 6.5 થી 7.5 હોય તો આ પાક સારી રીતે લઈ શકાય છે.
દ્વાક્ષની વિવિધ જાતો :
ભારતમાં આશરે 1000 જેટલી દ્વાક્ષની જાતોનું વાવેતર થાય છે. જેમાં તાસ–એ–ગણેશ, પુસા સીડલેશ, ડીલાઈટ, અનાબે–શાહી, બેંગ્લોર બ્લુ, ભોંકરી, ગુલાબી, કાલી સહેલી, પરલેટ, થોમ્પસન સીડલેશ, શરદ સીડલેશ, સોનાકા વિગરે જાતો મુખ્ય છે. તદુપરાંત ભારતીય બાગાયત અનુસંધાન સંસ્થા, ૮યહબચ૯લ હેસારઘટ્ટા, બેંગ્લોર ધ્વારા ઘણી સંકર જાતો બહાર પાડવામાં આવેલ છે જેવી કે અર્કાવતી, અર્કા હંસ, અર્કા કંચન, અર્કા શ્યામ, અર્કા નીલમની, અર્કા શ્વેતા, અર્કા મેજેસ્ટીક, અર્કા ચિત્રા, અર્કા કિશ્ના, અર્કા સોમ, અર્કા ટ્રીશ્ના. ધણી વિદેશી જાતોનું પણ દેશમાં વાવેતર થાય છે જેવી કે ઈટાલીયા, અસારીયો, અલ્મેરીયા, કાર્ડીનલ અને ગોલ્ડ વિગેરે. આ બધી પૈકી ગુજરાત માટે તાસ–એ–ગણેશ, પુસા સીડલેશ, ડીલાઈટ, અનાબે–શાહી, થોમ્પસન સીડલેશ, શરદ સીડલેશ, સોનાકા જેવી જાતોની ભલામણ કરેલ છે.
ગુજરાતમાં બોલરોએ કર્યો ચમત્કાર : 20 રનમાં ઈંગ્લેન્ડની અડધી ટીમને કરી દીધી ઘરભેગી
ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો બિંદાસ આ દેશોમાં પણ ચલાવી શકો છો ગાડી, નહી પકડે પોલીસ
સંવર્ધન :
દ્રાક્ષનું સંવર્ધન ખાસ કરીને કટકા કલમ પધ્ધતિ તેમજ ગ્રાફટીંગ (કલમ ચઢાવવી) પધ્ધતિનો ઉપયોગ થાય છે. કટકા કલમમાં ત્રણ થી ચાર વર્ષના જુના વેલામાંથી ચાર આંખોવાળા પેન્સીલ જેટલી કદના 8 થી 10 સે.મી ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટુકડાને આઈ.બી.એ. (વૃધ્ધિ નિયંત્રક)ની 500 પીપીએમની માવજત આપવાથી મુળ જલ્દી ફુટે છે અને મુળનો વિકાસ સારો થાય છે.
રોપણી:
સમય: સામાન્ય રીતે દ્રાક્ષના તૈયાર થયેલ છોડને મધ્ય ભારતમાં નવેમ્બર–ડીસેમ્બર માસ દરમ્યાન રોપણી કરવામાં આવે છે. જયારે દક્ષિણ ભારતમાં ડીસેમ્બર–જાન્યુઆરી અને ઉત્તર ભારતમાં ફ્રેબ્રુઆરી–માર્ચ દરમ્યાન રોપણી કરવામાં આવે છે. જયાં પાણીની તંગી હોય ત્યાં ચોમાસાની શરૂઆતમાં રોપણી કરવી જોઈએ.
ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી
પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ
અંતર:
દ્રાક્ષનું રોપણી અંતર, જાત અને તાલીમ પધ્ધતિ પર આધાર રાખે છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ''થોમસન સીડલેશ'' જાત મંડપ પધ્ધતિમાં 1.2 મી. બે છોડ વચ્ચે અને 3.6 મી. બે હાર વચ્ચે અંતર રાખી રોપણી કરવામાં આવે છે.
પધ્ધતિ:
પાકની રચના પ્રમાણે તૈયાર કરેલ જમીનમાં 60 સે.મી. ઉંડા, પહોળા અને લાંબા ખાડા તૈયાર કરવા. ઉપરના અડધા ખાડાની માટી અલગ રાખવી. અલગ રાખેલી માટીમાં 15–20 કિ.ગ્રા. દેશી ખાતર, લીલા સુકા પાન, 1 કિલો સીંગલ સુપર ફોસ્ફેટ, 500 ગ્રામ પોટાશ અને 100 ગ્રામ મિથાઈલ પેરાથીઓન પાવડર ભેળવી ખાડો ભરી દેવો. ત્યારબાદ એક વષ જુના મુળવાળી કટકા કલમ ખાડાના મધ્યભાગમાં રોપવી.
Tour Package: લદ્દાખ જવું છે તો આ છે ગોલ્ડન પેકેજ, આટલા સસ્તામાં કોઈ નહીં લઈ જાય
ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, ઇતિહાસ પ્રેમીઓ ખાસ લે આ સ્થળોની મુલાકાત
કેળવણી :
દ્રાક્ષ એ વેલાવાળો પાક હોવાથી શરૂઆતથી વેલાને કેળવણી આપવી જરૂરી છે. જેનાથી દ્રાક્ષના વર્ષ દરમ્યાન થતાં ખેતી કાર્યો સહેલાઈથી કરી શકાય છે. તેમજ પાંદડાઓને પુરતો પ્રકાશ મળે અને હવાની અવરજવર સારી રીતે થાય છે. આ માટે જુદા જુદા આકારનો ઉપયોગ કરીએ છીએ. જેને ટ્રેલીસ કહે છે. ખાસ કરીને મંડપ, ટી(ત), વાય (થ) તેમજ છાપરાકાર ટ્રેલીસનો ઉપયોગ દ્રાક્ષના વેલાની કેળવણી કરવા થાય છે. ગુજરાતમાં દ્રાક્ષના વેલાને એક થડ વધવા દઈ જરૂર પ્રમાણે દોઢથી બે મીટરની ઉંચાઈ બાદ મંડપ પધ્ધતિ અથવા ટેલીફોન પધ્ધતિ દ્વારા કેળવણી આપવાની ભલામણ છે.
તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં આ વ્યક્તિ બની જાય છે કરોડપતિ, પ્રતિ મિનિટ કમાય છે 5 લાખ
HDFC બેંકે લોન્ચ કર્યા 4 નવા ક્રેડિટ કાર્ડ, મળશે વ્યાજ ફ્રી લોન, GST પર બચતનો ફાયદો
છાંટણી:
દ્વાક્ષમાં છાંટણી કરવાનો મુખ્ય હેતુ ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા અને સહેલાઈથી ખેતી કાર્યો થઈ શકે એ માટેનો છે. ત્યારબાદ દર વર્ષે જે તે વિસ્તાર અને જાત મુજબ છાંટણી કરવામાં આવે છે. ગુજરાત માટે દ્રાક્ષને વર્ષમાં બે વખત છાંટણી કરવા ભલામણ છે. સામાન્ય રીતે માર્ચ–એપ્રિલ અને ઓકટોબર–નવેમ્બર માસમાં છાંટણી કરવામાં આવે છે. માર્ચ–એપ્રિલની છાંટણીમાં પેટા શાખા પર એક આંખ રાખવામાં આવે છે. આ છાંટણીને ''બેક છાંટણી'' કહે છે. જયારે ઓકટોબર–નવેમ્બરની છાંટણીમાં દ્રાક્ષની જાત પ્રમાણે આંખો રાખી છાંટણી કરવામાં આવે છે.
દા.ત. –થોમ્પસન સીડલેશ'' જાતમાં 6 થી 8 આંખો રાખવામાં આવે છે. આ પ્રકારની છાંટણીને ''ફોરવર્ડ'' છાંટણી કહે છે. આ છાંટણી કર્યા બાદ 4 થી 5 મહિને વેલા ફળ આપવાનું ચાલુ કરે છે.
ખાતર :
ફુલ ફળ બેસે તે પહેલા એટલે શરૂઆતના વર્ષમાં વેલા દીઠ 100 ગ્રામ યુરિયા અને 200 ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ એક માસના સમયાંતરે આપવા. જેનાથી પર્યાપ્ત ડાળીઓ અને વેલાનો વિકાસ થાય છે. 3-5 વષના વેલાને, વષમાં 500 કિ.ગ્રા. નાઈટ્રોજન(1086 કિ.ગ્રા. યુરિયા), 125 કિ.ગ્રા. ફોસ્ફરસ (782 કી.ગ્રા. સુપર ફોસ્ફેટ) અને 350 કિ.ગ્રા. પોટાશ (583 કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ ) હેકટરદીઠ આપવા. 5 વષથી ઉપરના વેલાને, વર્ષમાં 500 કિ.ગ્રા. નાઈટ્રોજન (1086 કિ.ગ્રા. યુરિયા), 500 કિ.ગ્રા. ફોસ્ફરસ (3125 કી.ગ્રા. સીંગલ સુપર ફોસ્ફેટ), 1000 કિ.ગ્રા. પોટાશ (1660 કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ) હેકટર દીઠ આપવો જોઈએ.
પિયત:
મુખ્યત્વે દ્રાક્ષને અર્ધસુકા વિસ્તારમાં જયાં વરસાદ અપુરતો હોય ત્યાં વાવેતર કરવામાં આવે છે, જેથી પુરક પિયત આપવું જરૂરી છે. દ્રાક્ષના વેલાના અલગ અલગ વૃધ્ધિ તબકકા મુજબ પાણીની જરૂરિયાત અલગ અલગ છે. ફળ બેસે તે દરમ્યાન 5 થી 7 દિવસના અંતરે પિયત આપવું. કાપણીના 10 દિવસ પહેલા પિયત બંધ કરવું જોઈએ. જેનાથી ફળની ગુણવત્તા જળવાશે. ઉનાળુ હેતુમાં 5થી 7 દિવસના અંતરે પિયત આપવું. પિયત હંમેશા ઢાળિયા–પાળા પધ્ધતિ કે રીંગ પધ્ધતિથી આપવું.
નીંદામણ:
વર્ષમાં બેથી ત્રણ વાર ખેડ અને જરૂરિયાત પ્રમાણે નીંદામણ કરતા રહેવું જોઈએ.
વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ :
વૃધ્ધિ નિયંત્રકો ઉત્પાદન વધારવા સાથે ફળની ગુણવત્તા સુધારે છે. આ માટે જુદા જુદા વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ફળની નિકાસ યોગ્ય ગુણવત્તા તેમજ નિકાસના ધારાધોરણ મુજબ કરવો જોઈએ. દ્વાક્ષમાં જુદા જુદા વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ, પ્રમાણ, સમય અને અસર નીચે મુજબ છે.
પાક સંરક્ષણ :
રોગ :
એન્થ્રેકનોઝ (કાલવ્રણ) : આ રોગમાં પાન ઉપર ભુખરા કાળા ડાધા પડે છે. આ રોગનું પ્રમાણ ઓકટોબર– નવેમ્બરમાં વધુ જોવા મળે છે. તેના નિયંત્રણ માટે અસર પામેલ ડાળી દુર કરવી તેમજ નવી ફુટતી કુમળો અને ડાળી ઉપરનો છંટકાવ કરવો.
ભુકી છારો:
ફૂગથી આ રોગ થાય છે. સફેદ–ભૂખરા રંગની ફૂગ ફળ પાન વગેરે ઉપર હૂમલો કરે છે. તેના નિયંત્રણ માટે 0.2 ટકા સલ્ફરના બે થી ત્રણ છંટકાવ 5-7 દિવસના અંતરે કરવા જોઈએ. આ ઉપરાંત સીસ્ટેમિક ફુગનાશક દવાનો છંટકાવ કરવાની ભલામણ છે.
કાપણી અને ઉત્પાદન :
દ્રાક્ષની કાપણી તેના જુદા જુદા ઉપયોગ મુજબ કરવામાં આવે છે. જો દ્રાક્ષનો ઉપયોગ કિસમિસ બનાવવા કરવાનો હોય તો, દ્રાક્ષની કાપણી છેલ્લા તબકકે કરવી. જેનાથી ખાંડનું પ્રમાણ વધે અને સુકી દ્રાક્ષનું વજન પણ વધારે મળે. ટેબલ હેતુ એટલે કે સીધા ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે તો બરોબર પરિપકવ થયે, દુધિયા લીલા રંગ આવે ત્યારે કાપણી કરવી. જયારે ઝુમખાની બધી દ્રાક્ષ એકસરખા રંગની અને કદની થાય તેમજ ઝુમખાનું વજન 300 થી 750 ગ્રામનું થાય ત્યારે કાપણી કરવી જોઈએ. કાપણી હંમેશા વહેલા સવારના સમયે લાંબી કાતર વડે કરવું. ઉતારેલા ઝુમખાને વગીકરણ કરી, ર થી ૪ કિલોના કાડબોડ કે પેપર પસ્તી અથવા ટીસ્યુ પેપરમાં લપેટી બજારમાં વેચાણ માટે મુકવા. જો દ્રાક્ષનો સંગ્રહ કરવો હોય તો 0થી 10 સે. ઉષ્ણતામાન અને 90 થી 95 ટકા સાપેક્ષ ભેજમાં કરી શકાય છે. સામાન્ય રીતે યોગ્ય માવજતથી દ્રાક્ષનું હેકટરે 25 થી 30 ટન ઉત્પાદન મેળવી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે