`ગંડુશા` છે અનુષ્કાની ગ્લોઇંગ ચહેરાનું રહસ્ય, 5 હજાર વર્ષ જૂની થેરેપીના છે અઢળક ફાયદા
Anushka Sharma glowing skin secrets: અનુષ્કા શર્માની મુસ્કાન પર દરેક જણ ફિદા છે પરંતુ તેની આ મુસ્કાન પાછળ શું રહસ્ય છે તે બહુ ઓછા લોકો જાણે છે. અનુષ્કાએ પોતાના આ ખુબસુરત ચહેરાનું સીક્રેટ પણ જણાવ્યું છે. જાણો શું છે.
Anushka Sharma Skin Care Tips: બોલીવુડની ચુલબુલી અભિનેત્રી અને શાનદાર ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા એવી અભિનેત્રીઓમાંથી એક છે જે સારા અભિનયની સાથે સાથે સુંદરતામાં પણ ખુબ આગળ છે. તે પોતાની ખુબસુરતી જાળવવા માટે માત્ર યોગ, કસરત કે હેલ્ધી ડાયેટ જ નહીં પરંતુ આયુર્વેદનો પણ ભરપૂર ઉપયોગ કરે છે. અનુષ્કા શર્માની મુસ્કાન પર દરેક જણ ફિદા છે પરંતુ તેની આ મુસ્કાન પાછળ શું રહસ્ય છે તે બહુ ઓછા લોકો જાણે છે. અનુષ્કાએ પોતાના આ ખુબસુરત ચહેરાનું સીક્રેટ પણ જણાવ્યું છે. જાણો શું છે.
સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? RC જ આ ડોક્યુમેંટ પણ કરાવવા પડશે ચેંજ
ઘનશ્યામ પાંડેમાંથી કેવી રીતે બન્યા ભગવાન સ્વામીનારાયણ,અબૂધાબીમાં બની રહ્યું છે મંદિર
આ છે રહસ્ય
ગંડુશા એ 5000 વર્ષ જૂની એક આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ છે. જેમાં તેલનો ઉપયોગ થાય છે. ગંડુશા ચિકિત્સામાં સવારે ખાલી પેટે મોઢામાં તેલ ભરીને કોગળા કરવામાં આવે છે. જેને આધુનિક યુગમાં ઓઈલ પુલિંગ કે તેલના કોગળા કહે છે. આ પ્રક્રિયામાં તેલને મોઢામાં ભરીને થોડીવાર માટે આમ તેમ ઘૂમાવવામાં આવે છે. ત્યારબાદ તેલના કોગળા કરાય છે. આ કરવા માટે 4થી 5 મિનિટનો સમય પૂરતો રહે છે. ઓઈલ પુલિંગ કે ગંડુશા કરવાના અનેક સ્વાસ્થ્ય લાભ છે.
બમણા થઇને મળશે તમારા રૂપિયા, રિટર્નની ગેરન્ટીવાળી આ યોજનામાં કરી શકો છો રોકાણ
આ સરકારી યોજના ઘરેબેઠા તમને બનાવશે લખપતિ, આઇડિયા આપો રૂપિયા લઇ જાવ
ગંડુશાના ફાયદા
નિયમિત રીતે ગંડુશા કરનારાના દાંતની ચમક જળવાઈ રહે છે. તેનાથી શરીરની ગંદકી બહાર જતી રહી છે. ગળામાં થનારા સંક્રમણથી બચાવ થાય છે. ગંડુશાથી નાક, કાન અને ગળાની સમસ્યાઓથી છૂટકારો મળે છે. આ પદ્ધતિ ત્વચા પર ગ્લો લાવવાનું કામ કરે છે. મોઢાની દુર્ગંધથી પણ છૂટકારો મળે છે. દાંતોની સમસ્યાઓ જેમ કે કેવિટી, પીળાપણું, અને પાયોરિયાથી છૂટકારો મળે છે. દાંતનો દુખાવો પણ દૂર થાય છે. ઓઈલ પુલિંગ કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓથી પણ છૂટકારો મળે છે. જેના કારણે તમારો ચહેરો કુદરતી રીતે ગ્લો કરવા લાગે છે.
Multibagger Stock: એક વર્ષમાં 1400 થી 6500 પાર પહોંચ્યો સ્ટોક, પૈસા લગાવનારને જલસો
IPO in India: આઇપીઓના નિયમોને કડક બનાવવાનો નિર્ણય, દૂર થશે ગેરરીતિઓ
ગંડુશા કે ઓઈલ પુલિંગ માટે કયું તેલ સૌથી સારું
ગંડુશા કે ઓઈલ પુલિંગ કરવા માટે તમે તલનું તેલ કે કોપરેલનો ઉપયોગ કરી શકો છો. ગંડુશા માટે આ બંને તેલ સારા ગણવામાં આવ્યા છે. જો કે જો તમારા દાંતના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેલના કોગળા કરવાનું વિચારી રહ્યા હોવ તો સરસવનું તેલ તમારા માટે સારું રહેશે. જો કે સરસવના તેલના કોગળા ખાલી પેટે ન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે.
Reels બનાવવાનો શોખ છે તો સરકાર આપી રહી છે મોટી તક, 'બાપા ગર્વથી કહેશે મારો બાબો છે'
Narco Test:બોડીમાં જતા જ ફટફટ બહાર નિકળે આવે બધું સત્ય! હિપ્નોટાઇઝ થઇ જાય છે વ્યક્તિ