Narco Test: બોડીમાં જતા જ ફટફટ બહાર નિકળે આવે બધું સત્ય! હિપ્નોટાઇઝ થઇ જાય છે વ્યક્તિ

સત્ય જાણવા માટે નાર્કો ટેસ્ટ દરેકનો થતો નથી. આ સામાન્ય રીતે પોલીસ દ્વારા રીઢા ગુનેગારો પાસેથી સત્ય જાણવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટને નાર્કો એનાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Narco Test: બોડીમાં જતા જ ફટફટ બહાર નિકળે આવે બધું સત્ય! હિપ્નોટાઇઝ થઇ જાય છે વ્યક્તિ

What Is Narco Test: સત્ય જાણવા માટે નાર્કો ટેસ્ટ દરેકનો થતો નથી. આ સામાન્ય રીતે પોલીસ દ્વારા રીઢા ગુનેગારો પાસેથી સત્ય જાણવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટને નાર્કો એનાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

શું છે નાર્કો ટેસ્ટ (Narco Test)? 
આ એક ડિસેપ્શન ડિટેક્શન ટેસ્ટ છે, જેમાં વ્યક્તિની નસમાં એક ખાસ પ્રકારની દવા નાખવામાં આવે છે. આ સાથે વ્યક્તિ એનેસ્થેસિયાના વિવિધ તબક્કામાં પહોંચે છે. ત્યારબાદ બાદ તેને સવાલ-જવાબ કરવામાં આવે છે. નાર્કો ટેસ્ટમાં આખી રમત આ એક ડ્રગ વિશે છે જે વ્યક્તિને હિપ્નોટાઇઝ કરે છે.

નાર્કો ટેસ્ટમાં વપરાયેલી દવા
નાર્કો ટેસ્ટ માટે સોડિયમ પેન્ટોથલ નામની દવાનો ઉપયોગ થાય છે. તેને 'ટ્રુથ સીરમ' પણ કહેવામાં આવે છે. તેને નસમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. તેના ડોઝને તૈયાર કરવા માટે 3 ગ્રામ સોડિયમ પેન્ટોથલને 3000 એમએલ ડિસ્ટિલ્ડ વોટર ને મિક્સ કરવામાં આવે છે. આ માત્રા વ્યક્તિની ઉંમર, લિંગ અને મેડીકલ કંડીશન પર પણ આધાર રાખે છે.

ફિટનેસ ટેસ્ટ પછી જ થઇ શકે છે નાર્કો
નાર્કો ટેસ્ટ પહેલા વ્યક્તિનો ફિટનેસ ટેસ્ટ કરાવવો જરૂરી છે. જેમાં ફેફસાં અને હૃદયની બારીકાઈથી તપાસ કરવામાં આવે છે. આ સાથે, કેટલાક ઉપકરણોની મદદથી, વ્યક્તિના હિપ્નોટાઇઝના સ્ટેજને પણ મોનિટર કરવામાં આવે છે. 

નાર્કો ટેસ્ટમાં વ્યક્તિ કેવી રીતે બોલવા લાગે છે સત્ય
આ ટેસ્ટમાં વ્યક્તિને દવા આપવામાં આવે છે અને તેને એટલી હદે હિપ્નોટાઈઝ કરવામાં આવે છે કે તે ઈચ્છે તો પણ કોઈ સત્ય છુપાવી શકતો નથી. વ્યક્તિને આ અવસ્થામાં લાંબો સમય રાખી શકાતો નથી, એટલા માટે રિસ્પોન્સ ઘણા ટુકડામાં મળે છે. જો કે આ ટેસ્ટનો સફળતાનો દર 100 ટકા નથી, તેમ છતાં કાયદાકીય પ્રક્રિયામાં જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ટેસ્ટમાં આ લોકોની હાજરી જરૂર
આ ટેસ્ટનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. જ્યાં સુધી સાયકોલોજિસ્ટ, એનેસ્થેસિયોલોજિસ્ટ, ટેકનિશિયન અને મેડિકલ સ્ટાફ ન હોય ત્યાં સુધી આ ટેસ્ટ શરૂ કરી શકાતો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news