આ 3 વસ્તુથી સફેદ વાળને કરો કલર, Side Effect વિના લાંબા સમય સુધી ટકશે કલર
Natural Color For White Hair: સામાન્ય રીતે જ્યારે ઉંમર વધે છે ત્યારે માથાના વાળ સફેદ થાય છે. પરંતુ આજના સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે તેના કારણે 20 થી 25 વર્ષની ઉંમરમાં પણ માથાના વાળ સફેદ થવા લાગે છે.
Natural Color For White Hair: સામાન્ય રીતે જ્યારે ઉંમર વધે છે ત્યારે માથાના વાળ સફેદ થાય છે. પરંતુ આજના સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે તેના કારણે 20 થી 25 વર્ષની ઉંમરમાં પણ માથાના વાળ સફેદ થવા લાગે છે. જો તમારી પણ આવી સ્થિતિ હોય તો ચિંતા કરવાની જરૂર નથી તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી શકો છો.
આ પણ વાંચો:
તમે પણ વાળને આ રીતે બાંધો છો ટુવાલમાં? તો તમે જાતે કરી રહ્યા છો ટકલા બનવાની તૈયારી
Egg White ને આ રીતે લગાવો વાળમાં, માથામાંથી ખોડો થઈ જશે એકવારમાં દુર
Skin Care માં મીઠાના પાણીનો વધી રહ્યો છે ટ્રેંડ, જાણો તેના ફાયદા અને નુકસાન વિશે
બ્લેક ટી
સફેદ વાળની સમસ્યાને બ્લેક ટી થી દુર કરી શકાય છે. કારણકે તે વાળ માટે ટોનરનું કામ કરે છે. આ ટોનર બનાવવા માટે પાણીમાં બ્લેક ટીને ઉકાળો. જ્યારે પાણીનો રંગ કાળો થઈ જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી અને ઠંડુ કરી લો. આ પાણી માથાના મૂળથી લઈને છેડા સુધી લગાડો. ત્યાર પછી વાળને સુકાવા દો. વાળ એકદમ સુકાઈ જાય પછી પાણીથી તેને ધોઈ લો.
હર્બલ હેર માસ્ક
આ માસ્ક પણ આયુર્વેદિક વસ્તુની મદદથી બને છે. તેના માટે એક વાટકીમાં એક ચમચી નીલ, એક ચમચી ત્રિફળા પાવડર, એક ચમચી ભ્રામી પાઉડર, બે ચમચી કાળી ચા, એક ચમચી આમળાનો પાઉડર અને એક ચમચી કોફી લેવી. તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરીને તેને ધીમા તાપે પકાવો. જ્યારે આ પેસ્ટ તૈયાર થઈ જાય તો તેને ઠંડી કરીને માથા ઉપર 30 મિનિટ માટે લગાવો. નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી વાળ કાળા થવા લાગે છે.
મેથીના દાણા
મેથીનો ઉપયોગ પણ રસોઈમાં તમે ઘણી વખત કર્યો હશે મેથીના આ દાણા તમારા સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી શકે છે. તેના માટે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તેને પીસી અને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને માથામાં લગાવી લો અને પછી એક કલાક માટે સુકાવા દો. ત્યાર પછી વાળને ધોઈ લ્યો. નિયમિત રીતે આ પ્રોસેસને ફોલો કરશો તો થોડા દિવસમાં સફેદ વાળ પણ કાળા થતા જોવા મળશે.