Skin Care માં મીઠાના પાણીનો વધી રહ્યો છે ટ્રેંડ, જાણો તેનાથી થતા ફાયદા અને નુકસાન વિશે
Skin Care With Salt Water: સોલ્ટ વોટરના ઉપયોગથી ફાયદા થાય છે તેની સાથે કેટલાક નુકસાન પણ થઈ શકે છે. તેથી તેનો ઉપયોગ કરતા પહેલા તેના વિશે પૂરતી માહિતી મેળવી લેવી ખૂબ જ જરૂરી છે.
Trending Photos
Skin Care With Salt Water: આજના સમયમાં સ્કીન કેર માટે સોલ્ટ વોટર નો ઉપયોગ વધવા લાગ્યો છે. સાથે જ સોલ્ટ બાથનું ચલણ પણ વધી રહ્યું છે. તેનાથી ત્વચા ને ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ કહેવાય છે ને કે દરેક વસ્તુના ફાયદાની સાથે કેટલાક નુકસાન પણ હોય છે. સોલ્ટ વોટરના ઉપયોગથી ફાયદા થાય છે તેની સાથે કેટલાક નુકસાન પણ થઈ શકે છે. તેથી તેનો ઉપયોગ કરતા પહેલા તેના વિશે પૂરતી માહિતી મેળવી લેવી ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો:
એક્સપર્ટનું જણાવવું છે કે સોલ્ટ વોટર થી ફાયદા અને નુકસાન બંને થઈ શકે છે. તેનો ઉપયોગ કરવાથી સ્કીનના ડેડ સેલ્સ નીકળી જાય છે અને સ્કીનનું ટેક્સચર સુધરે છે. પરંતુ સાથે જ તેનાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી સ્કીન ઉપર ખંજવાળ સનબર્ન જેવી નેગેટિવ ઇફેક્ટ પણ જોવા મળે છે. તેનો ઉપયોગ કર્યા પછી ત્વચાની સંભાળ કરવી જરુરી છે. આમ ન કરવાથી ત્વચા પર રેશિસ પણ થઈ શકે છે.
આ બાબતોને રાખો ધ્યાનમાં
- જો તમે સોલ્ટ વોટરથી સ્કીનની સંભાળ રાખવા ઈચ્છો છો તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખાસ જાણવું જરૂરી છે. તેનો ઉપયોગ કરીને તમે એન્ટી ઇન્ફલામેટરી માસ્ક બનાવી શકો છો. તેના માટે તમારે મીઠું પાણી અને મધનો ઉપયોગ કરવો પડશે.
- તમે મીઠામાંથી સ્ક્રબ પણ બનાવી શકો છો. તેના માટે અડધો કપ ઓલિવ ઓઇલ અથવા તો નાળિયેરનું તેલ લેવું અને તેમાં સી વોટર મિક્સ કરીને સ્કીન ઉપર સ્ક્રબિંગ કરો. ત્યાર પછી મોસ્ચ્યુરાઈઝર લગાવી લેવું.
- તમે સોલ્ટ બાથ પણ લઈ શકો છો તેના માટે નહાવાના પાણીમાં બે ચમચી મીઠું ઉમેરી દેવું. તેનો ઉપયોગ કરવાથી સ્કીનમાં રહેલું એક્સ્ટ્રા ઓઇલ દૂર થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે