Itchy Scalp: ગરમીના દિવસોમાં વાળ સંબંધિત કેટલીક સમસ્યાઓ વધી જાય છે. જેમાં સૌથી વધારે જોવા મળે છે માથામાં આવતી ખંજવાળ. તમે ઘણા લોકો એવા જોયા હશે જેમનો હાથ થોડી થોડી વારે માથામાં પહોંચતો હોય. આમ થવાનું મુખ્ય કારણ હોય છે માથામાં આવતી ખંજવાળ છે. ગરમીના દિવસોમાં પરસેવાના કારણે આ તકલીફ વધી જતી હોય છે. આ સિવાય ડ્રાય સ્કેલ્પ, ડેન્ડ્રફ અને પરસેવાના કારણે થતા ફંગલ ઇન્ફેક્શનના કારણે પણ માથામાં ખંજવાળ આવતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ડાયટિંગ અને એક્સરસાઇઝ પછી પણ નથી ઘટતું વજન ? તો અપનાવો આ આદત, ઝડપથી દેખાશે રિઝલ્ટ


માથામાં આવતી ખંજવાળથી છુટકારો મેળવવો હોય તો કેટલાક ઉપાય ઝડપથી કરી લેવા જોઈએ. આ ઉપાયો એવા છે જેને કરવા માટે તમારે પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નથી. ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓની મદદથી માથામાં આવતી ખંજવાળથી મુક્તિ મેળવી શકાય છે. આજે તમને કેટલાક આવા જ સરળ ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરીને તમે માથામાં આવતી ખંજવાળથી મુક્તિ મેળવી શકો છો. 


માથાની ખંજવાળ દુર કરવાના ઉપાયો


આ પણ વાંચો: Sun Tan: અઠવાડિયામાં બે વખત આ વસ્તુ લગાડો ચહેરા પર, તડકાના કારણે પડેલા નિશાન થશે દૂર


નાળિયેર તેલ


નાળિયેર તેલ નેચરલ મોસ્ચરાઈઝર છે. તેનાથી માથામાં આવતી ખંજવાળથી રાહત મળે છે. જો માથામાં વધારે ખંજવાળ આવતી હોય તો નાળિયેર તેલને ગરમ કરીને માથામાં તેનાથી માલિશ કરવી જોઈએ. 


દહીં


દહી પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. તેમાં રહેલા તત્વ માથામાં આવતી ખંજવાળથી તુરંત રાહત આપે છે. તાજા દહીંને માથામાં સારી રીતે લગાડી 30 મિનિટ સુધી રાખી પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા જોઈએ. 


આ પણ વાંચો: વાળને મૂળથી કાળા કરવા હોય તો આ 2 વસ્તુનો કરો ઉપયોગ, મહેંદી કે ડાઈની જરૂર નહીં પડે


એલોવેરા જેલ


એલોવેરા જેલમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવાથી માથામાં આવતી ખંજવાળ અને બળતરા દૂર થાય છે. એલોવેરા જેલને વાળમાં 20 મિનિટ સુધી રાખી પછી વાળ શેમ્પુ કરવા જોઈએ.


લીંબુનો રસ


જો માથામાં ઇન્ફેક્શનના કારણે ખંજવાળ આવતી હોય તો લીંબુનો રસ લગાડવો જોઈએ. લીંબુનો રસ લગાડીને 15 મિનિટ પછી વાળ ધોઈ લેવાથી ખંજવાળ દૂર થાય છે. 


આ પણ વાંચો: Glowing Skin: ઉનાળામાં ચહેરાની ત્વચાને સુંદર અને ચમકદાર બનાવવા અપનાવો આ ઘરેલુ ઉપાય


આ વાતનું પણ રાખો ધ્યાન


જો તમને માથામાં વધારે પ્રમાણમાં ખંજવાળ આવતી હોય તો હંમેશા ઠંડા પાણીથી માથું ધોવાનું રાખો. ગરમ પાણીથી સ્કેલ્પમાં રહેલ નેચરલ ઓઇલનો નાશ થઈ જાય છે. 


આ સિવાય માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો. વધારે કેમિકલ યુક્ત શેમ્પૂથી પણ વાળ ડેમેજ થાય છે. 


આ પણ વાંચો: Weight loss: બસ 21 દિવસ ફોલો કરો આ રુટીન, ઝડપથી થઈ જશો Fat માંથી Fit


ઘણા લોકોને રોજ વાળ ધોવાની આદત હોય છે. આ આદત પણ વાળને નુકસાન કરે છે. અઠવાડિયામાં એક કે બે વખત જ વાળ ધોવા જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)