Holi 2023: હોળી રમતી વખતે સ્માર્ટફોનમાં જતું રહ્યું છે પાણી તો તરત જ કરો આ કામ
Holi Tips And Tricks: દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છએ. હોળી રમતી વખતે સેલ્ફી લેવા માટે લોકો પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ક્લિક કરતી વખતે ફોનમાં પાણી ભરાઈ જવાથી ફોન ખરાબ થઈ જાય છે.
Holi Tips And Tricks: સ્માર્ટફોન બગડવાની સમસ્યા પાણીના કારણે જ આવતી હોય છે. હોળી રમતી વખતે ફોનને પાઉચમાં રાખવો જોઈએ. પરંતુ જો ફોનમાં પાણીમા પડી ગયો હોય અને તમે વિચારી રહ્યાં હોવ કે તેને કેવી રીતે સરખો કરવો. તો કરો આ ઉપાય..
સૈૌથી પહેલા ફોનને કરો બંધ
જો ફોનમા પાણી જતુ રહ્યું હોય તો અથવા તો ફોન ભીનો થઈ ગયો હોય તો તેને સ્વીચ ઓફ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સ્થિતિમાં તેને ચાલુ કરવાનો પ્રયાસ કરશો નહીં. ફોન પર કોઈપણ બટન દબાવો નહીં. જેના કારણે શોર્ટ સર્કિટ થવાનો ભય છે.
ફોનને હેર ડ્રાયર વડે સુકવો
ફોન બંધ થતાં જ તેમાંથી સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી લો. ત્યાર પછી ફોનને હેર ડ્રાયર વડે સુકાવો. પરંતુ ધ્યાન રાખો કે હેર ડ્રાયરને થોડે દૂર રાખો.
આ પણ વાંચો:
Auto Update System: હવે તમામ ડિજીલોકર દસ્તાવેજો આધારથી થશે ઓટો અપડેટ
Income Tax: આ વખતે કેટલો રહેશે તમારો ઈન્કમ ટેક્સ? આ રીતે ઝડપથી કરો ગણતરી
બુધવારે કરી લો આ ખાસ કામ, આર્થિક ઉન્નતિ સાથે દરેક સમસ્યાઓનું મળશે સમાધાન
ફોનને ચોખા વચ્ચે મૂકી દો
ફોનની ઉપર દેખાતા પાણીને પેપર કે નેપકિન વડે જ સાફ કરો. જો તમારી પાસે હેર ડ્રાયર નથી. તો ફોનને સૂકા ચોખાની અંદર મૂકો. હેડફોન જેક, ચાર્જિંગ પોર્ટ અથવા સિમ ચોખા અંદર મૂકો ટ્રેની અંદર ચોખા ન આવે તેનું ધ્યાન રાખો. ફોનને ઓછામાં ઓછા 24 કલાક ચોખાની અંદર રાખો.
ફોનને લેમિનેટ કરાવો
ફોનનું લેમિનેટ કરવું શ્રેષ્ઠ વિકલ્પ છે. લેમિનેટ કરાવાથી ફોન થોડો જૂનો લાગે છે. પરંતુ તે પાણી જતા અટકાવે છે. તેમાં બહુ ખર્ચ પણ થતો નથી. બજારમાં ઘણા લિક્વિડ પ્રોટેક્શન પણ ઉપલબ્ધ છે, જેથી તમે ફોનને સુરક્ષિત રાખી શકો. જો તમે હોળી પર બહાર રમવા જાવ છો તો પોલીથીન તમારા ખિસ્સામાં ચોક્કસ રાખો.
ફોનના હોલ્સમાં ટેપ લગાવો
જો તમારી પાસે પોલીથીન ન હોય અથવા તે ભીની થઈ ગયી હોય તો બેકઅપમાં એક કામ ચોક્કસ કરો. માઇક, ચાર્જિંગ પોર્ટ, હેડફોન જેક, સ્પીકર્સ અને ફોનના અન્ય સ્થળો પર ટેપ ચોંટાડો. તેનાથી તમારો ફોન કવર થઈ જશે અને પાણી અંદર જઈ શકશે નહીં.
આ પણ વાંચો:
હોલિકા દહન વચ્ચે વરસાદથી લોકોમાં પેઠો અપશુકનનો ડર, અશુભના સંકેતોથી વધી ચિંતા...
Gas Leak Detector:ઘરમાં લગાવો આ ડિવાઈસ, ગેસ સિલિન્ડર લીકની કરશે જાણ
Watch Video: હોટ થવાના ચક્કરમાં ઉર્ફીએ બ્રાલેટ સાથે પહેર્યું એવું સ્કર્ટ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube