ચહેરાની સુંદરતા વધારવી હોય તો રોજ સવારે કરો આ એક કામ, ચહેરા પર આવશે ગજબનો Glow
Tips For Glowing Skin: કેમિકલ યુક્ત પ્રોડક્ટનો વધારે ઉપયોગ કરવાથી ચહેરા પરથી નેચરલ ગ્લો ગાયબ થઈ જાય છે. જેના કારણે ત્વચા ડલ દેખાય છે. આજે તમને સ્કિન સંબંધિત સમસ્યાઓને દૂર કરવાનો ઉપાય જણાવીએ. આ સરળ કામ કરશો તો તમારા ચહેરા પર કુદરતી નિખાર વધશે.
Tips For Glowing Skin: આજના સમયમાં એવી કોઈ વ્યક્તિ ન હોય જેને સુંદર દેખાવવું પસંદ ન હોય. ચહેરાની સુંદરતા વધારવા માટે લોકો અલગ અલગ પ્રકારના સ્કીન પ્રોડક્ટનો ઉપયોગ કરે છે સાથે જ સમયાંતરે બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવે છે. પરંતુ આ બધી વસ્તુઓની અસર તેનો ઉપયોગ કરો ત્યાં સુધી જ રહે છે તેનાથી કુદરતી નિખાર વધતો નથી. કેમિકલ યુક્ત પ્રોડક્ટનો વધારે ઉપયોગ કરવાથી ચહેરા પરથી નેચરલ ગ્લો ગાયબ થઈ જાય છે. જેના કારણે ત્વચા ડલ દેખાય છે. આજે તમને સ્કિન સંબંધિત સમસ્યાઓને દૂર કરવાનો ઉપાય જણાવીએ. આ સરળ કામ કરશો તો તમારા ચહેરા પર કુદરતી નિખાર વધશે.
આ પણ વાંચો:
જો વાળ ખરવાની સમસ્યા હોય તો ન ખાવી આ વસ્તુઓ, ખાશો તો થઈ જશો ટકલા
વાળ માટે અમૃત સમાન સાબિત થાય છે બટેટાની છાલ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
ચહેરાની રંગ નિખારે છે મિલ્ક પાવડર, ઉનાળા માટે આ રીતે બનાવો ટેનિંગ રિમુવલ માસ્ક
મોર્નિંગ સ્કીન કેર રૂટીન
- સવારે ખાલી પેટ હુંફાળા પાણી સાથે આમળા અથવા તો એલોવેરા જ્યુસ પીવું જોઈએ. તેનાથી શરીરમાં રહેલી ગંદકી નીકળી જાય છે અને ત્વચા ઉપર નિખાર આવે છે.
- રાત્રે પાણીમાં કિસમિસ પલાળી દેવી અને સવારે તેને ખાઈ અને પાણી પી જવું.
- રાત્રે સુતા પહેલા ચહેરા પર એલોવેરા જેલ લગાડવું તેનાથી ચહેરા પર પડેલા ડાઘ દૂર થાય છે.
- રાત્રે સુતા પહેલા અને સવારે જાગો ત્યારે ચહેરા પર ગુલાબજળ લગાડવું. થોડીવાર પછી ઠંડા પાણીથી ચહેરો ધોવો. તેનાથી ત્વચા સાફ થશે અને તાજગી વધશે.
- સવારે એક બાઉલમાં એક ચમચી ગુલાબજળ, બે થી ત્રણ તુલસીના પાનની પેસ્ટ અને એક ચપટી હળદર ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાડો અને પાંચ મિનિટ સુધી સર્ક્યુલર મોશનમાં મસાજ કરો. ત્યાર પછી ચહેરો ઠંડા પાણીથી સાફ કરો.
- સવારે ચહેરા પર તાજગી લાવવા માટે એક ચમચી કાચું દૂધ, એક ચમચી મધ, બે ચમચી ટામેટાનો રસ, એક ચમચી મુલતાની માટી લઈ બરાબર મિક્સ કરો. તેને ચહેરા પર લગાડો અને 20 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.