જો વાળ ખરવાની સમસ્યા હોય તો ન ખાવી આ વસ્તુઓ, ખાશો તો થઈ જશો ટકલા

How To Control Hair Fall: કેટલી વસ્તુઓ એવી પણ છે જેનું સેવન કરવાના કારણે પણ વાળ વધારે ખરે છે. આ પ્રકારનો આહાર વાળ ખરવાની સમસ્યાને વધારે છે. આ વસ્તુઓથી દુર રહેવાથી વાળ ખરવાની સમસ્યા વધે શકે છે. 

જો વાળ ખરવાની સમસ્યા હોય તો ન ખાવી આ વસ્તુઓ, ખાશો તો થઈ જશો ટકલા

How To Control Hair Fall: વર્તમાન સમયમાં મોટાભાગના લોકો ખરતાં વાળની સમસ્યાથી પરેશાન જોવા મળે છે. વાળ ખરવાની સમસ્યા દરેક ઋતુમાં જોવા મળે છે. તેનું મુખ્ય કારણ લોકોની ખરાબ લાઈફસ્ટાઈલ હોય છે. આ સિવાય કેટલી વસ્તુઓ એવી પણ છે જેનું સેવન કરવાના કારણે પણ વાળ વધારે ખરે છે. આ પ્રકારનો આહાર વાળ ખરવાની સમસ્યાને વધારે છે. આ વસ્તુઓથી દુર રહેવાથી વાળ ખરવાની સમસ્યા વધે શકે છે. 

માછલી 
જો તમે નોનવેજ ખાતા હોય તો માછલી ખાવાનું ટાળવું જોઈએ. ખરતાં વાળની સમસ્યામાં માછલી ખાવાથી સમસ્યા વધે છે. તેમાં મર્કરી હોય છે તેથી જો તમે તેનું સેવન કરો છો તો વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. જો તમને પહેલાથી જ વાળ ખરવાની સમસ્યા છે તો માછલી ખાવાનું બંધ કરવું જોઈએ.

આ પણ વાંચો:

રાત્રે સુતા પહેલા પગ ધોવા છે જરૂરી, જાણો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે
 
દારુ
આલ્કોહોલના વધુ પડતા સેવનથી પણ વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. ખાસ કરીને જે લોકોને વાળ ખરતાં હોય છે તેમણે તો દારું પીવાનું બંધ જ કરી દેવું જોઈએ.  

ફાસ્ટફૂડ
ફાસ્ટફૂડ ખાવાથી શરીરને નુકસાન થાય છે. તેવામાં જો તમે જંક ફૂડનું સેવન વધારે કરો છો તો વાળ ખરવાની સમસ્યા વધી જાય છે.
 
ઈંડા
ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. પરંતુ ઈંડાના સફેદ ભાગને ખાવાથી વાળ ખરવાની ફરિયાદ વધી શકે છે. કારણ કે તેને ખાવાથી શરીરમાં બાયોટિનની ઉણપ સર્જાઈ શકે છે.  
 
કોલ્ડડ્રીંક્સ
ઘણા લોકોને કોલ્ડડ્રીંક્સ અને સોડા પીવાનો ભારે શોખ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું વધુ પડતું સેવન કરવાથી વાળ ખરવા લાગે છે? જો તમે ઠંડક માટે કોલ્ડડ્રીંકસ પીતા હોય તો અત્યારથી જ બંધ કરી દો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news