નવી દિલ્લીઃ માનવ શરીર એટલે ઈશ્વરની સૌથી અજાયબ અને જટીલ રચના. માનવ શરીરના અંગો, ઉપાંગોની કામ કરવાની ખાસ પદ્ધતિ છે. સાથે જ તેના વિશે કેટલીક એવી રોમાંચક વાતો છે જે તમને કદાચ ખબર નહીં હોય. એટલે જ આજે વાત કરીશું શરીરના એવા અંગોની જે હંમેશા વધતા જ રહે છે. એટલે કે ઉંમરની સાથે તેનો વિકાસ થતો જ જાય છે. ક્યારેય અટકતો નથી. સાંભળીને તમને નવાઈ લાગશે. પરંતુ આ સાચી વાત છે અને તેના વૈજ્ઞાનિક પુરાવાઓ પણ સામે આવ્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગામની મહિલાઓના વાળ છે દુનિયામાં સૌથી લાંબા, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

એક ઉંમર પછી આપણા અંગોનો વિકાસ અટકી જાય છે. પરંતુ કેટલાક અંગો આમાં અપવાદ છે. આવા અંગ છે આપણા નાક અને કાન. જી હા, તમે બરાબર સાંભળ્યું. આપણા નાક અને કાન હંમેશા વધતા જ રહે છે. વર્ષોથી થયેલા અભ્યાસ બાદ સામે આવ્યું છે કે, કોઈ વ્યક્તિ ગમે એટલી ઉંમરનું હોય પણ તેના નાક અને કાનનો વિકાસ ક્યારેટ અટકતો નથી. એટલે કે તેની લંબાઈ વધ્યા જ કરે છે. ભલેને વ્યક્તિની ઉંમર ગમે એટલે હોય.

Vastu Tips: ગરીબી અને તકલીફોથી દૂર રહેવું હોય તો સ્ટોરરૂમમાં ક્યારેય ન મુકતા આ વસ્તુઓ!

નાક અને કાનનો નિરંતર વિકાસ થવાનું કારણ છે કાર્ટિલેજ કોશિકાઓ. કાર્ટિલેજ કોશિકાઓ એટલે એવી કોશિકાઓ જેનું વિભાજન થાય છે અને તે નાક અને કાનના આકારમાં મહત્વનો ભાગ ભજવે છે. કાન અને નાક કાર્ટિલેજ કોશિકાઓમાંથી બનેલા હોય છે. જે ઉંમરની સાથે વધુ વિભાજિત થાય છે એટલે કાન અને નાકની લંબાઈ વધતી રહે છે. એક અભ્યાસ પ્રમાણે કાનની લંબાઈ પ્રતિવર્ષ 0.22 મિલીમટર વધે છે. એટલે કે તમારા કાનનો વિકાસ થતો જ રહે છે. ભલેને તમારી ઉંમર ગમે એટલી હોય. કાન આપણી શ્રવણેન્દ્રિય છે અને નાક ઘ્રાણેન્દ્રિય. બંનેનું કામ ખૂબ જ મહત્વનું છે. અને બંને એકબીજા સાથે જોડાયેલા પણ છે. અને બંનેની રચના પણ સમાન છે.

મીન રાશિ પરથી શોધી રહ્યા છો યુનિક નામ? આ રહ્યું લિસ્ટ

ધન રાશિ પરથી બાળકના યુનિક નામ શોધી રહ્યા છો? આ રહ્યું List

Parenting Tips: શું તમે પણ તમારા બાળકની નખ ચાવવાની આદતથી પરેશાન છો? અપનાવો આ ટિપ્સ

Parenting Tips: માતા-પિતાની 12 ટેવોથી બાળકનું ભવિષ્ય પડી શકે છે ખતરામાં! શું તમે પણ આવું કરો છો?