Remedy For Itchy Scalp: જેમ જેમ ઠંડી વધે છે તેમ માથામાં ખંજવાળની સમસ્યા પણ વધી જાય છે. વારંવાર માથામાં ખંજવાળ કરવાથી લોકોની વચ્ચે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. ઠંડીમાં આ સમસ્યા વધી જાય છે કારણ કે શિયાળામાં જેમ શરીરના અન્ય અંગોને ખાસ માવજતની જરૂર પડે છે તેમ સ્કેલ્પને પણ સફાઈ અને માવજતની જરૂર હોય છે. જ્યારે શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળતું તો વાળની સ્કીન ડ્રાય થવા લાગે છે. આ સમસ્યા શિયાળામાં વધી જતી હોય છે તેના કારણે સ્કેલ્પમાં વારંવાર ખંજવાળ આવે છે. માથામાં આવતી ખંજવાળને દૂર કરવા માટે તમે કેટલા ઘરેલુ ઉપાય અજમાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ વસ્તુઓ ખાવાથી ઝડપથી વધે છે Belly Fat, વજન ઘટાડવું હોય તો ડાયટમાંથી કરો દુર


વિનેગર


એપલ સાઇડર વિનેગર વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જેના કારણે વાળની સમસ્યાથી મુક્તિ મળે છે. તેનો ઉપયોગ કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વિનેગર મિક્સ કરીને તેને સ્કેલ્પ પર લગાડો. 


ટી ટ્રી ઓઇલ


આ તેલ સ્કીન અને વાળ માટે વરદાન જેવું કામ કરે છે. તેમાં એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે જે માથામાં વધેલા બેક્ટેરિયાને દૂર કરે છે સાથે જ તેનો ઉપયોગ કરવાથી માથામાં આવતી ખંજવાળ અને ડ્રાયનેસની સમસ્યા પણ દૂર થાય છે.


આ પણ વાંચો: વાળ હાથમાંથી સરકી જાય એવા Silky કરવા હોય તો કન્ડિશનર લગાડતી વખતે આ ટીપ્સ કરો ફોલો


નાળિયેર તેલ


જો તમને માથામાં વારંવાર ખંજવાળ આવતી હોય તો સ્કેલ્પમાં તમે નાળિયેર તેલથી માલિશ કરી શકો છો તેનાથી ડ્રાયનેસ દૂર થશે અને ખંજવાળ આવતી તુરંત બંધ થશે.


આ પણ વાંચો: Beauty Tips: શિયાળામાં નહીં ફાટે હોઠ, એડી અને સ્કીન, અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)