Relationship Tips: માસિક દરમિયાન સેક્સ કરવાને લઈને અલગ અલગ માન્યતા પ્રચલિત છે. ઘણા લોકો માસિક દરમિયાન શારીરિક સંબંધોનું સમર્થન કરે છે અને તેને યોગ્ય માને છે અને ઘણા લોકો માસિક સમયે સેક્સ કરવાનું ટાળે છે. જો કે માસિક સમયે સેક્સને લઈને વાત એ જરૂરી હોય છે કે તે દિવસોમાં મહિલા કેટલી તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસિક સમયે મહિલાઓના હોર્મોન્સમાં ઘણા ફેરફાર થતા હોય છે. જેના કારણે ઘણી મહિલાઓને આ દિવસોમાં ફિઝિકલ થવાની તીવ્ર ઈચ્છા થતી હોય છે તો ઘણી મહિલાઓ પતિથી દુર રહેવાનું પસંદ કરે છે. પરંતુ જો માસિક સમયે મહિલા કંફર્ટ અનુભવ કરે છે તો માસિક સમયે પણ શારીરિક સંબંધોને સેફ અને રસપ્રદ બનાવી શકાય છે અને તેનાથી મહિલાને જ સૌથી વધુ ફાયદા થાય છે. 


આ પણ વાંચો:


Sexual Health: મહિલાઓની આ આદતોથી સેક્સુઅલ હેલ્થ સાથે રિલેશનશીપ પણ થાય છે ખરાબ


કામસૂત્રની આ 5 ટીપ્સ કોઈપણ ઉંમરના કપલની સેક્સ લાઈફને બનાવી શકે છે રોમાંચક


દર વખતે બેડ પર ચરમસુખનો કરવો હોય અનુભવ તો કામસૂત્રની આ 3 વાતો દરેક કપલે રાખવી યાદ


મૂડ સુધરે છે


એક રિસર્ચ અનુસાર મહિલાઓ માસિક સમયે સેક્સ કરે તો સ્ટ્રેસ ઓછો થઈ જાય છે અને તેમનો મૂડ સુધરે છે. ઘણીવાર એવું થાય છે માસિકના દિવસોમાં મહિલાનો મૂડ ખરાબ રહે છે. તેવામાં શારીરિક સંબંધો મૂડને બુસ્ટ કરી સુધારી શકે છે. 


માસિકના દિવસો ઘટી જાય છે. 


રિસર્ચ અનુસાર માસિક સમયે શારીરિક સંબંધોથી ઓર્ગેઝમ થવાના કારણે માસિકના દિવસો ઘટી જાય છે. એટલે કે જો કોઈને 7 દિવસની પીરિયડ સાયકલ હોય તો તે 5 દિવસની થઈ જાય છે. 


આ પણ વાંચો:


સેક્સ સંબંધિત આ Myths ને ભણેલા ગણેલા પણ માને છે સાચા, જાણો શું છે રીયલ Facts


40 વર્ષે પણ 25 જેવી રાખવી હોય લવ લાઈફ તો દરેક કપલે યાદ રાખવી કામસૂત્રની આ 4 ટીપ્સ


માસિકની સમસ્યાઓ દુર થાય છે


શારીરિક સંબંધોના કારણે જે હોર્મોન્સ રિલીઝ થાય છે તેના કારણે મહિલાઓને થતા પેડુના દુખાવા, કમરના દુખાવા, પેટના દુખાવામાં રાહત મળે છે. 


સેફ સેક્સ માટે આ વાતનું રાખો ધ્યાન


માસિક સમયે સંબંધો બનાવતી વખતે કોન્ડોમનો ઉપયોગ અચૂક કરવો. આ સિવાય સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. 


(Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Zee24 kalak કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)