મહિલાઓની આ આદતોથી સેક્સુઅલ હેલ્થ સાથે રિલેશનશીપ પણ થાય છે ખરાબ

Relationship Tips: ઘણી મહિલાઓ પોતાના વાળ, ત્વચા, ફિગર અને લુક્સ પર પૂરતું ધ્યાન આપે છે પરંતુ વાત જ્યારે ઇન્ટીમેટ પાર્ટ્સની સંભાળ લેવાની આવે ત્યારે બેદરકાર બની જાય છે. મહિલાઓ જ્યારે આ બાબતો પર ધ્યાન નથી આપતી ત્યારે સેક્સ્યુઅલ હેલ્થની સાથે તેના રિલેશનશિપ પર પણ નેગેટિવ અસર થાય છે.

મહિલાઓની આ આદતોથી સેક્સુઅલ હેલ્થ સાથે રિલેશનશીપ પણ થાય છે ખરાબ

Relationship Tips: ઘણી મહિલાઓ પોતાના વાળ, ત્વચા, ફિગર અને લુક્સ પર પૂરતું ધ્યાન આપે છે પરંતુ વાત જ્યારે ઇન્ટીમેટ પાર્ટ્સની સંભાળ લેવાની આવે ત્યારે બેદરકાર બની જાય છે. મહિલાઓ જ્યારે આ બાબતો પર ધ્યાન નથી આપતી ત્યારે સેક્સ્યુઅલ હેલ્થની સાથે તેના રિલેશનશિપ પર પણ નેગેટિવ અસર થાય છે. મોટાભાગે મહિલાઓ આ બાબત પર ધ્યાન નથી આપતી અને કેટલીક જરૂરી સંભાળ લેવાનું ચૂકી જાય છે. મહિલાઓની આ આદતના કારણે તેમનું પોતાનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ શકે છે. ખાસ કરીને પ્રાઇવેટ પાર્ટની સાફ-સફાઈ નું ધ્યાન રાખવામાં ન આવે તો સેક્સ્યુઅલ હેલ્થની સાથે મહિલાની પ્રેગનેન્સીમાં પણ સમસ્યાઓ થઈ શકે છે. આજે તમને એ પાંચ બાબતો વિશે જણાવીએ જેના પર દરેક મહિલાએ વિશેષ ધ્યાન આપવું જોઈએ.

પ્રાઇવેટ પાર્ટની સફાઈ

પ્રાઇવેટ પાર્ટની સાફ સફાઈ શરીરના અન્ય અંગોની સાફ-સફાઈ જેવી નથી હોતી. શરીરનો આ ભાગ ખૂબ જ સેન્સીટીવ હોય છે જો તેની સફાઈ અંગે ધ્યાન આપવામાં ન આવે તો ગંભીર સમસ્યા થઈ શકે છે. તેથી પ્રાઇવેટ પાર્ટની સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવું.

આ પણ વાંચો:

જીમના કપડા કલાકો સુધી પહેરી રાખવા

ઘણી મહિલાઓ નિયમિત કસરત તો કરે છે પરંતુ કસરત કર્યા પછી જે ખૂબ જ જરૂરી કામ છે તે કરતી નથી અને ઘરના કામોમાં વ્યસ્ત થઈ જાય છે. કસરત કર્યા પછી સૌથી જરૂરી કામ હોય છે કે પરસેવા વાળા કપડાં બદલી લેવા. પરંતુ મહિલાઓ પરસેવાવાળા અંતવસ્ત્રોમાં જ કલાકો સુધી રહે છે જેના કારણે પ્રાઇવેટ પાર્ટ્સમાં ઇન્ફેક્શનનું જોખમ વધે છે.

કલાકો સુધી એક જ સેનેટરી પેડ રાખવું

આ આદત ઘણી મહિલાઓને હોય છે. જે પ્રાઇવેટ પાર્ટના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. માસિક દરમિયાન નિયત સમયે સેનેટરી પેડ બદલી લેવું જોઈએ. તે ખરાબ થયું હોય કે નહીં દર ત્રણથી ચાર કલાકે પેડ બદલી લેવું જોઈએ. આખો દિવસ એક જ પેડ યુઝ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

શેવિંગ ન કરવી

જો નિયમિત રીતે વજાયનાના વાળને સાફ કરવામાં ન આવે તો ત્યાં ગંદકી જમા થવા લાગે છે જેના કારણે ઇન્ફેક્શન પણ થઈ શકે છે. જો નિયમિત રીતે વાળને સ્ટ્રીમ કરવામાં ન આવે તો પરસેવા અને ગંદકીના કારણે ગંભીર ઇન્ફેક્શન થઈ શકે છે. 

યોગ્ય ડાયેટ નો અભાવ

જો તમારો આહાર સ્વાસ્થ્યવર્ધક નહીં હોય તો પણ તમારી સેક્સ્યુઅલ હેલ્થને અસર થશે. પોષણયુક્ત આહાર સેક્સ્યુઅલ લાઈફને પણ રોમાંચક બનાવે છે. જો તમે સારી ડાયટ ફોલો નથી કરતા તો વારંવાર બીમાર પડવાનું જોખમ બની રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news