40 વર્ષે પણ 25 જેવી રાખવી હોય લવ લાઈફ તો દરેક કપલે યાદ રાખવી કામસૂત્રની આ 4 ટીપ્સ

Relationship Tips: કામસૂત્રનું  નામ આવતાં જ કેટલાક લોકોના હાવભાવ બદલી જાય છે. પરંતુ કામસૂત્ર દાંપત્યજીવનને વધારે મધુર અને આનંદદાયી બનાવવાનું જ્ઞાન પણ આપે છે. કામસૂત્રને ફક્ત સેક્સ સાથે જોડીને જોવું યોગ્ય નથી. કામસૂત્રમાં એવી જાણકારી પણ આપવામાં આવે છે જેના વડે પતિ-પત્ની પોતાના સંબંધોમાં વર્ષો સુધી પ્રેમ અને ઉત્સાહ જાળવી શકે છે. કામસૂત્રની આ ટીપ્સ ફોલો કરવાથી વર્ષો પછી પણ લગ્નજીવન ખુશહાલ અને આનંદદાયી રહે છે.  

કિસથી કરો શરુઆત

1/4
image

લગ્નના થોડા વર્ષો જાય પછી શારીરિક સંબંધો પણ બોરિંગ થઈ જતા હોય છે. આ સ્થિતિમાં પાર્ટનરને પહેલા જેવા ઉત્સાહથી ભરી દેવા માટે હળવેથી કિસ કરીને શરુઆત કરી શકાય છે. સંબંધ બાંધવામાં ક્યારેય ઉતાવળ કરવી નહીં. શરુઆત હળવેથી કરવી વધારે આનંદદાયી રહે છે.

પત્નીએ કરવી પહેલ

2/4
image

શારીરિક સંબંધની ઈચ્છા દર્શાવવા મહિલાઓએ પહેલ કરવી જોઈએ. મોટાભાગે પુરુષો જ નેતૃત્વ કરે છે. પરંતુ સંબંધોમાં જો કોઈવાર મહિલા પહેલ કરે અને પોતાની ઈચ્છા વ્યક્ત કરે તો તેમાં કંઈ ખોટું નથી.

સ્વસ્થ લાઈફસ્ટાઈલ ફોલો કરો

3/4
image

કામસૂત્ર અનુસાર પુરુષ અને મહિલાએ આનંદદાયી સંબંધો માટે સ્વસ્થ જીવનશૈલી જીવવી જોઈએ. બંને વ્યક્તિએ એકબીજાના વિચાર, ઈચ્છાઓ ખુલીને વ્યક્ત કરવા જોઈએ. ખાસ કરીને બેડરુમથી પોતાના ઝઘડા અને મતભેદને હંમેશા દુર રાખવા જોઈએ.

મહિલાઓને હોવું જોઈએ સેક્સ એજ્યુકેશન

4/4
image

કામસૂત્ર અનુસાર પત્નીને પણ કામક્રિયાઓ અંગે જ્ઞાન હોય તે જરૂરી છે. લગ્ન પછી પોતાના પતિ સાથે મુક્તમને સહવાસ અંગે વાતચીત કરવાથી લગ્નજીવનમાં હંમેશા ઉત્સાહ જળવાઈ રહે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)