સેક્સ સંબંધિત આ Myths ને ભણેલા ગણેલા પણ માને છે સાચા, જાણો શું છે રીયલ Facts

Relationship Tips: આજના સમયના ભણેલા ગણેલા યુવાનો પણ સેક્સ સંબંધિત કેટલીક માન્યતાઓને સાચી માને છે. સેક્સ સંબંધિત આ મિથ હકીકતમાં સાચા હોતા નથી. પરંતુ સેક્સ એજ્યુકેશન અને સેક્સ સંબંધિત સાચી જાણકારીઓના અભાવના કારણે લોકો શારીરિક સંબંધોની આ બાબતોને ટેબુ તરીકે ટ્રીટ કરે છે. ખાસ કરીને આ બાબતો એવી હોય છે જે કોઈપણ સ્ત્રીના જીવનમાં સમસ્યા ઊભી કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ સેક્સ સંબંધિત કયા એવા મિથ્સ છે જે હકીકતમાં સાચા નથી. 

માસિક દરમિયાન સેક્સ કરવાથી ગર્ભ ન રહે

1/5
image

આવું તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે પરંતુ આ વાત સાચી નથી. માસિક સમયે સેક્સ કરવાથી પ્રેગ્નન્સી ન રહે તે વાત સંપૂર્ણપણે સાચી નથી. જોકે તેના ચાન્સીસ ઓછા હોય છે પરંતુ ઘણી વખત માસિક દરમિયાન પણ સ્ત્રી ગર્ભવતી થઈ શકે છે.

દર વખતે ઓર્ગેઝમ થાય છે

2/5
image

યુવકોને લાગે છે જેટલી વાર સેક્સ થાય એટલી વાર ઓર્ગેઝમ થાય. આવું દર વખતે પોસિબલ નથી. ઓર્ગેઝમ માટે મેંટલ હેલ્થ પણ  જરૂરી છે અને અન્ય પરીબળો પણ લાગૂ પડે છે. 

પહેલીવાર સેક્સ કરવાથી બ્લીડિંગ થાય જ

3/5
image

આ માન્યતા વર્ષોથી લોકોના મનમાં ઘર કરી ગઈ છે. આ માન્યતાના કારણે ઘણી યુવતીઓનું જીવન બરબાદ થઈ જાય છે. આવું પણ જરૂરી નથી. બ્લીડિંગ થાય તો જ યુવતી વર્જિન હોય તેવું નથી. પહેલીવાર સેક્સ કર્યા પછી પણ બ્લીડિંગ ન થાય તે સામાન્ય છે. 

પુરુષો સેક્સ વિશે જ વિચારે છે

4/5
image

આ પણ માન્યતા છે કે પુરુષો દિવસમાં અનેકવાર સેક્સ વિશે વિચારે છે. આવું નથી હોતું આ પણ એક મિથ છે. પુરુષો દિવસભર સેક્સ વિશે વિચારે એવું હોતું નથી.

રિલેશનશીપની ક્વોલિટી સુધારે છે સેક્સ

5/5
image

આ પણ એક વિચિત્ર માન્યતા છે કે સેક્સ સંબંધ સારા હોય તો સંબંધો પણ સારા રહે છે. પરંતુ રિલેશનશીપમાં પાર્ટનરના સંબંધોનો આધાર ફક્ત સેક્સ પર નથી હોતો. પ્રેમ, વિશ્વાસ અને સમજણ પણ એટલી જ જરૂરી હોય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)