Janmasthami 2023: ઘરે કરો લડ્ડુ ગોપાલની પૂજા ત્યારે આ નિયમનું કરવું પાલન, શ્રીકૃષ્ણની થશે વિશેષ કૃપા
Janmasthami 2023: લડ્ડુ ગોપાલને નાના બાળકની જેમ સાચવવાના હોય છે. શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં તમે લડ્ડુ ગોપાલને સ્થાપિત કરો છો ત્યારે તે તમારા પરિવારનો એક ભાગ બની જાય છે. લડ્ડુ ગોપાલની સ્થાપના પછી રોજ તેમને સ્નાન કરાવવું જોઈએ. સ્નાન કરાવીને તેમને સ્વચ્છ વસ્ત્ર પહેરાવી ચંદનનું તિલક કરવું જોઈએ. ભગવાનને વાતાવરણને અનુકૂળ કપડા પહેરાવવા જોઈએ.
Janmasthami 2023: જન્માષ્ટમીના તહેવારને ગણતરીના દિવસોની વાર છે. ત્યારે દેશના પ્રખ્યાત મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી ની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પણ કરે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં લડ્ડુ ગોપાલની પૂજા કરે છે.
જન્માષ્ટમીના દિવસે ઘરમાં લડ્ડુ ગોપાલની પ્રતિષ્ઠા કરી તેની પૂજા કરવાનું ધાર્મિક મહત્વ છે. આ વર્ષે 6 સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે. જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભગવાનના બાળ સ્વરૂપ એટલે કે લડ્ડુ ગોપાલની પૂજા કરવાના વિશેષ નિયમ હોય છે. જો આ નિયમનું પાલન કરીને ભગવાનની પૂજા કરવામાં આવે તો પૂજા નું ફળ ચોક્કસથી મળે છે.
આ પણ વાંચો:
Astro Tips: કુંડળીમાં શનિ ગ્રહ હોય નબળો તો વ્યક્તિને સહન કરવી પડે છે આ 4 તકલીફો
જન્માષ્ટમીની પૂજા ઘરે કેવી રીતે કરવી? શું ધરાવવું પ્રસાદમાં? જાણો પૂજાનું મુહૂર્ત
દુર્ભાગ્યને કાયમ માટે દુર કરી શકે છે લવિંગનો આ નાનકડો ઉપાય, બદલી જશે તમારો સમય
લડ્ડુ ગોપાલને નાના બાળકની જેમ સાચવવાના હોય છે. શાસ્ત્રો અનુસાર જ્યારે ઘરમાં તમે લડ્ડુ ગોપાલને સ્થાપિત કરો છો ત્યારે તે તમારા પરિવારનો એક ભાગ બની જાય છે. લડ્ડુ ગોપાલની સ્થાપના પછી રોજ તેમને સ્નાન કરાવવું જોઈએ. સ્નાન કરાવીને તેમને સ્વચ્છ વસ્ત્ર પહેરાવી ચંદનનું તિલક કરવું જોઈએ. ભગવાનને વાતાવરણને અનુકૂળ કપડા પહેરાવવા જોઈએ.
ભગવાનની દિવસમાં બે વખત એટલે કે સવારે અને સાંજે પૂજા કરવી જોઈએ. સવારે પૂજા કરી આરતી ઉતારી તેમને માખણ, મિસરી અને અન્ય મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ. ત્યાર પછી ઘરમાં જે પણ ભોજન બને તે પહેલા ભગવાનને ધરાવવું.
આ પણ વાંચો:
માલામાલને પણ કંગાળ બનાવે આ 3 ખરાબ આદતો, કરોડોની સંપત્તિ હોય તો પણ સરકી જાય હાથમાંથી
આ મંદિરમાં પ્રેમીને પ્રાપ્ત કરવા યુગલ રાખે છે બાધા, દર્શન કરવાથી થઈ જાય છે લવમેરેજ
જો ઘરમાં કોઈ નવી વસ્તુ પણ આવે તો પહેલા લડ્ડુ ગોપાલ સામે અર્પિત કરવી. ભગવાનની પૂજા કરો ત્યારે તેમને રમકડાં પણ આપવા જોઈએ. એકવાર ઘરમાં લાવ્યા પછી તેમને ઘરની બહાર લઈ જવા જોઈએ નહીં. ભગવાનને નાના બાળકની જેમ સાંજે સુવડાવવા અને સવારે પ્રેમથી જગાડવા જોઈએ. આ નિયમ અનુસાર જે ઘરમાં ભગવાનની પૂજા થાય છે ત્યાં ભગવાનનો વાસ હંમેશા રહે છે અને સાથે જ સુખ સમૃદ્ધિ વરસતી રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)