Laung ke Totke: દુર્ભાગ્યને કાયમ માટે દુર કરી શકે છે લવિંગનો આ નાનકડો ઉપાય, બદલી જશે તમારો સમય

Laung ke Totke: જ્યોતિષ શાસ્ત્ર અને લાલ કિતાબમાં પણ લવિંગના ઉપયોગથી કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. લવિંગના આ ઉપાયો ખૂબ જ પ્રભાવી અને અસરકારક હોય છે. લવિંગના આ ઉપાયો કરવાથી વ્યક્તિનો સમય બદલી શકે છે. લવિંગના ઉપાયો વ્યક્તિને આર્થિક રીતે સધ્ધર બનાવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે છે.

Laung ke Totke: દુર્ભાગ્યને કાયમ માટે દુર કરી શકે છે લવિંગનો આ નાનકડો ઉપાય, બદલી જશે તમારો સમય

Laung ke Totke: લવિંગનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે. લવિંગ એક બહુઉપયોગી વસ્તુ છે. લવિંગનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે અને આયુર્વેદમાં ઔષધી તરીકે પણ થાય છે. આ સિવાય તંત્ર શાસ્ત્રમાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અને લાલ કિતાબમાં પણ લવિંગના ઉપયોગથી કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. લવિંગના આ ઉપાયો ખૂબ જ પ્રભાવી અને અસરકારક હોય છે. લવિંગના આ ઉપાયો કરવાથી વ્યક્તિનો સમય બદલી શકે છે. લવિંગના ઉપાયો વ્યક્તિને આર્થિક રીતે સધ્ધર બનાવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે છે. તો ચાલો આજે તમને પણ જણાવીએ લવિંગના એવા ચમત્કારી ઉપાયો વિશે જે તમારા દુર્ભાગ્યને કાયમ માટે દૂર કરી શકે છે.

દુર્ભાગ્યને દૂર કરતાં લવિંગના ઉપાય

આ પણ વાંચો:

1. જો કુંડળીમાં રાહુ કે કેતુનો દોષ હોય અને તેના કારણે તમારા કાર્યોમાં બાધા આવતી હોય અથવા તો બીમારી તમારો પીછો ન છોડતી હોય તો દર શનિવારે લવિંગનું દાન કરવું. લવિંગ નું દાન કરવાથી રાહુલ દોષ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ વધે છે.

2. જો તમારા જીવનમાં એક પછી એક મુસીબતો આવતી જ રહેતી હોય અને ઘરમાં આવતું ધન ટકતું ન હોય તો શિવલિંગ ઉપર લવિંગ અર્પણ કરો. સતત ચાલીસ દિવસ સુધી શિવલિંગ ની પૂજા કરી રોજ બે લવિંગ શિવલિંગને અર્પણ કરો.

3. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જવાના હોય અને તેમાં સફળતા મળે તેવી ઈચ્છા હોય તો ઘરેથી બહાર નીકળતા પહેલા મોઢામાં બે લવિંગ રાખવા. ત્યાર પછી ભગવાનનું સ્મરણ કરવું. આ રીતે ઘરમાંથી બહાર નીકળો છો તો કાર્યોમાં ચોક્કસથી સફળતા મળશે.

4. જો કોઈ કારણસર તમને સફળતા ન મળતી હોય તો મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિની સામે ચમેલીના તેલનો દીવો કરવો. આ તેલમાં બે લવિંગ ઉમેરી દેવા. ત્યાર પછી ત્યાં બેસીને જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. સતત 21 મંગળવાર સુધી આ ઉપાય કરશો એટલે તમને દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news