જન્માષ્ટમી પર ઘરે કેવી રીતે કરવી પૂજા ? શું ધરાવવું પ્રસાદમાં? જાણો જન્માષ્ટમીની વિશેષ પૂજાનું મુહૂર્ત

Janmashtami 2023: આ વર્ષે જન્માષ્ટમીની શરૂઆત 6 સપ્ટેમ્બર સાંજે 7 કલાક અને 58 મિનિટથી થશે અને અષ્ટમીનું સમાપન 7 સપ્ટેમ્બર સાંજે 7 કલાક અને 52 મિનિટે થશે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અડધી રાત્રે થયો હતો તેથી કૃષ્ણ જન્મ 6 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ વર્ષે ભગવાનની પૂજા નું શુભ મુહૂર્ત રાત્રે 9 કલાક અને 54 મિનિટથી લઈને 11 કલાક 39 મિનિટ સુધીનું છે.

જન્માષ્ટમી પર ઘરે કેવી રીતે કરવી પૂજા ? શું ધરાવવું પ્રસાદમાં? જાણો જન્માષ્ટમીની વિશેષ પૂજાનું મુહૂર્ત

Janmashtami 2023: દર વર્ષે દેશભરમાં જન્માષ્ટમી નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર શ્રાવણ મહિનામાં આઠમની તિથિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ઘરમાં પણ જન્માષ્ટમીની ઉજવણી શ્રીકૃષ્ણની પૂજા કરીને કરે છે. પ્રખ્યાત મંદિરોમાં પણ રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવવામાં આવે છે. 

જન્માષ્ટમીના દિવસે લોકો વ્રત રાખીને ઘરમાં પૂજા પાઠ કરતા હોય છે. શાસ્ત્રોમાં પણ જન્માષ્ટમીના દિવસે બાલ સ્વરૂપ લડડું ગોપાલની પૂજા કરવાનું વિધાન છે. પરંતુ મોટાભાગે લોકોના મનમાં મૂંઝવણ હોય છે કે ઘરે ભગવાનની પૂજા કેવી રીતે કરવી અને તેમને કઈ વસ્તુનો ભોગ ધરાવવો જોઈએ. તો ચાલો તમારી આ મૂંઝવણ દૂર કરીએ અને તમને જણાવીએ કે જન્માષ્ટમીની પૂજા ઘરે કયા મુહૂર્તમાં કરવી અને કેવી રીતે કરવી. 

આ પણ વાંચો:

જન્માષ્ટમીનું મુહૂર્ત

આ વર્ષે જન્માષ્ટમીની શરૂઆત 6 સપ્ટેમ્બર સાંજે 7 કલાક અને 58 મિનિટથી થશે અને અષ્ટમીનું સમાપન 7 સપ્ટેમ્બર સાંજે 7 કલાક અને 52 મિનિટે થશે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અડધી રાત્રે થયો હતો તેથી કૃષ્ણ જન્મ 6 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ વર્ષે ભગવાનની પૂજા નું શુભ મુહૂર્ત રાત્રે 9 કલાક અને 54 મિનિટથી લઈને 11 કલાક 39 મિનિટ સુધીનું છે.

ભગવાનની પૂજા વિધિ

જન્માષ્ટમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને નિત્યકર્મ કરી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરવા. ત્યાર પછી ભગવાનની પ્રતિમાને એક વાસણમાં રાખી સ્નાન કરાવો. ભગવાનને સૌથી પહેલા શુદ્ધ જળથી અને પછી પંચામૃતથી સ્નાન કરાવો. ત્યાર પછી ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવો અને તેમને નવા વસ્ત્ર ધારણ કરાવો. ભગવાનને આ દિવસે પારણામાં બિરાજમાન કરવા. ત્યાર પછી ભગવાનની આરતી કરો અને તેમને ફળ તેમજ મીઠાઈ ધરાવવો. જન્માષ્ટમીના દિવસે ભગવાનને પંજરી પણ ધરાવવી જોઈએ. 

આ પણ વાંચો:

ભગવાનને અચૂક ધરાવો પંજરી

જન્માષ્ટમીના દિવસે ભગવાનની પૂજા કરીને વ્રત રાખવું. આ સિવાય લડ્ડુ ગોપાલને પ્રિય એવી વસ્તુઓનો ભોગ ધરાવો. આ દિવસે ભગવાનને માખણ અને મિસરી સાથે લોટની પંજરી પણ ધરાવવી જોઈએ. આ દિવસે ભગવાનને જે પણ વસ્તુ ધરાવો તેમાં તુલસીનું પાન અચૂક મૂકવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news