આ મંદિરમાં પ્રેમીને પ્રાપ્ત કરવા યુવક-યુવતી રાખે છે બાધા, દર્શન કરવાની માનતા રાખવાથી લવમેરેજને મળી જાય છે મંજૂરી

Ganesh Temple: એક અનોખું મંદિર રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલું છે. આ મંદિર ગણપતિ ભગવાનનું છે અને અહીં દર બુધવારે પ્રેમીઓનો મેળો ભરાય છે. અહીં પ્રેમી યુગલ પોતાના મનપસંદ જીવનસાથીને પ્રાપ્ત કરવાની માનતા રાખવા પહોંચે છે. અહીં શ્રદ્ધાથી ગણપતિજીને લગ્નનું આમંત્રણ આપવાથી પ્રેમી યુગલોની લવ મેરેજની ઈચ્છા પુરી થાય છે.

આ મંદિરમાં પ્રેમીને પ્રાપ્ત કરવા યુવક-યુવતી રાખે છે બાધા, દર્શન કરવાની માનતા રાખવાથી લવમેરેજને મળી જાય છે મંજૂરી

Ganesha Temple: ભારતમાં આમ તો લાખોની સંખ્યામાં મંદિર આવેલા છે. તેમાંથી કેટલાક મંદિર પોતાની અનોખી પરંપરા અને માન્યતાના કારણે દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત થઈ જાય છે. આવું જ એક અનોખું મંદિર રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલું છે. આ મંદિર એકમાત્ર મંદિર છે જ્યાં પ્રેમીઓનો મેળો ભરાય છે. આ મંદિર વિશે માન્યતા છે કે પ્રેમીયુગલ અહીં માનતા રાખે તો તેમની લવ મેરેજની ઈચ્છા પૂરી થાય છે. આ સિવાય યુવક યુવતી અહીં મનપસંદ પ્રેમીની કામના પૂરી થાય તે માટે દર્શન કરવા પણ આવે છે. 

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મંદિરે દર્શન કરવા આવનાર ભક્તમાં મોટાભાગે પ્રેમી પ્રેમિકા હોય છે. આ જ કારણ છે કે આ ગણેશ મંદિરનું નામ ઇશ્કિયા ગણેશ મંદિર પડી ગયું છે. મંદિર વિશે કહેવાય છે કે અહીં આવનાર પ્રેમીની મનોકામના ગણપતિ ભગવાન પૂરી કરે છે. આજ સુધી અહીં આવનાર કોઈપણ ભક્ત નિરાશ થયા નથી ખાસ કરીને પ્રેમીઓની લવમેરેજની કામના પણ ઈશ્કિયા ગણેશ મંદિરમાં પૂરી થઈ જાય છે. 

આ પણ વાંચો:

માન્યતા અનુસાર આ મંદિરમાં દર્શન કરીને સાચા મનથી પૂજા કરવામાં આવે તો અવિવાહિત પ્રેમીઓના લગ્ન જલ્દીથી નક્કી થઈ જાય છે અને તેમને મનપસંદ જીવનસાથી મળે છે. આ સિવાય પ્રેમી યુગલ અહીં પોતાની મનોકામના પૂરી થાય તે માટે મોટી સંખ્યામાં આવે છે.

આ મંદિરે બુધવારના દિવસે મોટી સંખ્યામાં પ્રેમીઓ દર્શન કરવા આવે છે. જે પ્રેમી યુગલના લગ્નમાં બાધા આવતી હોય તેવો લવ મેરેજ માટે અહીં માનતા પણ રાખે છે. માન્યતા છે કે જે પ્રેમી યુગલ શ્રદ્ધાથી અહીં ભગવાનને પોતાના લગ્નનું નિમંત્રણ આપે છે તેમના લવ મેરેજને પણ જલ્દીથી મંજૂરી મળી જાય છે. આ મંદિર દર્શન માટે સવારે 5:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. જોકે બુધવારે આ મંદિર રાત્રે 11:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મંદિરનું નામ પહેલા ગુરુ ગણપતિ હતું. પરંતુ આ મંદિરમાં લોકોની નજરથી છુપાઈને પ્રેમી પ્રેમીકા મળવા આવતા હતા. તેઓ ભગવાન ગણેશને મનપસંદ પ્રેમીને જીવનસાથી તરીકે પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરતા હતા. ધીરે ધીરે અનેક યુગલોની આ મનોકામના પૂર્ણ થવા લાગી અને ગુરુ ગણપતિ પણ ઈશ્કિયા ગણપતિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news