Astro Tips: કુંડળીમાં શનિ ગ્રહ હોય નબળો તો વ્યક્તિને સહન કરવી પડે છે આ 4 તકલીફો
Shani Upay: જો કુંડળીમાં શનિ પ્રભાવશાળી હોય તો વ્યક્તિને પાણી માંગે તો દૂધ મળે તેવું જીવન મળે છે. પરંતુ જો કુંડળીમાં શનિ નબળો હોય તો વ્યક્તિને જીવનભર 4 બાબતોની તકલીફ સહન કરવાનો વારો આવે છે.
Trending Photos
Shani Upay: દરેક ગ્રહનું આપણા જીવનમાં વિશેષ મહત્વ અને પ્રભાવ હોય છે. તેમાં વ્યક્તિના જીવનને સૌથી વધુ અસર શનિ ગ્રહ કરે છે. શનિ ગ્રહ સૌથી ધીમી ચાલે ગતિ કરનાર ગ્રહ છે. તેથી તેનો પ્રભાવ પણ વ્યક્તિના જીવન પર સૌથી વધારે સમય માટે રહે છે. શનિ એક રાશિમાં અંદાજે અઢી વર્ષ સુધી રહે છે. આ સમય દરમિયાન તે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. તેમાં પણ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં ન હોય તો તે વ્યક્તિને જીવનભર કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે.
કુંડળીમાં હોય શનિ દોષ તો થાય છે આ સમસ્યાઓ
આ પણ વાંચો:
કારકિર્દીમાં આવે છે ઉતાર ચઢાવ
જે વ્યક્તિની કુંડળીમાં શનિ નબળા ભાવમાં હોય અથવા તો શરીરની સ્થિતિ સારી ન હોય તે વ્યક્તિને નોકરી અને વેપારમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીક વખત અનેક પ્રયત્ન કરવા છતાં પણ વ્યક્તિને સફળતા મળતી નથી. તેના કાર્યોમાં સતત બાધા આવે છે. નોકરી કરતા લોકોને રોજ કાર્ય સ્થળ પર વિવાદ થાય છે અને વેપારીઓને નુકસાન સહન કરવું પડે છે.
આર્થિક સ્થિતિ રહે છે ખરાબ
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ગ્રહ નબળી અવસ્થામાં હોય તો તે વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ વધારે રહે છે. વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છતાં પણ તેને ધનપ્રાપ્તિ થતી નથી. ઘણી વખત વ્યક્તિ ઉપર કરજ પણ વધી જાય છે.
સંબંધો રહે છે ખરાબ
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ નબળો હોય તો વ્યક્તિનું પારિવારિક જીવન અસ્તવ્યસ્ત રહે છે. વ્યક્તિના અંગત સંબંધો પણ ખરાબ અને તણાવપૂર્ણ રહે છે. આવી સ્થિતિમાં પરિવારના સભ્યો વચ્ચે પણ વારંવાર મતભેદ થાય છે.
આ પણ વાંચો:
સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર
જે વ્યક્તિની કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તે વ્યક્તિ માનસિક રીતે કષ્ટ સહન કરવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પણ પરેશાન રહે છે. શનિ નબળો હોય ત્યારે અનેક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે