15 માર્ચે શતભિષા નક્ષત્રમાં શનિનો થશે પ્રવેશ, આગામી 7 મહિના આ રાશિને મળશે લાભ જ લાભ
Shani Gochar 2023: 15 માર્ચના રોજ શનિ શતભિષા નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો સ્વામી રાહુ છે. રાહુ અને શનિ વચ્ચે મિત્રતાનો ભાવ છે તેવામાં શનિનું આ નક્ષત્રમાં પ્રવેશ કરવું કેટલીક રાશિના લોકો માટે લાભકારક સાબિત થશે.
Shani Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર 17 જાન્યુઆરી 2023 ના રોજ શનિએ પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી શનિ આ રાશિમાં બિરાજમાન છે. હવે 15 માર્ચના રોજ શનિ શતભિષા નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો સ્વામી રાહુ છે. રાહુ અને શનિ વચ્ચે મિત્રતાનો ભાવ છે તેવામાં શનિનું આ નક્ષત્રમાં પ્રવેશ કરવું કેટલીક રાશિના લોકો માટે લાભકારક સાબિત થશે. શનિ 15 માર્ચે આ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 17 ઓક્ટોબર સુધી ગોચર કરશે.
મેષ રાશિ
આ પણ વાંચો:
21 દિવસમાં દરેક ઈચ્છા પૂરી થવાની ગેરંટી, માત્ર 51 વખત કરો આ મંત્રનો જાપ
એક જ થાળીમાં ભોજન કરવાથી પ્રેમ નહીં વધશે પાપ... છીનવાઈ જશે પરિવારની ખુશીઓ
આ અક્ષરના નામની પત્ની મળી તો ગણાશો એકદમ લકી, પગ મૂકતાં જ સાસરીયાં થઇ જાય છે ધનવાન
આ રાશિના જાતકો માટે શનિનું શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવું લાભકારક સાબિત થશે. રોકાણ કરવાથી લાભ થશે. નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હતા તો આ સમય શુભ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ મળી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત થશે.
મિથુન રાશિ
આ રાશિ માટે પણ શનિનું શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવું લાભકારક સાબિત થશે. નવા કામની શરૂઆત કરવાથી સારા ફળ મળશે. આવક ના નવા સ્ત્રોત ખુલશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.
સિંહ રાશિ
નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં પ્રગતિ આવશે અને સમયસર કાર્ય પૂર્ણ થશે.
તુલા રાશિ
આ રાશિના જાતકો માટે પણ શનિનું નક્ષત્ર પરિવર્તન શુભ સાબિત થશે. નોકરી કરતા લોકોને સફળતા મળશે. વેપારમાં પણ મોટો લાભ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે પણ આ સમય લાભ કરાવનાર સાબિત થશે. લાંબા સમયથી અટકેલું પ્રમોશન મળી શકે છે અને વેપારમાં પણ સફળતા મળશે.