21 દિવસમાં દરેક ઈચ્છા પૂરી થવાની ગેરંટી, માત્ર 51 વખત કરો આ મંત્રનો જાપ

Manokamna Purti Mantra: જો ઘણા લાંબા સમયથી તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે તો ગુરુવારના દિવસે ભગવાનના કેટલાંક મંત્રનો જાપ કરીને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો.

21 દિવસમાં દરેક ઈચ્છા પૂરી થવાની ગેરંટી, માત્ર 51 વખત કરો આ મંત્રનો જાપ

Manokamna Purti Mantra: હિંદુ શાસ્ત્રોમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવા અને તેની ઉપાસના કરવાથી ભક્તોને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શાસ્ત્રોમાં ગુરુ ગ્રહને મજબૂત કરવાના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે શ્રી હરિની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને બધા સંકટમાંથી છૂટકારો મળે છે. આ દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. 

શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે જો ઘણા લાંબા સમયથી તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે તો ગુરુવારના દિવસે ભગવાન નરસિંહના કેટલાંક મંત્રનો જાપ કરીને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો. કોઈ વિશેષ ઈચ્છાના આધારે ભગવાનના અવતારને પસંદ કરો જોઈએ. જાણો કઈ ઈચ્છા માટે કયા અવતારની પૂજા કરવી જોઈએ.

આ પણ વાંચો:

આ ઉપાયો કરવાથી સંકટમાંથી મળશે મુક્તિ:

1. શત્રુઓના નાશ માટે:
જો તમે શત્રુઓથી પરેશાન છો અને તમે કંઈ કરી શકતા નથી તો આ ઉપાય તમારા  શત્રુઓના નાશ માટે સફળતા અપાવી શકે છે. ગુરુવારના દિવસે ભગવાન નરસિંહની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. આ વાતનું ધ્યાન રાખો કે આ મંદિર કોઈ સૂમસામ જગ્યાએ કે પછી જંગલમાં હોય તો ઉત્તમ છે. અન્ય કોઈપણ જગ્યાએ મંદિર હોય તો પૂજા કરી શકો છો. મંદિરમાં બેસીને ભગાન નરસિંહના મંત્રોનો જાપ તમને શત્રુઓથી મુક્તિ અપાવશે.

2. સંબંધોમાં મધુરતા લાવવા માટે:
શાસ્ત્રો પ્રમાણે પ્રેમ સંબંધોમાં અનુકૂળતા અને સફળતા મેળવવા માટે ગુરુવારના દિવસે રાધા-કૃષ્ણની સેવા કરવી જોઈએ. રાધા-કૃષ્ણના મંદિરમાં જઈને તમને પીળા ફૂલ, પીળા વસ્ત્રો અને પીળી મિઠાઈ વગેરે અર્પણ કરો. તેના પછી તેમના મંત્રનો જાપ કરવાથી વિશેષ લાભ થશે. સાચા મનથી કરવામાં આવેલી આરાધનાથી ચોક્કસ ફાયદો થશે. 

3. તમામ ઈચ્છાઓની પૂર્તિ માટે:
જો તમારી કોઈ ખાસ ઈચ્છા છે જે સરળતાથી પૂરી થઈ રહી નથી. તો તેના માટે ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠનો અનુષ્ઠાન આરંભ કરે. નિયમિત રીતે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેના પછી વિષ્ણુ સહસ્ત્રનામના 51 પાઠ  કરો. આ ઉપાય તમારે સતત 21 દિવસ સુધી કરવાનો છે. આ ઉપાયને કરવાથી તમારી મોટામાં મોટી સમસ્યાનો ઉકેલ આવી જશે.

(Disclaimer: અહીંયા આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી  પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુ્ષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news