Shani Dev upay: શનિદેવ એ ન્યાયના દેવતા ગણાય છે. તેઓ કર્મો અનુસાર ફળ આપે છે એટલે દરેક વ્યક્તિ હંમેશાં શનિદેવથી ડરે છે. જેના પર શનિની સાડાસાતી બેસે એ ગમે તે કરે છતાં પણ સફળતા મેળવી શકતો નથી. દરેક એમ ઇચ્છે છે કે તે શનિદેવના પ્રકોપનો ભોગ ન બને. તમને પણ શનિદેવનો ડર લાગતો હોય તો તમે શનિદેવની કૃપા મેળવવા માટે આ દેવી-દેવતાઓની પૂજા કરી શકો છો, જેથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિશામાં ભૂલથી પણ ન રાખો સાવરણી, જાણો સાવરણીના રાખવાના નિયમો
ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી


શનિદેવ કોઈપણ કારણ વગર ગુસ્સે થતા નથી, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ કોઈની સાથે અન્યાય કરે છે અથવા ખરાબ કામ કરે છે તો તે તેનો શિકાર બને છે.  શનિદેવની 'સાડા સાતી' અને 'ધૈયા' ખરાબ કાર્યો કરનાર અને અન્યાય કરનાર વ્યક્તિઓ પર લદાય છે.  શનિદેવ નારાજ થાય ત્યારે લોકો પર દુખનો પહાડ તૂટી પડે છે. આ પણ એક કારણ છે જેનાથી લોકો શનિદેવથી ખૂબ ડરે છે. અહીં અમે તમને કેટલાક દેવી દેવતાઓના નામ સજેસ્ટ કરીએ છીએ જેની પૂજા કરવાથી શનિ ભગવાનનો ક્રોધ શાંત રહે છે. 


અદાણીને ધારાવી બાદ મુંબઇમાં મળશે વધુ એક મોટો Project,પ્રાઇમ લોકેશન પર આવેલો છે પ્લોટ
અંબાણી પરિવારમાં લગ્નની ધૂમ, પ્રી-વેડિંગ ફંક્શનમાં ફ્લોરલ લેંઘામાં ચમકી રાધિકા


શ્રી કૃષ્ણની પૂજા કરો
શનિદેવને શ્રી કૃષ્ણના મહાન ભક્ત માનવામાં આવે છે. આ કારણથી શનિદેવ શ્રી કૃષ્ણના ભક્તોને પરેશાન કરતા નથી. જો તમે પણ શ્રી કૃષ્ણના ભક્ત છો અને પૂરી ભક્તિથી તેમની પૂજા કરો છો, તો શનિદેવનો પ્રકોપ તમારા પર ક્યારેય નહીં આવે. ભગવાન દ્રારકાધીશની કૃપા તમારા પર હોય તો શનિદેવ પણ તમારી પર કૃપા રાખે છે. 


દ્રાક્ષની ખેતી ગુજરાતના ખેડૂતો બનાવી શકે છે માલામાલ, જાણો ક્યારે અને કેવી રીતે કરવી?
Grapes Cultivation: માર્કેટમાં છે ડીમાન્ડ, દ્રાક્ષની ખેતી કરી બનો માલામાલ, ફોલો કરો આ રીત


હનુમાનજીની પૂજા કરો શનિદેવ નહીં થાય નારાજ
હે કષ્ટભંજન તમે કૃપા રાખજો, જો તમે હનુમાનજીના ભક્ત છો, તો તમારે ક્યારેય શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડશે નહીં. એક વખત જ્યારે શનિદેવને પોતાની શક્તિઓ વિશે અહંકાર થવા લાગ્યો ત્યારે હનુમાનજીએ શનિદેવનો અહંકાર તોડી નાખ્યો હતો. શનિદેવ રામના ભક્તો હનુમાનનું ખૂબ સન્માન કરે છે અને તેમના ભક્તોને પરેશાન કરતા નથી.


ગુજરાતમાં બોલરોએ કર્યો ચમત્કાર : 20 રનમાં ઈંગ્લેન્ડની અડધી ટીમને કરી દીધી ઘરભેગી
પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ


ભગવાન શિવના ભક્તો પર પણ રહે છે રાજીના રેડ
તમે ભગવાન શિવના ભક્ત છો અને તેમની દિલથી પૂજા અર્ચના કરો છો તો શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. ભગવાન શિવને શનિદેવના ગુરૂ માનવામાં આવે છે, તેથી શનિદેવ તેમના ગુરુનું ખૂબ સન્માન કરે છે. ભગવાન શિવની સ્તુતિ કરવાથી તમે શનિદેવના પ્રકોપથી બચી શકો છો અને તમને ન્યાયના દેવતા શનિદેવના આશીર્વાદ મળે છે. સોમનાથ મહાદેવમાં આસ્થા રાખો શનિદેવ તમને કયારેય હેરાન પરેશાન નહીં કરે...


ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો બિંદાસ આ દેશોમાં પણ ચલાવી શકો છો ગાડી, નહી પકડે પોલીસ
Visa મેળવવા દેશ-વિદેશના લોકો ગુજરાતના આ મંદિરમાં માને છે માનતા, 800 વર્ષ જૂનું છે દાંલા માતાજીનું મંદિર


પીપળાનું ઝાડ 
તમને ખબર જ હશે કે ઘણા લોકો શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરે છે. પીપળાને જળ ચડાવવું અને તેની શનિવારે પૂજા કરવાથી ઘણા લાભો થાય છે.  ભગવાન વિષ્ણુ સહિત ઘણા દેવતાઓનો પીપળના ઝાડમાં વાસ હોવાનું માનવામાં આવે છે. શનિવારે પીપળના ઝાડ નીચે લોકો દીવો પ્રગટાવે છે. જો તમારી રાશિમાં શનિદેવનો પ્રકોપ ચાલી રહ્યો હોય તો તમે શનિવારે પીપળના ઝાડ નીચે દીવો કરવો જોઈએ,  જેથી શનિદેવનો ગુસ્સો શાંત થઈ જશે. 


ઈન્દિરા ગાંધીના ત્રીજા પુત્ર કમલનાથનો કોંગ્રેસથી મોહભંગ કેમ, આ છે અંદરની વાત


દેવી નીલમ રત્નની પૂજા પણ ફાયદો કરાવશે
ભગવાન શનિદેવની પત્નીનું નામ દેવી નીલમરત્ન અથવા નીલિમા છે. શનિદેવના પ્રકોપથી બચવા માટે તમે તેમની પત્નીનું ધ્યાન કરી શકો અને તેમની સ્તુતિ કરી શકો. દેવી નીલમ રત્નાએ પણ શનિદેવને શ્રાપ આપ્યો છે. પૌરાણિક કથા અનુસાર, શનિદેવ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા, તેઓ હંમેશા તેમની ભક્તિમાં તલ્લીન રહેતા હતા. એક દિવસ તેમની પત્ની તેમનો પ્રેમ વ્યક્ત કરવા તેમની પાસે આવી પરંતુ શનિદેવ ભક્તિમાં એટલા મગ્ન હતા કે તેમણે દેવી નીલમ રત્નને પણ જોયા નહીં. આ અપમાનથી ગુસ્સે થઈને તેમની પત્નીએ ભગવાન શનિદેવને શ્રાપ આપ્યો કે તે જેની તરફ જોશે તેનો નાશ થશે. આ કારણથી શનિદેવ આંખો નીચી રાખીને ચાલે છે, જેથી કોઈને કોઈ નુકસાન ન થાય. તમારા માટે સારી બાબત એ છે કે ભગવાન શનિદેવની તમારી પર કરડી નજર ના પડે....


વિદેશમાં અભ્યાસ બન્યો મુશ્કેલ, બદલાયા વિઝાના નિયમ, જાણો ભારતીયો પર શું પડશે અસર
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો