Shravan 2021: શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો મહાદેવ થશે નારાજ!
આ મહિનો ભગવાન ભોળાનાથની ભક્તિની મહિનો ગણાય છે. એવી ધાર્મિક માન્યતા છેકે, સાચા મનથી પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજા અર્ચના કરવાથી તમામ મનોરથ પુરા થશે.
નવી દિલ્લીઃ આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ મહિનામાં ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો વિશેષ પૂજા-અર્ચના કરે છે. ભક્તો આખો મહિનો શિવને પ્રસન્ન કરવાના તમામ પ્રયાસ કરે છે. આ મહિનામાં કેટલાંક ખાસ કામ શુભ માનવામાં આવે છે. જ્યારે અમુક કામ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો ન કરવાનું કામ કરશો તો ભોળાનાથ થઈ શકે છે નારાજ. ત્યારે અમે તમને જણાવીશું કે કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ.
શ્રાવણ માસમાં મનગમતું ફળ મેળવવા શિવજીને ચઢાવશો કયુ ફૂલ? જાણો આ ફૂલથી થશે મનોકામના પૂર્ણ!
શ્રાવણ મહિનામાં કરો આ કામ:
શ્રાવણ મહિનામાં તમારા દ્વારા કરવામાં આવતી તમામ પૂજા ભગવાન શિવ પર કેન્દ્રિત થવી જોઈએ. શ્રાવણના મહિનામાં દરેક દિવસે ભગવાન શિવને અર્પણ કરવો જોઈએ. જો તમે દરરોજ જળ અર્પણ ન કરી શકો તો શ્રાવણના સોમવારે મંદિર જઈને ભગવાન શિવને ચંદનનું તિલક લગાઓ. પુષ્પ અર્પણ કરો અને તેમને જળ ચઢાઓ. આમ કરવાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે. શ્રાવણના મહિનામાં પોતાના ખાવા-પીવાનું પણ ધ્યાન રાખો. શ્રાવણના મહિનામાં હળવું ભોજન કરો અને તેવું ભોજન કરવાથી બચો જેને પચવામાં વધારે સમય લાગતો હોય. એવું માનવામાં આવે છે કે શ્રાવણના મહિનામાં પાચન તંત્ર ધીમી ગતિથી કામ કરે છે. જો આ મહિનામાં ખાવા-પીવાનું ધ્યાન નહીં રાખીએ તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
શું ધ્યાન રાખશો:
શ્રાવણ મહિનામાં કીડા-મકોડા વધારે નીકળે છે જે ઘરમાં નકારાત્મકતા વધારવાનું કામ કરે છે. આથી આ સિઝનમાં પોતાના ઘરને સ્વચ્છ રાખો. આ આખો મહિનો પોતાના ઘરમાં સુગંધિત ધૂપ જરૂર કરો. તેનાથી તમારા ઘરનું વાતાવરણ સ્વચ્છ રહેશે. આખા શ્રાવણ મહિનામાં દિવસમાં એકવાર ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો. તેનાથી જીવનમાં કષ્ટ દૂર થાય છે. જે લોકો કોઈ લાંબા સમયથી બીમારીના કારણે પરેશાન છે. તે શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે. તમે ઘરમાં કોઈ પંડિતને બોલાવીને આ મંત્રનો જાપ કરો. તેનાથી તમે આખું વર્ષ નિરોગી અને સ્વસ્થ રહેશો. શ્રાવણના મહિનામાં જે લોકો દરરોજ આરતી કરે છે, તેમને ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળે છે.
Rudraksha ક્યાંથી મળે છે? કેવી રીતે તૈયાર થાય છે? જાણો રુદ્રાક્ષ સાથે જોડાયેલી રોચક વાતો
શ્રાવણમાં આ કામ ન કરશો:
શ્રાવણના મહિનામાં માંસ-મદિરાનું સેવન ન કરશો. જે લોકો નોનવેજ ખાય છે તેમણે શ્રાવણ મહિનામાં તેનાથી દૂર રહેવું જોઈએ. તેનાથી તમારું પેટ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે.
ખોટું બોલીને કોઈ કામ ન કરશો:
આ મહિનામાં ખોટું બોલીને કોઈપણ કામ ન કરશો. ભોલે શંકર નાની પૂજાથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જે લોકો જૂઠ્ઠાણાનો સહારો લઈને કામ કરે છે. તેમને ભગવાન સારું ફળ આપતાં નથી.
Shravan 2021: શિવના આંસુઓથી બન્યું છે દિવ્ય ફળ રુદ્રાક્ષ, શ્રાવણમાં ધારણ કરતાં પહેલા જાણી લો નિયમ
સિનિયર સિટીઝન-મોટા લોકોને ખુશ રાખો:
આ મહિનામાં મોટા લોકો અને સિનિયર સિટીઝનના આશીર્વાદ બહુ ફળે છે. તેમના અનાદરથી બચો અને સેવાભાવથી તેમને ખુશ રાખો. કોઈપણ એવું વાક્ય ન બોલશો જેનાથી તેમનુ મન દુખી થાય અને તે નારાજ થઈ જાય. ક્રોધથી દૂર રહો અને ઘરના બધા સભ્યોની સાથે સારો વ્યવહાર કરો. ક્રોધ કરવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે.
વ્રતને અધૂરું છોડશો નહીં:
જો તમે શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરો છો તો તેના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરો. વ્રતને ક્યારેય પણ અધૂરા છોડશો નહીં. જેમ કે કેટલાંક લોકો ચાર સોમવારનો સંકલ્પ કરે છે પરંતુ બે કરીને છોડી દે છે. આવું ન કરશો. જો તમે સક્ષમ ન હોય તો વ્રત કરવાનો સંકલ્પ ન લેશો. વ્રત દરમિયાન તેનું આચરણ સંપૂર્ણ રીતે પવિત્ર રહેવું જોઈએ. તેનાથી શ્રાવણનો મહિનો તમારા માટે બહુ જ શુભદાયી નીવડશે.
લગ્ન થવામાં વારંવાર આવે છે વિઘ્ન? તો બદલાતી જતી ગ્રહોની ચાલ વચ્ચે અજમાવી જુઓ આ ઉપાય!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube