મેલબર્ન: બોક્સિંગ ડે ટેસ્ટના ચોથા દિવસે જ ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડ પર મોટા અંતરથી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝિલેન્ડને મેલબર્ન ટેસ્ટમાં 247 રનથી હરાવ્યું. આ સાથે જ મેજબાન ટીમે 3 મેચોની સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી છે. હવે સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ સીડનીમાં 3 જાન્યુઆરીએ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી ઈનિંગમાં છવાયાલ પેન્ટિસન અને લોયન
આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે જ્યાં પહેલી ઈનિંગમાં પેટ કમિન્સે શાનદાર બોલિંગ કરી તો બીજી ઈનિંગમાં જેમ્સ પેન્ટિસન અને નાથન લોયને ન્યૂઝિલેન્ડને બીજી ઈનિંગમાં સમેટી લેવામાં મહત્વની ભૂમિકા ભજવી, પેન્ટિસને 3 વિકેટ લીધી જ્યાં નાથન લોયને ચાર વિકેટ લીધી. માર્નસ લેબુશેને પણ એક વિકેટ ઝડપી. 


Aus vs NZ: મિશેલ સ્ટાર્કના 'ખતરનાક બાઉન્સરે' તોડી બોલ્ટની આંગળી, સિરીઝમાંથી થયો બહાર


બ્લંડલનો સંઘર્ષ એળે ગયો
488 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝિલેન્ડની ટીમ માટે ટોમ બ્લંડલની શતકીય ઈનિંગ બેકાર ગઈ. તેના 121 રનની ઈનિંગ ઉપરાંત હેનરી નિકોલ્સ 33 રન, જ્હોન વાટલિંગ 22 રન અને મિશેલ સેન્ટનર 27 રનનું જ યોગદાન આપી શક્યાં. અન્ય કોઈ પણ કિવી બેટ્સમેન ક્રિસ પર ટકી શક્યો નહીં. કેપ્ટન વિલયમ્સ પોતે શૂન્ય રને આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો. 


પેન્ટિસને વેરવિખેર કર્યો ટોપ ઓર્ડર
મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ પોતાનો પહેલો દાવ પાંચ વિકેટના નુકસાન પર 168 રન પર ડિક્લેર કર્યો હતો અને મહેમાન ટીમને 488 રનનો મુશ્કિલ લક્ષ્યાંક આપ્યો. જેમ્સ પેન્ટિસને પહેલા ટોમ લાથમ (8) અને ત્યારબાદ કેપ્ટન કેન વિલિયમ્સને ખાતું ખોલાવ્યાં વગર જ પેવેલિયન ભેગા કર્યાં. ત્યારબાદ તે જ ઓવરમાં રોસ ટેલર પણ જેમ્સ પેન્ટિસનના બોલે ક્લિન બોલ્ડ  થયો. 


AUSvsNZ: ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા ડ્રાઇવિંગ સીટ પર, ન્યૂઝીલેન્ડ પર પરાજયનું સંકટ


ઓસ્ટ્રેલિયાએ પહેલા જ લઈ લીધી હતી લીડ
આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ મેચના ત્રીજા દિવસે પહેલી ઈનિંગના દમ પર ન્યૂઝિલેન્ડ પર 319 રનની મજબુત લીડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 467 રન કર્યા હતાં. કીવી ટીમ પહેલા દામાં માત્ર 148 રન કરી શકી. ઓસ્ટ્રેલિયાને આ રીતે 319 રનની લીડ મળી. ત્યારબાદ તેણે ન્યૂઝિલેન્ડને ફોલોઓન ન કર્યું અને બીજી ઈનિંગ રમવાનો નિર્ણય  કર્યો. ત્રીજા દિવસનો ખેલ ખતમ થયો ત્યાં સુધી મેજબાન ટીમે પોતાની ચાર વિકેટો ગુમાવીને 137 રન બનાવી લીડ મજબુત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube