એડિલેડઃ તોફાની ફોર્મમાં ચાલી રહેલા ઓસ્ટ્રેલિયા(Australia)ના ડેવિડ વોર્નર (David Warner)એ ત્રેવડી સદી ફટકારીને એક જ ઝટકામાં અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. તેણે પાકિસ્તાન (Australia vs Pakistan) સામેની બીજી ટેસ્ટમાં આ રેકોર્ડ નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના આ ઓપનરે આ મેચમાં 335 રનની ઈનિંગ્સ(Innings) રમી હતી. વર્ષ 2019માં કોઈ પણ બેટ્સમેન (Batsman) દ્વારા બનાવાયેલી આ પ્રથમ ત્રેવડી સદી(First Triple Century) છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેવિડ વોર્નરે(David Warner) આ સાથે જ વિરાટ કોહલીનો(Virat Kohli) વર્ષના સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વોર્નરે ડોન બ્રેડમેનના (Don Bradman) સૌથી મોટા સ્કોરને પણ પાછળ રાખી દીધો છે. 


Abhimanyu Mithun : 6 બોલમાં 5 વિકેટ, આમ કરનારો 87 વર્ષમાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યો


ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન (Australia vs Pakistan) વચ્ચે બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ(Australia) મેચના પ્રથમ દિવસે એક વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા હતા. એ સમયે ડેવિડ વોર્નર(David Warner) 166 રને નોટ આઉટ હતો. વોર્નરે મેચના બીજા દિવસે પણ પ્રથમ દિવસનું ફોર્મ જાળવી રાખતા જોરદાર ઈનિંગ્સમાં 335 રન બનાવ્યા અને અંત સુધી આઉટ થયો નહીં. વોર્નરે 418 બોલમાં 335 રન બનાવ્યા છે અને 39 ચોગ્ગા તથા એક છગ્ગો ફટકાર્યો છે. 


ડેવિડ વોર્નરે(David Warner) આ સાથે જ વિરાટ કોહલીના(Virat Kohli) વર્ષ 2019ના સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વિરાટ કોહલીએ ગયા મહિને દક્ષિણ આફ્રિકા (South Africa) સામે 254 રનની નોટ આઉટ ઈનિંગ્સ રમી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ મેચથી અગાઉ વિરાટની ઈનિંગ્સ જ સૌથી મોટી હતી. મયંક અગ્રવાલ (Mayank Agrawal) 243ના સ્કોર સાથે વર્ષનો ત્રીજો સૌથી મોટો સ્કોરર છે. 


Mayank Agrawal : આ વર્ષે વિરાટ, રોહિત અને પુજારાને પાછળ રાખીને બન્યો 'ટેસ્ટમાં બેસ્ટ'


ડેવિડ વોર્નર 335 રન સાથે ઓસ્ટ્રેલિયાના ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોરર બની ગયો છે. તેણે આ ઈનિંગ્સ દરમિયાન માર્ક ટેલર(Mark Tellar) (334 રન) અને ડોન બ્રેડમેન(Don Bradman) (334)ના સૌથી મોટા સ્કોરના અંતરને તોડી નાખ્યો છે. જોકે, મેથ્યુ હેડન (380)ના (Methew Hedan) સ્કોરથી તે પાછળ રહી ગયો છે. જો ઓસ્ટ્રેલિયાએ(Australia) દાવ ડિક્લેર ન કર્યો હતો તો કદાચ વોર્નર હેડનનો રેકોર્ડ પણ તોડી નાખતો. 


ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 589 રન હતો ત્યારે ટિમ પેને દાવ ડિક્લેર કર્યો હતો. એ સમયે વોર્નર 335 અને મેથ્યુ વેડ 38 રન સાથે ક્રિઝ પર હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....