Virat Kohli Test Captaincy: રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન બનાવવાના મૂડમાં નથી BCCI! આ નામો પર થઈ શકે છે ચર્ચા
વાસ્તવમાં, ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોહલીએ T20 ફોર્મેટમાંથી રાજીનામું આપી દીધું હતું. પછી બીસીસીઆઈએ તેની પાસેથી વનડેની કેપ્ટનશીપ પણ છીનવી લીધી હતી. આ નિર્ણય બાદ ભારતીય બોર્ડે T20 અને ODI ટીમની કમાન રોહિત શર્માને સોંપી દીધી છે.
નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શનિવારે (15 જાન્યુઆરી)ના રોજ ટેસ્ટ ફોર્મેટના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ટીમનો આગામી કેપ્ટન કોણ હશે? દિગ્ગજો અને ચાહકોનું માનવું છે કે કોહલીના સ્થાને રોહિત શર્માને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ મૂડમાં દેખાતું નથી. તેના મનમાં બીજું કોઈ નામ ગુંજતું જણાઈ રહ્યું છે.
વાસ્તવમાં, ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોહલીએ T20 ફોર્મેટમાંથી રાજીનામું આપી દીધું હતું. પછી બીસીસીઆઈએ તેની પાસેથી વનડેની કેપ્ટનશીપ પણ છીનવી લીધી હતી. આ નિર્ણય બાદ ભારતીય બોર્ડે T20 અને ODI ટીમની કમાન રોહિત શર્માને સોંપી દીધી છે. આવી સ્થિતિમાં ચાહકો માટે એ વિચારવું પણ સ્વાભાવિક છે કે રોહિતને પણ ટેસ્ટની કમાન સોંપવામાં આવી શકે છે, કારણ કે કોહલી પછી રોહિત એકમાત્ર સિનિયર ખેલાડી છે. જ્યારે બીસીસીઆઈના સૂત્રોનું માનીએ તો હાલ આવી કોઈ સ્થિતિ દેખાતી નથી.
યુપી વિધાનસભાની ચૂંટણીમાં જાતિવાદ જ જીતાડશે! જાણો રાજનૈતિક પાર્ટીઓનું ગણિત
શું વિચારી રહ્યા છે BCCI પસંદગીકારો?
BCCI ના સૂત્રોએ જણાવ્યું કે પસંદગીકારો ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પર નવા નામની ચર્ચા કરવા લાગ્યા છે. જેમાં કેએલ રાહુલનું નામ પણ સુકાનીપદ માટે જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાંથી એક છે. જો આપણે કોઈ પ્રક્રિયાની વાત કરીએ તો વાઇસ-કેપ્ટને ટીમની કમાન સંભાળવી જોઈએ, પરંતુ પસંદગીકારો ચર્ચા કરવા માંગે છે કે શું તમામ ફોર્મેટ (ટેસ્ટ, ODI, T20)ની કેપ્ટનશિપ કોઈ એકને સોંપવી જોઈએ કે પછી ટેસ્ટ અને લિમિટેડ ઓવરના બે અલગ-અલગ કેપ્ટન બનાવવા જોઈએ.
શું હોઈ શકે છે BCCIનું ગણિત?
તમને જણાવી દઈએ કે જો ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવે છે, તો રોહિતને ટેસ્ટમાં કમાન મળવી નક્કી થઈ જશે. જો ટેસ્ટ અને લિમિટેડ ઓવરના ફોર્મેટમાં બે અલગ-અલગ કેપ્ટન બનાવવા માટે પસંદગીકારો વચ્ચે સમજૂતી થાય તો કેએલ રાહુલનું નામ ટેસ્ટમાં સૌથી આગળ આવી શકે છે. તેનું કારણ એ છે કે કેએલ રાહુલ ટીમનો વાઈસ કેપ્ટન પણ છે અને સારા ફોર્મમાં પણ છે. અજિંક્ય રહાણે ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી દૂર રહી શકે છે. જો કેએલ રાહુલ કેપ્ટન બને છે તો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત વાઇસ કેપ્ટન બની શકે છે.
આ દેશમાં કૌટુંબિક સેક્સ છે માન્ય, ભાઈ-બહેન માણી શકે છે શારીરિક સંબંધ, અને હવે સરકાર...
ટીમ ઈન્ડિયાની આગામી ટેસ્ટ શ્રેણી શ્રીલંકા સામે
ભારતીય ક્રિકેટ ટીમે આગામી ટેસ્ટ સીરિઝ શ્રીલંકા સામે તેના જ ઘરમાં રમવાની છે. બે ટેસ્ટ મેચની આ શ્રેણીની પ્રથમ મેચ 25 ફેબ્રુઆરીથી બેંગ્લોરમાં અને બીજી ટેસ્ટ 5 માર્ચથી મોહાલીમાં રમાશે. આવી સ્થિતિમાં BCCI પાસે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ નક્કી કરવા માટે હજુ ઘણો સમય છે. હાલમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે તેમના જ ઘર આંગણે ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમવાની છે. આ શ્રેણીની પ્રથમ મેચ 19 જાન્યુઆરીએ રમાશે. આ વનડે સિરીઝમાં ઈજાગ્રસ્ત રોહિત શર્માની ગેરહાજરીમાં માત્ર કેએલ રાહુલ જ કમાન સંભાળતો જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube