દુબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) શુક્રવારે આત્મવિશ્વાસથી ભરેલી દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા પોતાના ત્રીજા મુકાબલા પહેલા બેટિંગ ક્રમમાં કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ના સ્થાન પર વિચાર કરવા ઈચ્છશે. શારજાહની બેટિંગ ફ્રેન્ડલી પિચ પર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મળેલી હાર માટે પોતાના સ્પિનરોના ખરાબ પ્રદર્શન અને નિરાશાજનક 20મી ઓવરને જવાબદાર ઠેરવી શકાય છે. પરંતુ બેટ્સમેન ખુદને સંપૂર્ણ રીતે તેનાથી દોષમુક્ત ન કરી શકે વિશેષ કરીને મુરલી વિજય, કેદાર જાધવ અને ખુદ કેપ્ટન ધોની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોની 7મા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે સેમ કરન, જાધવ અને રુતુરાજ ગાયકવાડને ખુદની પહેલા બેટિંગ માટે મોકલ્યા પરંતુ આ રણનીતિ નિષ્ફળ રહી, જેથી ફાફ ડુ પ્લેસિસ પર ઓછા સમયમાં વધુ રન બનાવવાનો દબાવ વધી ગયો. 


ધોનીના પ્રશંસક તેની સિક્સ ફટકારવાની ક્ષમતાના દિવાના છે. પરંતુ નજીકથી જોવામાં આવે તો તે ફાસ્ટ બોલરો વિરુદ્ધ ઝડપથી રમી શક્યો નહીં અને મધ્યમ ગતિના બોલર ટોમ કરન બોલિંગ કરવા આવ્યો તો ધોની આક્રમક થઈ શક્યો હતો. તે પણ મેચમાં ત્યારે થયું, જ્યારે મેચ હાથમાંથી નિકળી ગઈ હતી. 


દિલ્હી કેપિટલ્સ માટે શરૂઆતી મેચમાં જીતથી તેના ખેલાડીઓનો આત્મવિશ્વાસ ખુબ વધી ગયો છે, પરંતુ રવિચંદ્રન અશ્વિનની ખભાની ઈજાને કારણે તે નહીં રમે તેવી સંભાવના છે. જેથી તેણે બોલિંગ લાઇનઅપમાં ફેરફાર કરવો પડશે. જો અશ્વિન ન રમે તો અમિત મિશ્રા તેના સ્થાને મેદાનમાં ઉતરી શકે છે. 


મોટી બાઉન્ડ્રીથી કાંડાના સ્પિનરોને બોલને વધુ ઉછાળીને આક્રમણ કરવામાં મદદ મળઈ શકે છે. એક અન્ય પાસુ ફાસ્ટ બોલર મોહિત શર્માનું પ્રદર્શન હશે. મોહિતે શરૂઆતમાં રાહુલને આઉટ કર્યો હતો પરંતુ અંતમાં તેની બોલિંગથી દિલ્હી માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ હતી. 


ચેન્નઈ સુપર કિંગ્સ જેવી ટીમ અંતિમ 10 ઓવરમાં આક્રમણ કરવાનું પસંદ કરે છે તો કેપિટલ્સ હર્ષલ પટેલને અજમાવી શકે છે જે કોઈપણ સ્થાન પર એક બેટ્સમેન તરીકે કામ આવી શકે છે કારણ કે તે ઘરેલૂ ક્રિકેટમાં ઈનિંગનો પ્રારંભ કરે છે. એનચિર નોર્ત્જે આઈપીએલની પ્રથમ મેચમાં એટલો ખરાબ ન રહ્યો પરંતુ ડાબા હાથનો ડેનિયલ સેમ્સ કેટલાક મુશ્કેલ કોણમાં બોલિંગ કરી શકે છે, જે બેટ્સમેનોને પસંદ નથી. 


શિમરોન હેટમાયરને વધુ એક તક મળવાની સંભાવના છે, જો રિકી પોન્ટિંગ એલેક્સ કેરીના રૂપમાં સ્થિરતા લાવવા વિશે વિચારતા નથી. દિલ્હીની ટીમમાં પૃથ્વી શો, શિખર ધવન, રિષભ પંત, કેપ્ટન અય્યર અને પાછલા મેચનો હીરો સ્ટોઇનિસ જેવા બિગ હિટર છે, જે પિયૂષ ચાવલા અને રવિન્દ્ર જાડેજાને પડકાર આપવા ઈચ્છશે. 


ચેન્નઈ સુપર કિંગ્સ
એમએસ ધોની, અંબાતી રાયડુ,  દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, ફાફ ડુપ્લેસિસ, કેએમ આસિફ, ડ્વેન બ્રાવો, ઇમરાન તાહિર, જગદીશન નારાયણ, કરણ શર્મા, કેદાર જાધવ, લુંગી એન્ગિડી, મિશેલ સેન્ટનર, મોનુ સિંહ , મુરલી વિજય, ઋુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, પિયુષ ચાવલા, જોશ હેઝલવુડ અને સાંઇ કિશોર.

દિલ્હી કેપિટલ્સ
શ્રેયસ અય્યર, પૃથ્વી શો, રિષભ પંત, શિખર ધવન, અક્ષર પટેલ, કીમો પોલ, અમિત મિશ્રા, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઇશાંત શર્મા, કગીસો રબાડા, સંદીપ લામિછાને, આર અશ્વિન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, શિમરોન હેટ્માયર , માર્કસ સ્ટોઇનિસ, મોહિત શર્મા, લલિત યાદવ અને તુષાર દેશપાંડે, ડેનિયલ સેમ્સ.


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર