ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી હરલીન દેઓલ હજુ તો માત્ર 23 વર્ષની છે. પરંતુ તેણે નાની ઉંમરમાં જ મોટી સફળતા હાંસલ કરી લીધી છે. કેમ કે ઈંગ્લેન્ડ સામે રમાયેલી પહેલી ટી-20 મેચમાં તેણે એમી જોન્સનો શાનદાર કેચ ઝડપીને બહારનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ જે રીતે તેણે બાઉન્ડ્રીની બહાર જતાં બોલને રોકીને પછી કેચ પક્ડ્યો તેણે ધૂમ મચાવી દીધી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરથી લઈ પ્રધાનમંત્રી મોદી હરલીનના વખાણ કરી રહ્યા છે. ત્યારે તમારા મનમાં એમ થતું હશે કે આ હરલીન દેઓલ કોણ છે. જે રાતોરાત સ્ટાર બની ગઈ. તો ચાલો તમને તેનાથી માહિતગાર કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jaqueline એ એવા બોડી પાર્ટ પર ટેટૂ ચિતરાવ્યું કે શું કહેવું, જોનારાઓની આંખો થઈ ગઈ પહોળી!


કોણ છે હરલીન દેઓલ:
હરલીન દેઓલ ચંદીગઢની રહેવાસી છે. તેનો જન્મ 21 જૂન 1998માં થયો હતો. તેણે માત્ર સાત વર્ષની ઉંમરમાં જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. તેણે 8 વર્ષની ઉંમરમાં અંડર-19 ઈન્ટર સ્કૂલ મેચ રમી હતી. 2010માં તે પંજાબની અંડર-19 ટીમનો ભાગ બની. શરૂઆતમાં તે એક ઓફ સ્પિનર હતી. અને પછી તે લેગ સ્પિનર બની.


કઈ રીતે સ્ટાર બની હરલીન:
હરલીને ડાઈવ મારીને કેચ પકડવાની જે નીડરતા બતાવી છે. તે પહેલા તેનામાં ન હતી. શરૂઆતના સમયમાં તે ડાઈવ મારવાથી ડરતી હતી. પરંતુ પછી હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘની એકેડેમીમાં અભ્યાસ કરતાં-કરતાં તેની અંદરથી આ ડર જતો રહ્યો. HPCA એકેડેમીના કોચ પવન સેને અંગ્રેજી વર્તમાનપત્ર ઈન્ડિયન એક્સપ્રેસને આ અંગે જાણકારી આપી હતી. 'કોઈપણ ક્રિકેટરની જેમ હરલીનને ડાઈવ મારવા અને સ્લાઈડ કરવાથી ડર લાગતો હતો. અમે HPCA એકેડેમીમાં ટ્રેનિંગ કરનારાઓને ભીના પીચ કવર પર સ્લાઈડ અને ડાઈવ મારતાં શીખવાડ્યું. તેનાથી તેને મદદ મળી. બેટિંગ અને બોલિંગની સાથે સાથે તે એક શાનદાર ફિલ્ડર બનીને ઉભરી અને દુનિયામાંથી પ્રશંસા મેળવી રહી છે. આ તેની મહેનતનું પરિણામ છે.'

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!
 



શરૂઆતથી હિંમતવાળી છે હરલીન:
હરલીનમાં આ ડર ગયો તેની હિંમતના કારણે. તે શરૂઆતથી જ હિંમતવાળી છે. તેનું ઉદાહરણ તેની ક્રિકેટિંગ કારકિર્દીમાં તે ઘટનાથી મળે છે. હરલીને હિમાચલ પ્રદેશ તરફથી રમતાં એક મેચમાં આંગળીમાં ઈજા છતાં બોલિંગ કરી હતી. આ અંગેની જાણકારી હરલીનની માતાએ આપી.


મોટા ક્રિકેટરો કરી રહ્યા છે વખાણ:
હરલીનની માતા ચરણજીત કૌરે જણાવ્યું કે હરલીને સાત વર્ષની ઉંમરમાં જ રમવાનું શરૂ કરી દીધું હતું. અને મને હજુ પણ યાદ છે કે તે યાદવિંદર પબ્લિક ગ્રાઉન્ડમાંથી તૂટેલી આંગળી લઈને પાછી આવી હતી. હિમાચલ પ્રદેશ તરફથી ગુજરાતમાં રમતાં તેને આંગળીમાં ઈજા થઈ હતી. તેની ચિંતા કર્યા વિના તેણે બોલિંગ કરી હતી. અને હવે કોઈપણ રીતે ગભરાયા વિના શાનદાર કેચ પકડ્યો. જેના વખાણ સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને નાસીર હુસૈન જેવા ખેલાડીઓ કરી રહ્યા છે. જે તેની મહેનતનું પરિણામ છે.


સોશિયલ મીડિયામાં મચાવે છે ધૂમ:
હરલીનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડા પાંચ લાખથી વધારે ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાના અને સાથી ક્રિકેટરો સાથેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. આ સિવાય ટ્વિટર પર પણ તેના 61 હજારથી વધારે ફોલોઅર્સ છે. ઈંગ્લેન્ડના ખેલાડીના કરેલા શાનદાર કેચ પછી તેના ફોલોઅર્સની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.


TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

Kareena Kapoor ની આવી ગંદી તસવીરો જોઈને સૈફ પણ બોલ્યો સાલુ આ શું છે!

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube