નવી દિલ્હીઃ બાંગ્લાદેશની સીરિઝ પુરી થવાની સાથે જ ભારતીય ટીમની(Team India) આ વર્ષનું ટેસ્ટ ક્રિકેટ પુરું થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાએ(Team India) 2019ની પોતાની અંતિમ ટેસ્ટ રમી લીધી છે. હવે તે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ(New Zealand) સામે ટેસ્ટ રમશે. 2019માં ભારતનું ટેસ્ટ ક્રિકેટ પ્રદર્શન કેવું રહ્યું, કયો ખેલાડી છે જેણે સૌથી સારું પ્રદર્શન કર્યું એવા અનેક સવાલનોના જવાબ અહીં આપી રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ ટીમમાં(Indian Cricket Team) બેટ્સમેન (Batsman) સૌથી મોટો સ્ટાર હોય છે. આ વર્ષે ભારત માટે સૌથી વધુ રન વિરાટ કોહલી(Virat Kohli), અજિંક્ય રહાણે(Ajinkya Rahane), ચેતેશ્વર પુજારા(Cheteshwar Pujara) કે રોહિત શર્મા(Rohit Sharma) જેવા દિગ્ગજ ખેલાડીએ નહીં પરંતુ મયંક અગ્રવાલે(Mayank Agrawal) બનાવ્યા છે. જેણે અત્યાર સુધી માત્ર 9 ટેસ્ટ મેચ જ રમી છે. 


હનિમૂન અને કિક્રેટના ફેન્સના લઈને થયો અત્યંત રસપ્રદ સરવે, રિઝલ્ટ પણ છે ચોંકાવનારું


ભારતીય ક્રિકેટ ટીમે 2019માં 8 ટેસ્ટ રમી છે, જેમાંથી 7 જીતી અને એક ડ્રો રહી છે. ભારતીય ટીમ ટેસ્ટમાં એક સારો ઓપનિંગ બેટ્સમેન શોધી રહી હતી અને તેને મયંક અગ્રવાલના સ્વરૂપમાં એક નવો વિકલ્પ મળી ગયો છે. મયંકે ઓપનિંગની સમસ્યાનો ઉકેલ લાવવાની સાથે જ દિગ્ગજ ખેલાડીઓ કરતા પણ વધુ રન બનાવ્યા છે. 


ભારતીય ખેલાડીઓમાં આ વર્ષે સૌથી વધુ 754 રન મયંક અગ્રવાલે બનાવ્યા છે. તેણે 8 મેચમાં 11 ઈનિંગ્સમાં 68.54ની સરેરાશથી આ રન બનાવ્યા છે. તેણે આ વર્ષે બે બેવડી સદી ફટકારી અને આમ કરનારો તે એકમાત્ર બેટ્સમેન રહ્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 243 રહ્યો છે. 


IND vs WI : શિખર ધવન ઈજાગ્રસ્ત, ભારતને મોટો ફટકો, ટી20માંથી થયો બહાર


આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવા બાબતે વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે બીજા નંબરે રહ્યો. તેણે 8 મેચમાં 642 રન બનાવ્યા છે. ત્યાર પછી ત્રીજા નંબરે 612 કુલ રન સાથે કેપ્ટન કોહલી રહ્યો છે. વિરાટનો સર્વોચ્ચ સ્કોર 254 રન છે. 


રોહિત શર્માએ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ગજબનું પુનરાગમન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ(Team India) રોહિતને ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતાર્યો અને તેણે આ તકની ઝડપી લીધી. રોહિતે 5 મેચમાં 556 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ પછી તે એકમાત્ર ભારતીય ખેલાડી છે, જેણે આ વર્ષે 3 સદી ફટકારી છે. ચેતેશ્વર પૂજારાએ આ વર્ષે કુલ 507 રન બનાવ્યા છે. 


ICC Test Ranking : સ્ટીવ સ્મિથની નજીક પહોંચ્યો વિરાટ કોહલી, મયંક ટોપ-10માં


રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી અને ઋષભ પંતે પણ આ વર્ષે સારું પ્રદર્શન કર્યું છે. જાડેજાએ 8 મેચમાં 440, વિરાહીએ 4 મેચમાં 341 અને પંતે 3 મેચમાં 217 રન બનાવ્યા છે. ભારત માટે 200થી વધુ રન બનાવનારા ખેલાડીણઆં જાડેજા જ એક માત્ર એવો બેટ્સમેન રહ્યો છે, જે સદી ફટકારી શક્યો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....