ICC Test Ranking : સ્ટીવ સ્મિથની નજીક પહોંચ્યો વિરાટ કોહલી, મયંક ટોપ-10માં

કોહલીના ટેસ્ટ રેટિંગ પોઈન્ટ(Test Rating Point) 928 થયા છે. કોહલીએ કોલકાતામાં બાંગ્લાદેશ સામે 136 રન ફટકાર્યા હતા. હવે તેના અને સ્ટીવ સ્મિથ વચ્ચે માત્ર 3 પોઈન્ટનું જ અંતર રહ્યું છે. 

ICC Test Ranking : સ્ટીવ સ્મિથની નજીક પહોંચ્યો વિરાટ કોહલી, મયંક ટોપ-10માં

મુંબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારીને આઈસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં (ICC Test Ranking) સ્ટીવ સ્મિથની (Steve Smith) નજીક પહોંચી ગયો છે. ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ (Mayank Agrawal) પણ ટોપ-10માં પહોંચી ગયો છે. 

કોહલીના ટેસ્ટ રેટિંગ પોઈન્ટ 928 થયા છે. કોહલીએ કોલકાતામાં બાંગ્લાદેશ સામે 136 રન ફટકાર્યા હતા. હવે તેના અને સ્ટીવ સ્મિથ વચ્ચે માત્ર 3 પોઈન્ટનું જ અંતર રહ્યું છે. 

The latest @MRFWorldwide ICC Test Rankings for batting: https://t.co/UQn9xI4e8K pic.twitter.com/axw8iq6Lnc

— ICC (@ICC) November 26, 2019

ઈન્દોરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનારો મયંક અગ્રવાલ એક ક્રમનો કૂદકો મારીને 10મા સ્થાને પહોંચી ગયો છે. ટોચના-10માં તે ચોથો ભારતીય છે. ચેતેશ્વર પુજારા (791) ચોથા અને અજિંક્ય રહાણે (759) પાંચમા સ્થાને છે. 

ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ ત્રણ પોઈન્ટનો કૂદકો મારીને ટોચના 10માં પહોંચી ગયો છે. બાંગ્લાદેશનો મુશ્ફિકુર રહીમ ચાર પોઈન્ટનો કૂદકો મારીને 26મા સ્થાને પહોંચી ગયો છે, જેણે કોલકાતા ટેસ્ટમાં 74 રન બનાવ્યા હતા. 

Updated @MRFWorldwide ICC Test Rankings for bowling: https://t.co/to2xXUIssc pic.twitter.com/VspDMmFiUS

— ICC (@ICC) November 26, 2019

બોલિંગમાં ઈશાંતને થયો ફાયદો
આઈસીસી દ્વારા બોલરોના જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં ઈશાંત શર્મા અને ઉમેશ યાદવ કારકિર્દીના સર્વોચ્ચ પોઈન્ટ પર પહોંચી ગયા છે. ઈશાંતના 716 પોઈન્ટ થયા છે અને તે 17મા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે ઉમેશ યાદવ 672 પોઈન્ટ સાથે 21મા સ્થાને છે. 

સ્પિનર આર. અશ્વિન 772 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે. ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહેલો જસપ્રિત બુમરાહ એક ક્રમ નીચે ખસીને 5મા સ્થાને આવી ગયો છે. ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ યાદીમાં બીજા સ્થાને છે. વેસ્ટ ઈન્ડીઝનો જેસન હોલ્ડર ટોચના
સ્થાને છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news