Lalit Modi son: લંડનની હોસ્પિટલમાં ભર્તી IPLના પૂર્વ ચેરમેન લલિચ મોદીના પુત્ર રુચિર મોદીને પોતાનો ઉત્તારધિકારી ઘોષિત કરવામાં આવ્યો છે. કોવિડ સંક્રમણથી પીડાતા લલિત મોદીએ બિઝનેસ ગ્રુપ કેકે મોદી ફેમિલી ટ્રસ્ટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પુત્રી આલિયા સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે અને મને લાગે છે કે ટ્રસ્ટમાં મારા હિતોની કમાન પુત્ર રૂચિર મોદીને સોંપવી જોઈએ. હવે લલિત મોદીએ તેમને પોતાનો ઉત્તરાધિકારી બનાવવાની સાથે 4 હજાર 555 કરોડ રૂપિયાની સંપત્તિ સોંપી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 વર્ષીય રુચિર મોદી પહેલાથી જ ફેમિલી બિઝનેસ સાથે જોડાયેલા છે. તે મોદીકેર અને ગોડફ્રે ફિલિપ ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટર છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, રૂચિર મોદી વેન્ચર્સના સ્થાપક પણ છે. તે 24/7 કન્વિનિયન્સ સ્ટોર્સ અને કલર બાર કોસ્મેટિક બ્રાન્ડ માટે પ્રોજેક્ટનું નેતૃત્વ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...


ક્રિકેટ અને કારોના છે શોખીન
બ્રિટનથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચુકેલા રુચિર રાજસ્થાનના અલવર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ છે. પાંચ વર્ષ પહેલાં રુચિર ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે પર્પલ કલરની McLaren 720S લીધી હતી. લંડનમાં રહેતા તેમની પાસે અનેક કારોનું કલેક્શન રહ્યું છે. જે ચર્ચામાં રહ્યુ છે. પિતાની જેમ રૂચિરને પણ ક્રિકેટનો શોખ છે. 


લલિત મોદીના બે બાળકો છે. રુચિર અને આલિયા. 2018માં રુચિર મોદીની માતા મીનલ મોદીનું કેન્સરના કારણે નિધન થયું હતું. રૂચિરની એક સાવકી બહેન પણ છે જેનું નામ કરીમા સાગરની છે. 

આ પણ વાંચો: ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની
આ પણ વાંચો: ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા
આ પણ વાંચો: સરકારે સ્વિકારી કોરોના રસીની સાઇડ ઇફ્કેટની વાત, કહ્યું વેક્સીનના ઘણા છે દુષ્પ્રભાવ


ઘરેલુ વિવાદમાં દાદી પર ઉઠાવ્યા હતા સવાલ
પરિવારમાં કેકે મોદી ગ્રુપને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ ગ્રુપમાં લલિત મોદીની સાથે  તેમના પુત્રની પણ ભાગેદારી છે. કેકે મોદી રુચિરના દાદા છે. 2 નવેમ્બર 2019ના રોજ તેમના નિધન પછી લલિત મોદીએ ગ્રુપની સંપત્તિ વેચવાની વાત કહી હતી.  આ વાત પર તેમની માતા બીના મોદી, ભાઈ સમીર મોદી અને બહેન ચારુએ વિરોધ કર્યો હતો. આ મામલે લલિત મોદીએ સિંગાપુરના આર્બિટ્રેશન કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેનો હજુ પણ વિવાદ ચાલુ છે. 

આ પણ વાંચો: રાત્રે મોજા પહેરીને સુવું યોગ્ય છે કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
આ પણ વાંચો: દેશની આ 3 બેંકો પર ભરોસો કરો ક્યારેય નહીં ડૂબે રૂપિયા, RBIએ આપી ગેરંટી
આ પણ વાંચો: BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો


ઘરમાં અનેક વખત આ વાત પર વિવાદ થયો. નવેમ્બર 2020માં રૂચિરે કહ્યું કોર્પોરેટ ગર્વનેન્સના નિયમોનું ઉલ્લંઘન થયું છે. રૂચિરે કોર્પોરેટર અફેયર્સ મિનિસ્ટ્રીને પત્ર લખીને સેબીથી તપાસની માગ કરી છે. અને દાદી બીના મોદી પર આરોપ લગાવ્યો છે . તેમણે લખ્યું હતું પબ્લિક શેયર હોલ્ડર્સ તરફથી દાદી બીના મોદીને કાઢવામાં આવ્યા છે. જે પછી પણ તે કંપનીને પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર તરીકે સંભાળી રહ્યાં છે. 


બિઝનેસ વધારવાની સાથે વિવાદ અંગે જવાબદારી પણ છે.
IPLમાં અનિયમિત્તાના આરોપો પછી લિલત મોદી દેશથી બહાર છે. હવે રૂચિર મોદીને સંપૂર્ણપણે ઉત્તરાધિકારી ઘોષિત કરીને બિઝનેસ સંભાળવાની કમાન સોંપી છે. હવે રૂચિર મોદી પર બિઝનેસને વધારવાની સાથે વિવાદોનો સામનો કરવાની જવાબદારી પણ છે.


આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube