Rinku Singh Story: IPL 2023 માં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં સતત પાંચ સિક્સર ફટકારીને કોલકાતા નાઇટ રાઇડર્સને જીતાડનાર રિંકુ સિંહ અચાનક હીરો બની ગયો છે. રિંકુ સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. રિંકુ સિંહની સ્ટોરીએ સૌને ભાવુક કરી દીધા છે. IPL 2023માં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં સતત પાંચ સિક્સર ફટકારીને કોલકાતા નાઇટ રાઇડર્સને જીતાડનાર રિંકુ સિંહ અચાનક હીરો બની ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે! આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral


રિંકુ સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. રિંકુ સિંહની સ્ટોરીએ સૌને ભાવુક કરી દીધા છે. રિંકુ સિંહ માટે ક્રિકેટર બનવાની સફર ખૂબ જ મુશ્કેલ રહી છે, કારણ કે તેના પિતા ઘર-ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડતા હતા. પરિવારને દેવાના બોજમાંથી બહાર કાઢવા માટે રિંકુ સિંહે નોકર બનીને પોતા કરવાનું પણ એક સમયે કામ કર્યું છે. 


પેટ ભરવા માટે પિતા કરતા હતા આ મુશ્કેલ કામ-
રિંકુ સિંહના પિતા ખાનચંદ્ર સિંહ  LPG ગેસ સિલિન્ડર વિતરણ કંપનીમાં કામ કરતા હતા. રિંકુ સિંહે તેના શરૂઆતના વર્ષો તેના માતા-પિતા અને ચાર ભાઈ-બહેનો સાથે અલીગઢ સ્ટેડિયમ પાસેના બે રૂમના ક્વાર્ટરમાં વિતાવ્યા હતા. તે ઉત્તર પ્રદેશની અંડર-16, અંડર-19 અને અંડર-23 ટીમો તરફથી રમતા વય-જૂથ સ્પર્ધાઓમાંથી પસાર થયો છે.


આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  IPLમાં મેચ પહેલાં ગુજરાતે કેમ બદલ્યો કેપ્ટન? કોને સોંપાઈ જવાબદારી? હાર્દિકનું શું?
આ પણ ખાસ વાંચોઃ  રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે


આ રીતે રિંકુ સિંહ KKRનો ચેમ્પિયન ક્રિકેટર બન્યો-
25 વર્ષીય રિંકુ સિંહ જે 2018-19 રણજી ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાં નવ મેચોમાં 803 રન સાથે યુપી માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેને કિંગ્સ ઈલેવન પંજાબ દ્વારા પ્રથમ આઈપીએલ 2017 માટે પસંદ કરવામાં આવ્યો હતો અને તે પછીના વર્ષે તે KKR માટે રમ્યો હતો અને તેને 80 લાખમાં ડીલ મળી હતી. જો કે, તે ત્રણ સિઝનમાં  માત્ર 10 મેચો જ મેનેજ કરી શક્યો હતો કારણ કે તે ઘૂંટણની ઈજાને કારણે 2021 IPL ચૂકી ગયો હતો, પરંતુ 2022ની હરાજીમાં KKR દ્વારા તેને ફરી એકવાર લેવામાં આવ્યો હતો. રવિવારે તેણે તેની ટીમને યાદગાર વિજય અપાવવામાં મદદ કરીને આ કસર પૂરી કરી દીધી છે.


આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો... આ પણ ખાસ વાંચોઃ  આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની... આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!


ગુજરાતના હાથમાંથી જીત છીનવી લીધી-
રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં રિંકુ સિંહે ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને કોલકાતા નાઇટ રાઇડર્સને ત્રણ વિકેટથી રોમાંચક જીત અપાવી હતી. રિંકુ સિંહે માત્ર 21 બોલમાં એક ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 48 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી અને ગુજરાતના હાથમાંથી જીત છીનવી લીધી હતી. ક્રિકેટમાં શું ન થઈ શકે. ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, આજે ફરી સાબિત થઈ ગયું છે. રિંકુ સિંહની આ ઇનિંગ વર્ષો સુધી યાદ રહેશે.


આ પણ ખાસ વાંચો:  શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન આ પણ ખાસ વાંચો:  કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો:  દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી


રિંકુના પ્રહારની ગૂંજ વર્ષો સુધી યાદ રહેશે-
રશીદે હેટ્રિક લઈને મેચને કોલકાતાથી ઘણી દૂર કરી દીધી હતી, ત્યારે રિંકુએ છેલ્લી ઓવરમાં એવો ફટકો માર્યો હતો કે તેનો પડઘો વર્ષો સુધી યાદ રહેશે. કોલકાતાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. બોલિંગની જવાબદારી યશ દયાલને સોંપવામાં આવી હતી. તેના પહેલા બોલ પર સિંગલ રન થયો અને રિંકુ સ્ટ્રાઈક પર આવ્યો. તેણે આગલા બોલ પર સિક્સર ફટકારી અને આ ટ્રેન્ડ છેલ્લા બોલ સુધી ચાલુ રહ્યો. રિંકુએ છેલ્લા બોલે સિક્સર ફટકારતા જ ટીમના તમામ ખેલાડીઓ ડગઆઉટની બહાર દોડી ગયા અને તેને ગળે લગાવી દીધો હતો. (IANS ઇનપુટ્સ સાથે)


આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો