બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! રૂપાળી સાળીને જોડે લઈ જઈને...

મારી મોટી દીકરીના લગ્ન ત્રણ વર્ષ પહેલા નજીકના ગામના વિનોદ સાથે થયા હતા. બન્નેનું લગ્ન જીવન સારું ચાલતું હતું વાર તહેવારે એ લોકો અહીં આવે ત્યારે મારા બે દીકરા અને નાની દીકરી માટે મારો જમાઈ ગિફ્ટ લાવતો. આ સમયમાં મારી મોટી દીકરી પ્રેગ્નેન્ટ થઇ અને સુવાવડ માટે મારા ઘરે આવી એટલે મારા જમાઈની અમારા ઘરે અવાર જવર વધી ગઈ.

બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! રૂપાળી સાળીને જોડે લઈ જઈને...

ઝી બ્યૂરો, અમદાવાદઃ સમાજમાં ઘણીવાર એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છેકે, સંબંધો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય. કંઈક આવો જ કિસ્સો રાજ્યના પાટણ જિલ્લામાં સામે આવ્યો છે. જ્યાં પત્ની પ્રેગનન્ટ હતી તો પતિ સાળીને લઈને ભાગી ગયો. સમગ્ર કિસ્સો પ્રકાશમાં ત્યારે આવ્યો જ્યારે આ મામલો પોલીસ પાસે પહોંચ્યો. પોલીસ સમક્ષ સમગ્ર મામલે જમ જેવા જમાઈની સાસુએ જ ફરિયાદ કરીને આખા મામલાનો ભાંડો ફોડ્યો.

પોલીસ સમક્ષ વાત કરતા રડી પડ્યા સાસુઃ
પોલીસ સમક્ષ સાસુએ ફરિયાદ કરીકે, મારી મોટી દિકરીની સુવાવડ હતી તો તે પિયરમાં મારા ત્યાં રહેવા આવી. એની સાથે સાથે મારો જમાઈ પણ અહીં રહેતો. મને એમ કે જમાઈ બહુ સારા છે મારી દિકરીને ખુબ પ્રેમ કરે છે એટલે તેની સાથેને સાથે જ રહે છે. મારા પતિનું અવસાન થઈ ગયું છે. હું પોતે એક વિધવા છું. મારી મોટી દિકરી ઉપરાંત બીજા બે બાળકો છે. મારી નાની બેબી પણ હવે તો બધી રીતે સમજણી થઈ ગઈ છે. થોડા ટાઈમમાં એના માટે પણ લગ્નની તૈયારી કરવા હતી. હું પણ એના માટે મારા જમાઈ જેવા પ્રેમાળ સ્વભાવનો છોકરો શોધતી હતી. પણ ત્યાં તો અમારા નસીબમાં કંઈક બીજું જ લખેલું હતું. જે જમાઈને હું ખુબ સારો સમજતી હતી એ તો અમને અંધારામાં રાખીને મોટો કાંડ કરી ગયો.

પાટણમાં રહેતા રેશમા બહેન જણાવે છેકે, મારી મોટી દિકરીની સુવાવડને કારણે જમાઈ રેગ્યુલર અમારા ત્યાં આવતા જતા રહેતાં હતાં. ઘરમાં પહેલું બાળક આવવાનું હતું એટલે બધા ખુશ હતા. મારા પતિનું અવસાન થયું હતું એટલે જમાઈ વારંવાર ઘરે આવતા અને મારી નાની દીકરી અને નાના બે છોકરાનું ધ્યાન રાખતા પણ મને ખબર નહીં કે મારી નાની ફૂલ જેવી છોકરી ને ફીસલાવી ભગાડી જશે અને મારી મોટી દીકરીને છોડી દેશે.

આખો દિવસ જીજૂ જીજૂ કરીને પાછળ દોડતી હતીઃ
રેશમા બહેનના નાની ઉંમરે લગ્ન થયા હતા અને એમને બે દીકરી અને તે દીકરા છે. મોટી દીકરી રીનાના લગ્ન એમની જ્ઞાતિના વિનોદ જોડે જાઈએ. કાળા છે. ૪૫ વર્ષના રેશમા બહેને જણાવ્યું કે મારા પતિનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું જેથી હું ખેત મજૂરી કરું છું અને બે દીકરા નાના છે પણ ભણવાનું છોડી મજૂરી કામ કરે છે જ્યારે મારી ૧૬ ની દિકરી ઘરકામ કરે છે રસોઈને બધુ એ સંભાળે છે. મારી નાની દિકરી સંધ્યા આખો દિવસે જમાઈની પાછળ જીજૂ જીજૂ કરીને દોડતી. મને એમ કે જમાઈ બહુ રાખી છે તો આપણી છોકરીએ પણ જમાઈનું ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ. પણ મને ક્યાં ખબર હતી કે આગળ જતાં અહીં કંઈક જુદું જ રંધાઈ રહ્યું હતું.

સાસુએ કહ્યું જમાઈ કહેતો કે સાળીની જવાબદારી મારી...
મારી મોટી દીકરીના લગ્ન ત્રણ વર્ષ પહેલા નજીકના ગામના વિનોદ સાથે થયા હતા. બન્નેનું લગ્ન જીવન સારું ચાલતું હતું વાર તહેવારે એ લોકો અહીં આવે ત્યારે મારા બે દીકરા અને નાની દીકરી માટે મારો જમાઈ ગિફ્ટ લાવતો. આ સમયમાં મારી મોટી દીકરી પ્રેગ્નેન્ટ થઇ અને સુવાવડ માટે મારા ઘરે આવી એટલે મારા જમાઈની અમારા ઘરે અવાર જવર વધી ગઈ. એ એની પત્ની એટલે કે મારી મોટી દીકરી રીના માટે કોઈ વસ્તુ લાવે તો નાની દીકરી માટે લાવતો. અમારો જમાઈ કાયમ કહેતો કે મારા સસરા નથી એટલે તમારી નાની દીકરીની બધી જવાબદારી મારી. હું બેઠુું છું ને તમારા છોકરાઓને કોઈ કમી નહીં આવવા દઉં. પછી પોતે જ લઈને ભાગી ગયો...

નાની દિકરીની ઉંમર હજુ તો માંડ 16 વર્ષ છે અને અમારો જમાઈ તો...
રેશમા બહેન કહે છેકે, મારી મોટી દીકરીની સુવાવડમાં મારી ૧૬ વર્ષની નાની દીકરી એ ઘણી મદદ કરી હતી.. એટલે મારા જમાઈ અને ઘણી વાર બહાર ફિલમ જોવા લઇ જતા છોકરી નાની હતી 16 વર્ષની હતી એટલે અમને એમ કે એ એને સાચવે છે. પણ એકવાર બન્ને જણાને રંગરેલિયા માનવતા અમારા ગામના એક ભાઈ જોઈ ગયા. મારી મોટી દીકરીએ જમાઈ પાસે ખુલાસો માંગ્યો તો એને ધુત્કારી કાઢી અને જમાઈ કહ્યું કે તું છોરાનું ધ્યાન રાખ બાકી મારું ધ્યાન રાખવા તારી નાની બહેન છે. 

બીજા દિવસે મને મારી મોટી દીકરી રીના એની સગી બહેન પર શક કરતી હોવાની ફરિયાદ કરી મેં મારી મોટી દીકરી ને સમજાવી કે સાળી બનેવી છે અને છોકરી બહુ નાની છે શક ના કરવો. જમાઈ મારી મોટી દીકરી અને એનો ૧૧ મહિનાનો દીકરો બે દિવસ અમારા ઘરે રોકાયા અને ત્રીજા દિવસે અમે બધા રાત્રે જામી ને ઓસરીમાં સુતા હતા ત્યારે મારી જમાઈ મારી મોટી દીકરીને મૂકીને નાની દીકરીને લઈને ક્યાંક ભાગી ગયા. (નોંધઃ ઓળખ છુપાવવા માટે નામ બદલેલ છે.)

આ પણ ખાસ વાંચોઃ  બદલાઈ ગયા IPL ના નિયમો, હવે ટીમમાં નહીં હોય એ ખેલાડી પણ કરી શકશે બેટિંગ-બોલિંગ!
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ પણ ખાસ વાંચોઃ  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ, ક્યાંથી મળશે ટિકિટ?

Trending news