સૈન ફ્રાંસિસ્કો: એપ્પલ (Apple) કદાચ આગામી મહિને ચાર નવા આઇફોન (iPhone) લોન્ચ કરશે અને નવા રિપોર્ટ અનુસાર તેનો સૌથી નાનો આઇફોન 5.4 ઇંચ ડિસ્પ્લેવાળા હતો. એપ્પલે તેને આઇફોન 12 મિની (iPhone 12 mini) નામ આપી દીધું છે. આઇફોન 12ના સૌથી નાના આકારના આઇફોનની જે તસવીર સામે આવી છે, તે મુજબ તેને મિની નામ આપવામાં આવ્યું છે અને આ ઉપરાંત 6.7 ઇંચવાળા મોડલને આઇફોન 12 પ્રો મેક્સ તથા બે 6.1 ઇંચ મોડલ્સને આઇફોન 12 અને આઇફોન 12 પ્રો નામ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ અનુસાર એપ્પલ પહેલીવાર પોતાના કોઇ ફોન સાથે મિની શબ્દનો ઉપયોગ કરી રહી છે. તે પહેલાં એપ્પલે આઇપેડ મિની અને આઇપોડ મિની લોન્ચ કર્યા હતા. આઇફોન 12 મિની આકારમાં આઇફોન 11 પ્રો કરતાં નાનો હશે. જેનો આકાર 5.8 ઇંચનો છે. તમામ ચાર ફોન્સ ઓલેડ ડિસ્પ્લેથી સજ્જ હશે અને 5Gને સપોર્ટ કરશે. 

Nokia | Samsung | Smartphone | Realme | Xiaomi | Smart Tv


આ હોઇ શકે છે ફીચર્સ
આ ફોનને કંપની 5.4 ઇંચની OLED ડિસ્પ્લે, A14 ચિપસેટ, 5G કનેક્ટિવિટી અને ડ્યૂલ કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરશે. એપ્પલ આ સીરીઝ હેઠળ ચાર મોડલ્સ લોન્ચ કરશે. તેમાં આઇફોન 12, આઇફોન 12 મેક્સ, આઇફોન પ્રો, આઇફોન 12 પ્રો મેક્સ સામેલ છે. આ મોડલસ 5.4 ઇંચ, 6.1 ઇંચ અને 6.7 ઇંચની હશે. આઇફોન 12, આઇફોન 12 મેક્સમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. તો બીજી તરફ આઇફોન 12 પ્રો, આઇફોન 12 પ્રો મેક્સને ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. 


આઇફોન 12 પ્રો અને આઇફોન 12 મેક્સમાં 6.1 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જ્યારે આઇફોન 12 પ્રો મેક્સમાં 6.7 ઇંચની સ્ક્રીન આપવામાં આવી શકે છે. તમામ મોડલના ફ્રન્ટ પેનલમાં ચાર હોલ્સ જોવા મળી શકે છે. જેમાં સેલ્ફી કેમેરા, ફેસ અનલોક સેન્સર, પ્રાક્સિમિટી સેન્સર, લાઇટ સેન્સર વગેરે આપવામાં આવી શકે છે. આ સીરીઝને iOS 14 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. સાથે જ ડિવાઇસમાં ઘણા મોટા અપડેટ્સ જોવા મળી શકે છે. જેમાં નેટવર્ક અપગ્રેડ્સ પણ સામેલ છે. 


આઇફોન 12માં 5.4 ઇંચની ઓએલઇડી સુપર રેટીના ડિસ્પ્લે આપવામાં આવી છે. તેને 5G ટેક્નોલોજી સપોર્ટ સાથે અલગ-અલગ સ્ટોરેજની ક્ષમતા આપવામાં આવી છે. ચાર જીબી રેમ સાથે સ્ટોરેજ ક્ષમતાના બે વર્જનમાં ફોન ઉતારવામાં આવી શકે છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube