નવી દિલ્હી: સ્માર્ટફોન બનાવનાર ચીની કંપની ઓપ્પો (Oppo)એ વિયતનામમાં એ93 (A93) મોડલ લોન્ચ કર્યું છે. જે ફક્ત એફ17 પ્રો (F17 pro) જેવું છે. F17 proને ગત મહિને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo A93 બ્લેક અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે. આ સાથે જ 8જીબી-128જીબીની કિંમત 324 ડોલર છે. આ હેન્ડસેટમાં 6.43 ઇંચની ફૂલ HD+સુપર એમોલેડ ડિસ્પ્લે છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 20:09 નો છે. તેમાં ઇંટ્રીગ્રેટેડ ફિંગરપ્રિંટ સેન્સર પણ છે. 

Nokia | Samsung | Smartphone | Realme | Xiaomi | Smart Tv


આ ફોનમાં મેડિયાટેક હેલિયો પી95 ચિપસેટ લગાવવામાં આવે છે. સાથે જ આ ફોનમાં ક્વાડ કેમેરા છે. તેનું મુખ્ય સેન્સર 48એમપીનું છે અને 8એમપીનો અલ્ટ્રાવાઇડ સેન્સર પણ છે. સાથે જ તેમાં બે 2એમપીના કેમેરા પણ છે. તેનો સેલ્ફી કેમેરો ડુઅલ લેન્સનો છે અને આ 16એમપીનો છે. 


કંપનીએ જૂનમાં ભારતમાં એ12 સ્માર્ટફોન (A12 smartphone) લોન્ચ કર્યો હતો. જેની 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 9,990 રૂપિયા છે. તો બીજી તરફ 4જીબી રેમ વેરિએન્ટ 11,490 રૂપિયામાં ઉપલબ્ધ છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube