ઝી બ્યૂરો, અમદાવાદઃ સરહદ પર બદમાશી કરનારા ચીનને હવે વેપારમાં પણ પછડાટ મળી રહી છે. TikTokની ચીની કંપની Bytedance ને હવે ઘર ભેગી થવાનો વારો આવ્યો છે. એ જ કારણસર હાલ બાઈટડાંસે ભારતીય કર્મચારીઓની છટણી કરી છે. ચીનની સોશિયલ મીડિયા કંપની બાઈટડાંસે ભારતમાં પોતાનો વ્યવસાય બંધ કરવાની સત્તવાર જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ભારતમાં ચીનની ટિકટોક અને હેલો એપ ચલાવનારી આ કંપનીની સેવાઓ પર પ્રતિબંધ મુકેલો છે. ત્યારે હવે કોરોનાની મહામારી વચ્ચે ચીની કંપનીઓના ભારતમાંથી વળતા પાણી થઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Google Map થી પણ Share કરો Live Location, માત્ર અપનાવો આ Easy Trick


ટિકટોક (tiktok) ના વૈશ્વિક ઈન્ટરિમ પ્રમુખ વેનેસા પાપ્પસ અને વૈશ્વિક વ્યાપાર સમાધાનના ઉપાધ્યક્ષ બ્લેક ચાંડલીએ કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો છે. આ ઈમેલમાં કંપનીના નિર્ણય અંગે જણાવ્યું છેકે, તેઓ ટીમની સાઈઝ નાની કરી રહ્યાં છે અને આ નિર્ણયથી કંપની સાથે જોડાયેલાં ભારતના તમામ કર્મચારીઓને અસર પડશે. ચીની કંપનીએ ભારતમાં ટિકટોક (tiktok) પર પ્રતિબંધના સાત મહિના બાદ બુધવારે કહ્યું કે તેઓ દેશમાં 2 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરાશે. ટિકટોક (tiktok) ના પ્રવક્તાએ કહ્યું કે, આ અફસોસજનક છે કે ભારતમાં લગભગ છ મહિના પોતાના 2000 કર્મચારીઓને સપોર્ટ કર્યા બાદ અમારી પાસે છટણી સિવાય કોઈ જ વિકલ્પ નથી.


Instagram પર તમારી Post ને Promote કરવા માંગો છો, આ Trick અપનાવો ચપટીમાં થશે Trending


બાઈટડાંસ (Bytedance) ના એક સૂત્ર મુજબ કંપનીએ બુધવારે એક ટાઉન હોલનું આયોજન કર્યું, જ્યાં તેને ભારતમાં વેપારને બંધ કરવા અંગે જણાવ્યું છે. જ્યારે આ અંગે ટિકટોક (tiktok) ના પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે, કંપનીએ 29 જૂન 2020નાં રોજ જાહેર ભારત સરકારના આદેશનું સતત પાલન કરી રહી છે. અધિકારીઓએ ભારતમાં કંપની પરત ફરશે તે અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી છે, પરંતુ સાથે કહ્યું કે આવનારા સમયમાં કંઈક થશે તેવી આશા છે. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, "અમે તે નથી જાણતા કે અમે ભારતમાં ક્યારે પરત ફરીશું, અમે વિશ્વાસ રાખીએ છીએ કે આવનારા સમયમાં ફરી આવું કંઈક કરવાની આશા રાખીએ છીએ."


આવી ગયો છે તમામ Chatting App નો બાપ, જ્યાં એક સાથે મળશે WhatsApp, Signal, Telegram...


મહત્ત્વનું છેકે, સરકારે WeChat અને UC Browser જેવી 59 મોબાઈલ એપ્સ પર હંમેશા માટે પ્રતિબંધ લગાવી દિધો છે. ટિકટોક (tiktok) તે 59 ચીની એપ્સમાં સામેલ છે, જેને ભારત સરકારે સ્થાયીરૂપે પ્રતિબંધિત કરવાનો નિર્ણય કર્યો છે. દુનિયાભરમાં ટિકટોક (tiktok) ખુબ જ પ્રચલિત છે. અને ભારતમાં પણ ટિકટોક (tiktok) ને સેકડો યુઝર્સ હતાં. જેને કારણે આ ચીની કંપનીને કરોડો રૂપિયાની કમાણી થતી હતી. એજ કારણસર ટિકટોકની કંપની બાઈટડાંસે (Bytedance) ભારતમાં હેલ્લો એપ લોંચ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના વિવિધ સેક્ટરમાં ઘુષણખોરી કરી વધુ કમાણી કરવાનો કારસો રચ્યો હતો. જોકે, અવળચંડા ચીનની આ મેલી મુરાદ પુરી થઈ શકી નહીં. એપ્સ પર પ્રતિબંધ બાદ સરકારે આ કંપની પાસેથી ડેટા કલેક્શન અને સ્ટોરેજને લઈને સવાલ કર્યા હતા. જેનો જવાબ આ કંપનીઓ આપ્યો પરંતુ સરકાર કંપનીઓના જવાબથી સંતુષ્ટ નથી. મંત્રાલયે આ કંપનીઓને ગત સપ્તાહે એક નોટિસ પણ મોકલી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube