Instagram પર તમારી Post ને Promote કરવા માંગો છો, આ Trick અપનાવો ચપટીમાં થશે Trending

હવેનો જમાનો સોશિયલ મીડિયાનો છે એ વાતમાં શંકાને પણ સ્થાન નથી. લોકોને પોતાની સ્કીલ રજૂ કરવી હોય કે સ્માર્ટ વર્ક કરીને રૂપિયા કમાવવા હોય તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. યૂટ્યુબથી આવક ઉભી થાય છે એ વાત તો હવે નાના બાળકોને પણ ખબર છે. પરંતુ ફેસબુક ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પણ સારી કમાણી થાય તે ટ્રેન્ડિંગ ટોપિક છે. એવામાં ઘણા લોકોને સવાલ થાય કે પોસ્ટ તો કરીએ પરંતુ તેને વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી. જો તમે આ પ્રકારે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરશો, તો ગેરંટી છે કે તમારી પોસ્ટ 100% ટ્રેન્ડિંગ થશે.

Instagram પર તમારી Post ને Promote કરવા માંગો છો, આ Trick અપનાવો ચપટીમાં થશે Trending

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈન્સ્ટાગ્રામ એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાની પોસ્ટ અને ફોલોઅર્સ વધારવા માગે છે. દરેક લોકો ઈચ્છે છે કે, તેમની પોસ્ટ પર વધુમાં વધુ લાઈક્સ, કમેન્ટ્સ અને શેર્સ મળે. આ માટે તેઓ બનતા તમામ પ્રયાસ કરે છે. કેચલાક લોકોને તેમા સફળતા મળે છે, તો કેટલાક લોકોના પ્રયત્ન નિષ્ફળ સાબિત થાય છે. આજે તમને એવી કેટલીક ટ્રિક જણાવીશુ, જેનો ઉપયોગ કરીને તમારી પોસ્ટને ટ્રેન્ડ કરાવી શકો છો. આ માટે તમારે પોસ્ટ કરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ પડશે. ચાલો આ અંગે સરળ શબ્દોમાં સમજીએ.

કોઈપણ ફોટો કે વીડિયો અપલોડ કરતા પહેલા તેને સંબંધિત હેશટેગ પર સર્ચ કરી લો. જો તમે તમારી પોસ્ટમાં યોગ્ય હેશટેગનો ઉપયોગ કરશો તો તમારી પોસ્ટને વધુમાં વધુ લોકો જાણી શકશે. તેનાથી તમારા ફોલોઅર્સ વધવાની પણ સંભાવના રહે છે. જ્યારે તમે કોઈ ચર્ચિત હેશટેગ સાથે શેર કરો છો તો લોકો તમારી પોસ્ટ જોવામાં રસ દાખવશે.
જ્યારે તમે કોઈ પોસ્ટ અપલોડ કરો, ત્યારે જગ્યાને ચોક્કસથી ટેગ કરો. આ ઉપરાંત તમે પોસ્ટ સંબંધિત લોકોને પણ ટેગ કરો. તેનાથી તમારી પોસ્ટની રીચ વધશે. જો અપલોડ કરેલી પોસ્ટને કોઈ ફેમસ વ્યક્તિએ લાઈક્સ કરી દીધી તો તમારી પોસ્ટ વાયરલ થઈ જશે. આમ થવાથી તમારા ફોલોઅર્સની સંખ્યામાં ઝડપથી વધારો થશે. પોતાની પોસ્ટમાં Language એટલે કે પોસ્ટ કરવાની શૈલીનું જરૂર રાખો. જેથી કોઈ પોસ્ટ સંબંધિત ફરિયાદ ન કરી શકે.

જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો તમને એ વાતનો આઈડિયા આવશે, કે લોકો સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ ક્યારે રહે છે. આ વાત સમજી લીધા પછી તમારો ફોટો, વીડિયો કે સ્ટોરી એ જ સમયે પોસ્ટ કરો જ્યારે સૌથી વધુ લોકો એક્ટિવ રહેતા હોય. આમ કરવાથી તમને પોસ્ટની પહોંચ વધારવામાં મદદ મળશે. પોસ્ટમાં જો તમારુ કન્ટેન્ટ બેસ્ટ ક્વોલિટીનું હશે, તો પણ તમારી ફોલોઈંગ ઝડપથી વધશે.

જો તમે પોતાની પોસ્ટને ટ્રેન્ડિંગમાં લાવવા માગો છો, તો કરન્ટ મુદ્દા સંબંધિત વસ્તુઓ જ પોસ્ટ કરો. પોતાની ઓડિયન્સને ધ્યાનમાં રાખો અને પોતાની પોસ્ટને યોગ્ય રીતે પ્રસ્તુત કરો. આમ કરવાથી તમે સરળતાથી ફોલોઅર્સ વધારી શકશો. આ સિવાય પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહો અને પોસ્ટ કરતા રહો. તમે કોઈ પોડકાસ્ટ કે લાઈવ સ્ટ્રીમિંગમાં ભાગ લઈને પણ પોતાનું સર્કલ મોટુ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news