WhatsApp પોતાની ડિઝાઇનમાં ફેરફાર કરવાની તૈયારીમાં, યૂઝર્સ માટે બનશે આ સુવિધાઓ ઇઝી
WhatsApp તેની ડિઝાઇન બદલવાની તૈયારી કરી રહ્યું છે. ઓનલાઈન રિપોર્ટ્સ અનુસાર, મેટા WhatsAppને ફરીથી ડિઝાઈન કરવા જઈ રહ્યું છે. WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsAppના ઈન્ટરફેસમાં બદલાવ આવશે, જેનાથી યૂઝર્સને ચેટિંગ, કોલિંગ અને કોમ્યુનિટી જેવા ફીચર્સ એક્સેસ કરવામાં સરળતા રહેશે.
WhatsApp તેની ડિઝાઇન બદલવાની તૈયારી કરી રહ્યું છે. ઓનલાઈન રિપોર્ટ્સ અનુસાર, મેટા WhatsAppને ફરીથી ડિઝાઈન કરવા જઈ રહ્યું છે. WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsAppના ઈન્ટરફેસમાં બદલાવ આવશે, જેનાથી યૂઝર્સને ચેટિંગ, કોલિંગ અને કોમ્યુનિટી જેવા ફીચર્સ એક્સેસ કરવામાં સરળતા રહેશે.
આ ફેરફારો WhatsAppમાં જોવા મળશે
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કંપની બોટમ નેવિગેશન બાર પર કામ કરી રહી છે. જે WhatsAppના એન્ડ્રોઇડ વર્ઝન માટે લાવવામાં આવી રહ્યું છે. તે બરાબર iOS વર્ઝન જેવું છે. આ બોટમ નેવિગેશન બારથી યૂઝર્સ માટે વિવિધ એપ્લિકેશનો વચ્ચે નેવિગેટ કરવાનું સરળ બનાવશે. નવા ફેરફારમાં ચેટ, કોલ અને કોમ્યુનિટીઝ અને સ્ટેટસ જેવા ટેબને સૌથી નીચે મૂકી શકાશે. એવું માનવામાં આવે છે કે આનાથી યુઝર્સને વોટ્સએપના અલગ-અલગ સેક્શનમાં પહેલાં કરતા વધુ સરળતા રહેશે. હાલમાં આ તમામ ટેબ WhatsAppના ઉપરના ભાગમાં આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
આવી રહી છે શાનદાર કમાણીની સોનેરી તક, ફક્ત એક દિવસમાં થઈ જશો માલામાલ!
વરઘોડામાં સ્પ્રાઈટ ઉડાડવાની ના પાડતા ખેલાયો ખૂની ખેલ! ખંજર ભોંકી આંતરડા બહાર કાઢ્યા!
સ્વર્ગની અનુભૂતિ કરાવશે નારાયણ સરોવર! ચાણસદમાં હવે કીડીયાળું ઉભરાશે! જુઓ PHOTOs
આ ફેરફારો ઇન્ટરફેસમાં થશે
વાસ્તવમાં, આ દિવસોમાં ઘણા લોકો ટેબ અથવા મોટી સ્ક્રીનવાળા સ્માર્ટફોન પર WhatsAppનો ઉપયોગ કરે છે, જેના કારણે એક ટેબથી બીજા પર સ્વિચ કરવું મુશ્કેલ બને છે. રિપોર્ટ અનુસાર, આ ફીચરની ઘણા સમયથી ડિમાન્ડ કરવામાં આવી રહી હતી, જેને આખરે WhatsApp દ્વારા રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. વોટ્સએપના ઈન્ટરફેસમાં થયેલા ફેરફારને લઈને ઘણા સ્ક્રીન શોટ બહાર પાડવામાં આવ્યા છે.
રોલઆઉટ થયું ચેટ હાઇડ ફીચર
તમને જણાવી દઈએ કે હાલમાં જ WhatsApp દ્વારા ચેટ હાઈડ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ પર્સનલ ચેટને છુપાવી શકે છે. ચેટની મીડિયા ફાઇલો છુપાવી શકાશે જે તમારી ગેલેરીમાં સંગ્રહિત થશે નહીં. આવી સ્થિતિમાં, કોઈ તમારી વ્યક્તિગત ચેટ્સ અને ફાઇલોને ઍક્સેસ કરી શકશે નહીં.
આ પણ વાંચો:
અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો! અટલ બ્રિજનો કાચ તૂટી ગયો, VIDEO
અમેરિકાના વિઝા કઢાવવા સહેલા, પણ રાજકોટ મનપામાંથી દાખલા કે આધાર કાર્ડ કઢાવવું કઠિન!
પંજાબ કિંગ્સની સતત બીજી જીત, રોમાંચક મેચમાં રાજસ્થાનને હરાવ્યું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube