હિન્દ મહાસાગરમાં અમેરિકાના સૌથી ઘાતક `બી-2 બોમ્બર જેટ` તૈનાત, કોઈ પણ ચાલાકી ચીનને હવે ભારે પડશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની દોસ્તી ચીનને ખુબ ભારે પડવાની છે. લદાખમાં ચીને (China) જે નાપાક હરકત કરી છે, તેવી હવે કોઈ પણ હરકત જો તેણે કરી તો ચીનને આગળ પણ જડબાતોડ જવાબ મળશે. કારણ કે હિન્દ મહાસાગરમાં અમેરિકા (America) ના સૌથી ઘાતક વિમાન બી-2ની પધરામણી થઈ ગઈ છે. જેની તૈનાતી માત્રથી ચીન ફફડી ઉઠ્યું છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની દોસ્તી ચીનને ખુબ ભારે પડવાની છે. લદાખમાં ચીને (China) જે નાપાક હરકત કરી છે, તેવી હવે કોઈ પણ હરકત જો તેણે કરી તો ચીનને આગળ પણ જડબાતોડ જવાબ મળશે. કારણ કે હિન્દ મહાસાગરમાં અમેરિકા (America) ના સૌથી ઘાતક વિમાન બી-2ની પધરામણી થઈ ગઈ છે. જેની તૈનાતી માત્રથી ચીન ફફડી ઉઠ્યું છે.
Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 64 હજારથી વધુ નવા દર્દીઓ, મૃત્યુઆંક 48 હજારને પાર
હિન્દ મહાસાગરમાં બી-2 બોમ્બર (B-2 Bomber) ની તૈનાતી એ જણાવવામાં માટે પૂરતી છે કે ભારત-અમેરિકા હવે મળીને ચીનને પાઠ ભણાવશે. આકાશમાં ઉડતા અમેરિકાના આ બ્રહ્માસ્ત્રની સૌથી મોટી ખુબી એ છે કે તેને દુશ્મનનું કોઈ પણ રડાર પકડી શકતું નથી. એટલે કે જ્યાં પણ જશે ત્યાં ધડાકો કરીને આવશે. તબાહી મચાવીને આવશે.
અમેરિકી સેનેટમાં ચીન વિરુદ્ધ પ્રસ્તાવ રજુ
અમેરિકા (America) ના બે શક્તિશાળી સેનેટરોના સમૂહે ગુરુવારે સેનેટમાં એક પ્રસ્તાવ રજુ કરીને ભારત પ્રત્યે ચીન (China) ની આક્રમકતાની ટીકા કરી. ભારત વિરુદ્ધ ચીની આક્રમકતાનો હતુ બંને દેશો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિ બદલવાનો હતો.
ચીન વિરુદ્ધ ભારતને ખુલ્લેઆમ ટેકો આપવા માટે અમેરિકાએ કર્યું 'આ' કામ
સેનેટમાં બહુમતની પાર્ટી રિપબ્લિકનના વ્હિપ સેનેટર જ્હોન કોર્નિન અને ઈન્ટેલિજન્સ મામલાના સેનેટની પ્રવર સમિતિના રેન્કિંગ સભ્ય સેનેટર માર્ક વોર્નરનો આ પ્રસ્તાવ ચીન દ્વારા પૂર્વ લદાખમાં ચીની સેનાની ગતિવિધિઓ બાદ આવ્યો છે. અત્રે જણાવવાનું કે કોર્નિન અને વોર્નર સેનેટ ઈન્ડિયા કોક્સના સહ અધ્યક્ષ છે.
કોર્નિને કહ્યું કે 'સેનેટ ઈન્ડિયા કોક્સના સહ સંસ્થાપક તરીકે મને અમેરિકા અને ભારત વચ્ચે મજબુત સંબંધોનું મહત્વ સ્પષ્ટ રીતે ખબર છે.'
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube