મોતના 85 વર્ષ પહેલા કરી હતી વર્ષ 2020ની તબાહીની ભવિષ્યવાણી, જાણો આગળ કેવો હશે સમય
વર્ષ 2020 લોકો માટે ખુબ ખરાબ સાબિત થઈ રહ્યું છે. એક બાજુ જ્યાં કોરોના વાયરસે આતંક મચાવ્યો છે ત્યાં ચીન અને ભારતના સંબંધોમાં પણ તણાવ વધી રહ્યો છે. પોણું વર્ષ ખતમ થવા આવ્યું. પરંતુ મહામારી ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે. સપ્ટેમ્બરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે આવામાં વર્ષ 2020 અંગે બાબા વેન્ગા(Baba Vanga Predictions)ની ભવિષ્યવાણી સાચી સાબિત થતી જોવા મળી રહી છે. તેમણે પોતાના મોતના 85 વર્ષ અગાઉ જ આ તબાહીની ચેતવણી આપી દીધી હતી. આજે તેનો પુરાવો દુનિયા સામે છે.
નવી દિલ્હી: વર્ષ 2020 લોકો માટે ખુબ ખરાબ સાબિત થઈ રહ્યું છે. એક બાજુ જ્યાં કોરોના વાયરસે આતંક મચાવ્યો છે ત્યાં ચીન અને ભારતના સંબંધોમાં પણ તણાવ વધી રહ્યો છે. પોણું વર્ષ ખતમ થવા આવ્યું. પરંતુ મહામારી ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે. સપ્ટેમ્બરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે આવામાં વર્ષ 2020 અંગે બાબા વેન્ગા(Baba Vanga Predictions)ની ભવિષ્યવાણી સાચી સાબિત થતી જોવા મળી રહી છે. તેમણે પોતાના મોતના 85 વર્ષ અગાઉ જ આ તબાહીની ચેતવણી આપી દીધી હતી. આજે તેનો પુરાવો દુનિયા સામે છે.
Kangana Ranaut ને મળી Y શ્રેણીની સુરક્ષા, અભિનેત્રીએ કહ્યું- 'ભારતની દીકરીના આત્મસન્માનની લાજ રાખી'
12 વર્ષની ઉંમરે આંખો ગુમાવી દેનારા બાબા વેન્ગાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકી હુમલા, રાજકુમારી ડાયનાના મૃત્યુ અને પ્રાકૃતિ આફતો જેવી ઘટનાઓની સટીક ભવિષ્યવાણી કરી હતી. તેમણે જ વર્ષ 2020 અંગે કહ્યું હતું કે આ વર્ષે ભયંકર તબાહી મચશે. તેમણે ધરતી પર જળ પ્રલય આવવાની, યુરોપીયન દેશોમાં મુસ્લિમ કટ્ટરપંથ ચરમસીમાએ હોવાની, મહામારીના પ્રકોપ અને વિરોધી દેશો સાથે સંબંધોમાં તણાવ વગેરેની વાત કરી હતી. હાલની સ્થિતિ જોતા લાગે છે કે આ બધુ સાચું પડશે. તેમણે એ વાત અંગે પણ લોકોને ચેતવ્યા હતાં કે આવનારા વર્ષમાં દેશમાં ધર્મના આધારે વિભાજન થઈ શકે છે.
Good News: ગો કોરોના ગો... આ દેશમાં અઠવાડિયામાં Corona ની રસી નાગરિકો માટે ઉપલબ્ધ થશે
બાબા વેન્ગાએ એમ પણ કહ્યું હતું કે વર્ષ 2020માં ચીન મુખ્ય મહાશક્તિ બનીને ઉભરશે. આ ઉપરાંત ભારત અને રશિયા પણ દુનિયા પર રાજ કરશે. ચીનની વધતી તાકાત અને બીજા દેશોમાં દખલગીરી જોતા તેનો અંદાજો લગાવી શકાય છે. અત્રે જણાવવાનું કે બાબા વેન્ગા બુલ્ગારિયાના રહીશ હતાં. તેમનું અસલ નામ વેન્ગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે જ એક તોફાન દરમિયાન પોતાની આંખો ગુમાવી હતી. ત્યારબાદ તેમને એ વાતનો અહેસાસ થયો કે તેઓ ભવિષ્યની ઘટના જોઈ શકે છે. વર્ષ 1966માં તેમનું મોત થયું. મૃત્યુ અગાઉ તેમણે લગભગ 100 ભવિષ્યવાણી કરી હતી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube