સ્ટોકહોમઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગ કરવામાં આવેલી એક નાની વાટકી, લાકડાની બે ચમચી અને લાકડાની એક ફોર્કની બ્રિટનના બ્રિસ્ટલમાં 10 જાન્યુઆરીએ હરાજી થવા જઈ રહી છે. શરૂઆતી કિંમત 55 હજાર પાઉન્ડ રાખવામાં આવી છે. હરાજી કમીશન, જીએસટી, વીમો, ભાડુ અને ભારતીય કસ્ટમ ડ્યૂટી સહિત ભારતમાં તેની કિંમત 1.2 કરોડ રૂપિયા હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુમાનથી 2 કે ત્રણ ગણી વધુ હોઈ શકે છે કિંમત
પરંતુ આ સૌથી ઓછુ અનુમાન છે. અનુમાન છે કે તેની કિંમત 80 હજાર બ્રિટિશ પાઉન્ડ સુધી લાગી શકે છે અને તેનો અર્થ છે કે ભારતીય રૂપિયામાં તેની કિંમત બે કરોડ હોઈ શકે છે. તે પણ ધ્યાન આપવા જેવી વાત છે કે હરાજીમાં બોલીઓ ખુબ અનિશ્ચિત હોય છે અને ઘણીવાર કિંમતો અનુમાનથી કે ત્રણ ગણી વધુ હોઈ શકે છે. ગ્લોબલ ઓનલાઇન હરાજીના મામલામાં આ વાત વધુ સાચી સાબિત થાય છે. 


આ પણ વાંચોઃ Britainની આ મહિલાને કેમ આવે છે પેટ્રોલ જેવો સ્વાદ, જાણીને તમે પણ ચોંકી જશો


વાટકી, ચમચીનો આ સેટ ખુબ સુંદર
ગાંધીજીનો વારસો- પત્ર, તસવીરો, પેન્ટિંગ, પુસ્તક, સેન્ડલ, ચશ્મા અને બીજી વસ્તુ- વિશ્વભરમાં સંગ્રહ કરતા લોકો અને સંસ્થાઓને આકર્ષિત કરે છે. પરંતુ ગાંધીજી તરફથી વ્યક્તિગત રૂપે ઉપયોગ કરવામાં આવેલી વસ્તુની હરાજી દુર્લભ છે. વાટકી, ચમચીનો આ સેટ સુંદર છે. આ મહાત્મા ગાંધીના એક પ્રસિદ્ધ અનુયાયી સુમતિ મોરારજીના સંગ્રહમાંથી છે. 


ગાંધીજીએ પુણેના આગા ખાન પેલેસમાં આ સેટનો કર્યો હતો ઉપયોગ
ઈસ્ટ બ્રિસ્ટલના હરાજીકર્તા તરફથી કહેવામાં આવ્યું છે કે સેટનો ઉપયોગ ગાંધીજીએ પુણેના આગા ખાન પેલેસ (1942-1944)માં અને મુંબઈના પાન બમ હાઉસમાં કર્યો હતો. વાટકી સાધારણ ધાતુની બની છે, બેસમાં 208/42 મુદ્રિત છે. 


 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube