Britainની આ મહિલાને કેમ આવે છે પેટ્રોલ જેવો સ્વાદ, જાણીને તમે પણ ચોંકી જશો

જ્યારે તમે વિચારો છે કે કોવિડ-19 (Covid-19)થી સાજા થયા બાદ બધુ પહેલા જેવું સામાન્ય થઈ જાય છે તો તમારો વિચાર ખોટો હોઈ શકે છે.  આમ એટલા માટે કારણ કે જે લોકો કોરોનાને હરાવી ચુક્યા છે તેનામાં પોસ્ટ કોવિડ પીરિયડ દરમિયાન શારીરિક ક્ષમતામાં ફેરફાર એટલે કે નબળાઇની ફરિયાદની સાથે ખાવા-પીવાનો સ્વાદ ભૂલવા અને સૂંઘવાની ક્ષમતા પ્રભાવિત થવાની ફરિયાદ સામે આવી રહી છે.
 

Britainની આ મહિલાને કેમ આવે છે પેટ્રોલ જેવો સ્વાદ, જાણીને તમે પણ ચોંકી જશો

નવી દિલ્હીઃ દુનિયાભરમાં લાખો લોકો કોરોના વાયરસ  (Corona Virus)ના સંક્રમણથી પરેશાન છે. આ દરમિયાન કરોડો લોકો કોરોના મહામારી (Corona Pandemic)ની જંગ જીતી ચુક્યા છે. તેવામાં જ્યારે તમે વિચારો છે કે કોવિડ-19 (Covid-19)થી સાજા થયા બાદ બધુ પહેલા જેવું સામાન્ય થઈ જાય છે તો તમારો વિચાર ખોટો હોઈ શકે છે.  આમ એટલા માટે કારણ કે જે લોકો કોરોનાને હરાવી ચુક્યા છે તેનામાં પોસ્ટ કોવિડ પીરિયડ દરમિયાન શારીરિક ક્ષમતામાં ફેરફાર એટલે કે નબળાઇની ફરિયાદની સાથે ખાવા-પીવાનો સ્વાદ ભૂલવા અને સૂંઘવાની ક્ષમતા પ્રભાવિત થવાની ફરિયાદ સામે આવી રહી છે. અહીં અમે તમને બ્રિટન (Britain)ની એવી કોરોના યોદ્ધા સાથે મુલાકાત કરાવી રહ્યાં છીએ જેની મુશ્કેલી જાણીને તમે ચોંકી જશો. 

કોવિડ-19ને માત આપ્યા બાદ સ્વાદ ભૂલી ગઈ સારા
અહીં વાત ઈંગ્લેન્ડના કેન્ટની 44 વર્ષીય સારા ગોવિયર (Sara Govier)ની, જે મેમાં કોરોના સંક્રમણનો શિકાર થઈ હતી. સારવાર બાદ સારા સાજી તો થઈ પરંતુ હવે તેને વિચિત્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સારાએ જણાવ્યું કે, કોરોનાથી સાજા થયા બાદ તે પોતાના ફેવરેટ ફૂડનો સ્વાદ લઈ શકતી નથી. તેની સૂંઘવાની ક્ષમતા પણ સમાપ્ત થઈ ગઈ છે. 

ખાવાથી આવે છે દુર્ગંધ, મીટમાં લાગે છે પરફ્યૂમ, ટૂથપેસ્ટમાં પેટ્રોલ જેવો સ્વાદ
સારાનું કહેવું છે કે જે વસ્તુને ખાવાનું પસંદ કરે છે તેમાં સુગંધની જગ્યાએ દુર્ગંધનો અનુભવ થાય છે. નોનવેજિટેરિયન સારાને મીટનો સ્વાદ પરફ્યૂમ જેવો અને ટૂથપેસ્ટમાંથી પેટ્રોલ જેવો ટેસ્ટ મળે છે. સારા કોફીનો સ્વાદ પણ ભૂલી ચુકી છે. તેને કોફીનો ટેસ્ટ સિગારેટના ધુમાડા જેવો તો ચોકલેટ અને કેકમાંથી તેને વિચિત્ર સ્મેલ આવે છે. સારાને ડુંગળી અને લસણથી પણ ખરાબ સ્મેલ આવવા લાગી છે. પોતાના પસંદગીના ફૂડનો ટેસ્ટ ભૂલી ચુકી સારા તે વાતથી પરેશાન છે કે હવે તે શું ખાય જે તેની જીભને પસંદ હોય. 

સારાના લક્ષણો પર ડોક્ટરોનો મત
મેડિકલ ટર્મ્સમાં સારાના આ લક્ષણોને પૈરોસ્મિયા કહેવામાં આવે છે જેમાં લોકો પસંદગીની વસ્તુને નાપસંદ કરવા લાગે છે. ડોક્ટરો પ્રમાણે કોરોનાનો વાયરસ પીડિતના નાકના રિસેપ્ટર નર્વ એંડિંગ્સને નષ્ટ કરી દે છે. મહત્વનું છે કે નાકમાં રહેલ નર્વ એંડિંગ્સ જ મગજની સહાયતાથી કોઈ વસ્તુના સ્વાદની જાણકારી મેળવે છે. જ્યારે તે ખરાબ થઈ જાય તો વ્યક્તિ પૈરોસ્મિયાનો શિકાર થઈ જાય છે એટલે કે પોતાની સૂંઘવાની અને સ્વાદની શક્તિ ગુમાવી દે છે. સારાએ જ્યારે પોતાની આ સમસ્યાનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પર કર્યો તો જાણવા મળ્યું કે, તેના જેવા હજારો લોકો છે જેની સાથે આ સમસ્યા થઈ રહી છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news