લંડન: બ્રિટન (Britain) ની એક કોર્ટે એક યુવક અંગે એવો ચુકાદો આપ્યો કે જાણીને દરેક જણ નવાઈ પામી ગયા. કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે યુવકે કોઈ મહિલા સાથે સેક્સ (Sex) ના 24 કલાક પહેલા પોલીસ અને તે મહિલા બંનેને જાણકારી આપવી પડશે. આ સાથે જ યુવકના કોઈ મહિલા સાથે બિનજરૂરી વાત કરવા ઉપર પણ રોક લગાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

39 વર્ષના યુવક ડીન ડાયર  (Dean Dyer) પર શારીરિક હુમલા મામલે અનેક કેસ ચાલી રહ્યા છે. એક મહિલાએ યુવક પર આરોપ લગાવ્યો કે પાર્ટી દરમિયાન તેણે ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને વિરોધ કર્યો તો રેપ (Rape) ની ધમકી આપી હતી. જો કે અત્યાર સુધી કોઈ પણ શારીરિક અપરાધ અંગેનો ગુનો સાબિત થયો નથી. 


ડેઈલી મેલના રિપોર્ટ મુજબ કોર્ટે યુવક વિરુદ્ધના આરોપો સાંભળ્યા બાદ તેને સેક્સ્યુઅલ રિસ્ટ્રેન્ટ ઓર્ડર (Sexual Restraint Order) પકડાવી દીધો. યુવક પર 14 વર્ષની એક તરુણી સાથે સંબંધ (Sex) બનાવવાની કોશિશ સહિતના શારીરિક અપરાધ સંબંધિત સાત આરોપ છે. 


Daniel Pearl ના હત્યારાનો છૂટકારા પર અમેરિકા ભડકી ગયું, પાકિસ્તાનને ચેતવણીના સૂરમાં કહ્યું કે...


બ્રિટન ( Britain) ની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે એમ પણ કહ્યું કે રોજબરોજના કામ દરમિયાન યુવક ફક્ત એ જ મહિલાઓ સાથે વાત કરી શકે કે જેની સાથે વાત કરવી ખુબ જરૂરી હોય. 


બ્રિટનમાં સેક્સ્યુઅલ રિસ્ટ્રેન્ટ ઓર્ડર એક સિવિલ ઓર્ડર હોય છે. સામાન્ય રીતે એવા લોકોને પકડાવવામાં આવે છે જેના પર દોષ સાબિત થયો નથી અને જેનાથી સોસાયટીની જોખમ સમજવામાં આવે છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube