Daniel Pearl ના હત્યારાનો છૂટકારા પર અમેરિકા ભડકી ગયું, પાકિસ્તાનને ચેતવણીના સૂરમાં કહ્યું કે...

અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લ (Daniel Pearl) ના હત્યારા અહમદ ઉમર શેખને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ દ્વારા છોડી મૂકવાના આદેશ પર વ્હાઈટ હાઉસે (White House) ખુબ નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય પ્રવક્તા જેન સાકીએ કહ્યું કે જો બાઈડેન પ્રશાસન પાકિસ્તાન (Pakistan) ના આ નિર્ણયથી નારાજ છે. આતંકવાદથી પીડિત લોકો દરેક જગ્યાએ છે એમ કહીને તેમણે પાકિસ્તાનની સરકાર પાસે આ મામલે કાયદાકીય વિકલ્પોની સમીક્ષા કરવાની માગણી કરી. 
Daniel Pearl ના હત્યારાનો છૂટકારા પર અમેરિકા ભડકી ગયું, પાકિસ્તાનને ચેતવણીના સૂરમાં કહ્યું કે...

નવી દિલ્હી: અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લ (Daniel Pearl) ના હત્યારા અહમદ ઉમર શેખને પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ દ્વારા છોડી મૂકવાના આદેશ પર વ્હાઈટ હાઉસે (White House) ખુબ નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય પ્રવક્તા જેન સાકીએ કહ્યું કે જો બાઈડેન પ્રશાસન પાકિસ્તાન (Pakistan) ના આ નિર્ણયથી નારાજ છે. આતંકવાદથી પીડિત લોકો દરેક જગ્યાએ છે એમ કહીને તેમણે પાકિસ્તાનની સરકાર પાસે આ મામલે કાયદાકીય વિકલ્પોની સમીક્ષા કરવાની માગણી કરી. 

2002માં વોલ સ્ટ્રીટ જર્નલના સાઉથ એશિયાના બ્યુરો ચીફની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. જેની સમગ્ર દુનિયામાં આકરા શબ્દોમાં ટીકા થઈ હતી. 

શેખ વિરુદ્ધ કેસ ચાલે તેવું ઈચ્છે છે અમેરિકા
જેન સાકીએ વધુમાં કહ્યું કે પર્લના હત્યારાને પકડવાની પાકિસ્તાનની કોશિશોને સંયુક્ત રાજ્ય અમેરિકા ( USA) સ્વીકારે છે. અમે પાકિસ્તાન (Pakistan) ની સરકારને અપીલ કરીએ છીએ કે તેઓ તેના કાયદાકીય વિકલ્પોની જેમ બને તેમ જલદી સમીક્ષા કરે. તેમાં અમેરિકી નાગરિક અને પત્રકાર (Daniel Pearl) ની નિર્મમ હત્યા કરનારા શેખ વિરુદ્ધ કેસ ચલાવવા માટે અમેરિકાને મંજૂરી આપવાનો વિકલ્પ પણ સામેલ છે. 

કોર્ટે આપ્યા તત્કાળ છૂટકારાના આદેશ
કોર્ટમાં આરોપીના વકીલ મહેમૂદ શેખે કહ્યું કે કોર્ટે કહ્યું છે કે આ કેસમાં અહમદ ઓમર શેખે કોઈ અપરાધ કર્યો નથી. પાકિસ્તાન (Pakistan) ની સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં સજા પામેલા અહમદ ઉમર શેખ વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવો મળ્યો નથી. આ સાથે જ સરકારને આદેશ આપ્યો કે તેને તરત છોડી મૂકવામાં આવે. આ મામલે સિંઘ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. 

અત્રે જણાવવાનું કે જાન્યુઆરી 2002માં પર્લ ઈસ્લામિક આતંકવાદીઓ અંગે એક ખબર મામલે તપાસ કરી રહ્યો હતો. ત્યારે તેનું અપહરણ થયું હતું. ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવી. શેખની આ કેસમાં ધરપકડ થઈ હતી અને પછી મોતની સજા સંભળાવવામાં આવી પરંતુ નીચલી કોર્ટના મોતની સજાના ચુકાદાને પલટી નાખતા હવે તેના છૂટકારાના આદેશ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news