ડાયાબિટીસની દવા લેતા લોકો માટે ઘાતક બની શકે છે કોરોના વાયરસ સંક્રમણઃ વૈજ્ઞાનિક
Coronavirus Diabetes Patient: સંશોધકોએ જણાવ્યું કે, જ્યારે બીમારી કોશિકાઓને કામ કરવા માટે પૂરતો ગ્લૂકોઝ પ્રાપ્ત કરવાથી રોકી લે છે, તો `ડાયાબિટીસ કીટોએસિડોસિસ` (ડીકેએ)ની સ્થિતિ ઉભી થઈ શકે છે.
બોસ્ટનઃ ડાયાબિટીસની બીમારીથી પીડિત કોઈ વ્યક્તિ જો ગ્લૂકોઝનું સ્તર ઓછુ કરનારી એજીએલટી2આઈ નામની દવા લે છે તો કોરોના વાયરસથી સંક્રમિત થવું તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે. એક નવા અભ્યાસમાં તેને લઈને સાવધાન કરવામાં આવ્યા છે. અમેરિકા સ્થિત બ્રિધમ એન્ડ વુમેન્ટ હોસ્પિટલના સંશોધકોએ ડાયાબિટીસના દર્દીઓને આ ચેતવણી આપી છે.
સંશોધકોએ જણાવ્યું કે, જ્યારે બીમારી કોશિકાઓને કામ કરવા માટે પૂરતો ગ્લૂકોઝ પ્રાપ્ત કરવાથી રોકી લે છે, તો 'ડાયાબિટીસ કીટોએસિડોસિસ' (ડીકેએ)ની સ્થિતિ ઉભી થઈ શકે છે. પત્રિકા 'ધ અમેરિકન એસોસિએશન ઓઉ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજિસ્ટ ક્લીનિકલ કેસ રિપોર્ટ્સ'માં પ્રકાશિત નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના જે દર્દીઓ એસજીએલટી2આઈ દવા લઈ રહ્યાં છે, તેમાં ડીકેએના એક પ્રકાર, ઈયૂડીકેએની સ્થિતિ ઊભી થવાનો વધુ ખતરો છે.
આ પણ વાંચોઃ ટ્રંપથી લઈને PM મોદી સુધીના રાષ્ટ્ર પ્રમુખો કેવા વિમાનમાં કરે છે મુસાફરી, જાણો
એસજીએલટી2આઈ લેનારા વ્યક્તિને સંક્રમિત થવાનો ખતરો
ઈયૂડીકેએની સ્થિતિ ત્યારે ઊભી થાય છે, જ્યારે શરીરની કોશિકાઓ પર્યાપ્ત ગ્લૂકોઝ ગ્રહણ કરી શકતી નથી. વૈજ્ઞાનિકોએ જાણ્યું કે બોસ્ટનમાં ઈયૂડીકેએના પાંચ અસાધારણ મામલા સામે આવ્યા છે અને આ બધા મામલા તે લોકોમાં જાણવા મળ્યા છે જે એલજીએલટી2આઈ લઈ રહ્યાં હતા અને કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમાંથી ત્રણ દર્દીઓને પુનર્વાસ કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા છે, એક વ્યક્તિને ઘરે મોકલી દેવામાં આવ્યો છે અને એકનું મૃત્યુ થયું છે.
અભ્યાસના સહ લેખત તથા 'એન્ડોક્રિનોલોજી, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન ડિવિઝનના વૈજ્ઞાનિક નાઓમી ફિશરે કહ્યુ, 'અમે પહેલા પણ જાણ્યું કે એસજીએલટી2આઈ લેનાર લોકોમાં ડીકેએ અને ઈયીડીકેએનો ખતરો વધુ હોય છે.' તેમણે કહ્યું કે, એસજીએલટી2આઈ લેનાર વ્યક્તિના સંક્રમિત થયા બાદ આ ખતરો વધી જાય છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube